નવી દિલ્હીઃ દુષ્કર્મના કેસમાં સજા પામેલા તરૂણ તેજપાલને સુપ્રીમમાંથી પણ કોઈ રાહત મળી નથી. સુપ્રીમ કોર્ટે એને બે અઠવાડિયામાં જ સરેન્ડર કરી દેવા માટેનો આદેશ આપ્યો છે. મંગળવારે સુપ્રીમ કોર્ટે તરૂણના કેસમાં સુનાવણી કરતા તેજપાલની અરજીને ફગાવી દીધી હતી. વર્ષ 2013માં તરૂણને કુકર્મના કેસમાં સજા ફટકારવામાં આવી છે. દસ વર્ષની સજાની સામે સરેન્ડર કરવા મુદ્દે તેણે કોર્ટમાંથી કેટલીક છૂટ મળે એ માટે ખાસ અરજી કરી હતી.
અપીલ પર થઈ શકે છે સુનાવણી
કોર્ટે એને માત્ર બે અઠવાડિયામાં સરેન્ડર કરવા આદેશ આપ્યો છે. જસ્ટિસ આલોકનાથ અરાધે તેજપાલની છૂટની અરજીના ફગાવી દીધી છે. આ સાથે સરેન્ડર સર્ટિફિકેટ જમા કરવવા આદેશ આપ્યો. કોર્ટે આદેશ આપ્યો હતો કે, જો સર્ટિફિકેટ 22 સપ્ટેમ્બર અથા એ પહેલા જમા કરાવી દેવામાં આવે તો અપીલ એ જ તારીખે લીસ્ટ કરી દેવાશે. કોર્ટે ઉમેર્યું કે, રેપ કેસમાં દાખલ થયેલી અપીલ પર ખાસ સુનાવણી કરવામાં આવશે. તેજપાલે બોંબે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જેમાં 2013ના કુકર્મના કેસમાં દોષિત સાબિત થતા દસ વર્ષની જેલની સજા ફટકારી હતી. સુપ્રીમ કોર્ટે તેજપાલને બે અઠવાડિયામાં શરણાગતિ સ્વીકારવા અને તેનું પ્રમાણપત્ર કોર્ટમાં રજૂ કરવા નિર્દેશ આપ્યો છે.
સરેન્ડર સર્ટિફિકેટ આપો
ત્યારબાદ જ કોર્ટ કેસના સંપૂર્ણ તથ્યોના આધારે તેમની અપીલ પર સુનાવણી કરશે. કોર્ટે તેજપાલને બે અઠવાડિયામાં શરણાગતિ સ્વીકારવા અને શરણાગતિ પ્રમાણપત્ર દાખલ કરવાનો આદેશ આપ્યો. વધુમાં નિર્દેશ આપ્યો કે જો શરણાગતિ પ્રમાણપત્ર 22 સપ્ટેમ્બર સુધીમાં દાખલ કરવામાં આવે, તો રજિસ્ટ્રીએ તે તારીખે સુનાવણી માટે આ બાબતની યાદી બનાવવી જોઈએ.. તેજપાલ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને અમન લેખીએ દલીલ કરી હતી કે, ફોજદારી અપીલ લિસ્ટેડ થાય તે પહેલાં આરોપીને શરણાગતિ સ્વીકારવાની કોઈ કાનૂની જરૂરિયાત નથી. સિબ્બલે 6 ઓગસ્ટના બોમ્બે હાઈકોર્ટના આદેશનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં તેજપાલને શરણાગતિ સ્વીકારવા માટે ચાર અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો હતો.
કોર્ટે શું ધ્યાનમાં લીધુ?
કોર્ટે ધ્યાનમાં લીધું હતું કે આ કેસ 13 વર્ષ જૂનો છે અને તેજપાલ હવે સમાજમાં મજબૂત મૂળ ધરાવતા વરિષ્ઠ નાગરિક છે. વકીલ સિબ્બલે કહ્યું,અપીલ સૂચિબદ્ધ થાય તે પહેલાં તેમને શરણાગતિ સ્વીકારવાની કોઈ કાનૂની શરત નથી. તેમણે દલીલ કરી હતી કે, અપીલ પર સુનાવણી શરૂ થાય તે પહેલાં થોડા દિવસ માટે તેજપાલને જેલમાં મોકલવાનો કોઈ અર્થ નથી. તેમને પાંચ દિવસ માટે જેલમાં મોકલવાનો કોઈ અર્થ નથી