મુંબઈઃ બોલિવૂડમાં ઘણી એવી એક્ટ્રેસ છે જે એક-બે ફિલ્મો કરીને ઈન્ડસ્ટ્રથી અંતર બનાવીને પોતાની અલગ લાઈફસ્ટાઈલથી જીવતી હોય છે. આવી જ એક એક્ટ્રેસ છે ફિલ્મ 'રાઝ'ની. આ ફિલ્મમાં ડિનો મારિયો અને બિપાશા બાસુની સાથે ત્રીજી જે એક્ટ્રેસ લીડ રોલમાં હતી એની સૌથી વધારે ચર્ચા એ સમયે થઈ હતી. આ ફિલ્મમાં તેણે માલતીનું પાત્ર પ્લે કરેલું હતું. આ એક્ટ્રેસનું નામ છે માલિની શર્મા. ફેન્સ માલિની શર્માને શોધી રહ્યા હતા. વર્ષ 2000 પછી તે કોઈ જ ફિલ્મમાં જોવા મળી ન હતી.
શું કરે છે એક્ટ્રેસ અત્યારે?
વાવડ એવા મળ્યા છે કે, આખરે માલિની શર્મા મસ્ત લાઈફ જીવી રહી છે. પણ એની એજ હવે તેના ચહેરા પર દેખાઈ રહી છે. ફિલ્મી ગ્લેમર અને લાઈમલાઈટથી દૂર રહીને કામ કરી રહી છે. માલિની હાલમાં પુણે શહેરથી 2 કલાકના અંતરે આવેલા સહ્યાદ્રીની પહાડીઓમાં પોતાનું ઘર બનાવીને કુદરતની વચ્ચે જીવી રહી છે. એક્ટિંગ અને મોડલિંગની દુનિયાથી દૂર રહીને તેણે પોતાની લાઈફ કુદરત સાથે ક્નેક્ટ કરી દીધી છે.
તે ઓર્ગેનિક ખેતી કરી રહી છે, ફાર્મમાં ફળ અને શાકભાજીની ખેતી કરી રહી છે. આ પાકને લણીને તે આસપાસના લોકોને પણ વેચી રહી છે. અહીંયા ફરવા આવતા લોકોને સારી રીતે હોસ્ટ કરે છે. પોતે જ પોતાનું જમવાનું તૈયાર કરીને જમે છે.એક્ટ્રેસનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં તેને ઓળખી શકાય એમ નથી. હાલમાં તે પહેલા જેવી ગ્લેમરસ નથી. પણ શાંતિથી પોતાની લાઈફ જીવે છે. વાળ અવશ્ય સફેદ થયા છે પણ એનો સ્કિન ટોન હજું પણ એટલો જ બેસ્ટ છે અને નેચરલ છે.
બીજા લગ્ન કરી લીધા
માલિની શર્મા સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ છે. પણ કોઈ સેલિબ્રિટિ જેવું નામ નથી. ઘ સ્લો લોકલ નામથી તેનું એકાઉન્ટ છે. પોતાના સોશિયલ મીડિયા પર એક્ટ્રેસે પોતાનો વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયો તે પોતે જ બનાવે છે. આ વીડિયોમાં ખેતી, હરિયાળી તથા કુદરત સાથે જોડાયેલી વાતોની વાત કરવામાં આવી છે. વાવડ એવા પણ મળ્યા છે કે, એક સમયની એક્ટ્રેસે બીજા લગ્ન પણ કરી લીધા છે. આ જ એક વીડિયો પર એક યુઝરે કહ્યું કે, એમના પતિ મુસ્લિમ છે અને એ પણ તેનો મોટો ફેન છે.
જેના જવાબમાં એક્ટ્રેસે કહ્યું કે, એ પણ અડધી મુસ્લિમ છે કારણ કે તેણે એક પઠાણ સાથે લગ્ન કર્યા છે.પોતાના ફેન્સને એવું પણ જણાવ્યું હતું કે, પૂર્વ પતિ પ્રિયાંશુ ચેટર્જીના તે કોઈ જ રીતે સંપર્કમાં નથી. એક્ટ્રેસે પહેલા પ્રિયાંશું ચેટર્જી સાથે લગ્ન કર્યા હતા. પછીના કેટલાક વર્ષોમાં સંબંધમાં કડવાશ આવી જતા બન્ને એકબીજાથી છૂટા થઈ ગયા હતા. વર્ષ 2001માં તેઓ છૂટા પડી ગયા હતા. 'રાઝ' પછી થોડા સમય સુધી તે મુંબઈમાં હતી, પછી લાઈમલાઈટથી દૂર થયા બાદ તે પહાડી વિસ્તારમાં, જંગલના એરિયામાં વસવાટ કરી રહી છે.