મુંબઈઃ ફિલ્મમેકર રાજકુમાર સંતોષીએ પોતાની નવી ફિલ્મને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ પ્રોજેક્ટને લઈને રાજકુમારે કેટલીક મહત્ત્વની ચોખવટ કરી દીધી છે. આ નવા પ્રોજેક્ટમાં સલમાન ખાન છે અને અક્ષય-કુમાર તથા અજય દેવગન પણ છે. સલમાન ખાનને લઈને 32 વર્ષ પછી તે કોઈ કોમેડી ફિલ્મ બનાવી રહ્યા છે. 'ઘાયલ','દામિની' અને 'અંદાજ અપના અપના' જેવી ફિલ્મ બનાવનાર રાજકુમાર સંતોષી પરી કોઈ નવી કોમેડીનો ડોઝ લઈને આવી રહ્યા છે.
ખાસ મુલાકાતમાં કરી વાત
તાજેતરમાં એમની ફિલ્મ 'બટવારા 1947' રિલીઝ થઈ હતી. રાજકુમાર સંતોષીએ પોતાના એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે, તેઓ સલમાન ખાનને લઈને એક ફિલ્મ બનાવવા માગે છે. આ ફિલ્મ કોમેડી હશે અને સલમાન ખાનની એક અલગ કોમેડી જોવા મળશે. આ માટે સલમાન સાથે વાતચીત ચાલુ છે. વર્ષ 1994માં સલમાન ખાન સાથે તેમણે 'અદાજ અપના અપના' બનાવી હતી. આ ફિલ્મમાંથી પ્રેમનું પાત્ર એના પર ફિટ થયું છે. હવે 32 વર્ષ બાદ ફરી એકવાર સલમાન અને રાજકુમારની જોડી પ્રોજેક્ટ પર ઓનફ્લોર થવાની છે. રાજકુમારે કહ્યું કે, માત્ર સલમાન નહીં અજય દેવગન અને અક્ષય સાથે પણ વાત ચાલુ છે. બધુ ફાઈનલ થશે પછી પ્રોજેક્ટનું નામ અને ફિલ્મનું નામ જાહેર કરાશે. અજય સાથે મેં ચારથી પાંચ ફિલ્મો કરી છે. ઈન્ડસ્ટ્રી અને ઓડિયન્સ આ તમામ લોકોને એક એક્ટર તરીકે સ્વીકારે પણ છે.
નવા કલાકારોને ચાન્સ
મને તો દરેક કલાકાર સાથે કામ કરવાનો એક અનોખો અનુભવ રહ્યો છે. એ પછી સની દેઓલ હોય કે અજય દેવગન. આમીર અને સલમાન ખાનની ફિલ્મ અંદાજ અપના અપના 1994માં આવી હતી. જેના દરેક પાત્ર આજે વર્ષો બાદ પણ એટલા જ ચર્ચામાં છે. ખાસ કરીને ઈન્સ્પેક્ટર ભીડે, ટીકુ અને પરેશ રાવલના પાત્રો આજે પણ ચર્ચાય છે. એક આખી પેઢીની આ ફેવરીટ ફિલ્મ છે. આ ફિલ્મ હાલમાં જીયો હોટસ્ટાર અને એમેઝોન પ્રાઈમ પર છે. આ ફિલ્મે એ સમયે બોક્સઓફિસ પર 8 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. પણ નવી ફિલ્મને લઈને સ્ટારકાસ્ટ અંગે હજુ સુધી રાજકુમારે કોઈ ફોડ પાડ્યો નથી. બની શકે છે કે, કોઈ નવા કલાકારોને ચાન્સ મળી રહેશે