Wed Aug 26 2026

Logo

કૃતિ સેનનની રક્ષાબંધન એડ પર બબાલ! લોકોએ પૂછ્યું આવી રીતે તહેવાર કોણ મનાવે છે?

2026-08-25 13:37:00
Author: Mumbai Samachar Team
કૃતિ સેનનની રક્ષાબંધન એડ પર બબાલ! લોકોએ પૂછ્યું આવી રીતે તહેવાર કોણ મનાવે છે?

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ ક્રિતી સેનન પોતના બોલ્ડ અવતારને લઈને ચર્ચામાં છે. પણ એના કરતા વધારે હવે એક જાહેરાતના કારણે વિવાદમાં છે. એક નવી જ્વેલરીની એડમાં તેણે તો ડ્રેસ પહેર્યો છે એના કારણે તેના પર વિવાદ થયો છે. રક્ષાબંધનની થીમ પર ક્રિતી ઓન સ્ક્રિન પોતાના ભાઈને રાખડી બાંધી રહી છે. પણ એડમાં તેણે બ્રાલેટ આઉટફિટ પહેરીને વિવાદ ઊભો કર્યો છે. આના કારણે સોશિયલ મીડિયા પર લોકો એના પ્રત્યે ભડાશ કાઢી રહ્યા છે. અનેક એવા યુઝર્સનું એવું કહેવું છે કે, રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર આ પ્રકારનો ડ્રેસ યોગ્ય નથી. જ્યારે કેટલાક લોકો આ કર્મશિયલ છે એને લઈને સમર્થન કરી રહ્યા છે.

કર્મશિયલ એડ વખતે થયો વિવાદ
એક જ્વેલરી બ્રાંડની એડ દરમિયાન કૃતિએ બ્રાલેટ સ્ટાઈલ બ્લાઉસ પહેર્યું અને ડ્રેપ્ડ સ્કર્ટ પહેર્યું હતું. આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એના કપડા પર લોકો ગુસ્સે થયા છે. યુઝર્સનું એવું કહેવું છે કે,તહેવારને ધ્યાન લઈને કપડાં પહેરવા જોઈએ, વિવાદ દરમિયાન અનેક યુઝર્સે આ વિષયને ધર્મ સાથે જોડી દીધો હતો. લોકોએ એવો સવાલ કર્યો કે, ઈદ કે ક્રિસમસ જેવા ધાર્મિક તહેવારોની એડમાં આ પ્રકારના મોર્ડન લૂકને સ્વીકાર કરવામાં આવે છે ખરો? બીજા કેટલાક લોકોએ કહ્યું કે,  માત્ર હિન્દુઓના તહેવાર તથા પરંપરાઓને દેખાડતી વખતે આ પ્રકારની હરકત કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર લોકોએ આખા મુદ્દાને અસંવેદનશીલ મુદ્દો ગણાવીને પરંપરાનું અપમાન ગણાવી દીધું હતું. એક યુઝરે તો ત્યાં સુધી કહી દીધું કે, આ એડની સામે ક્રિતી પર કાયદાકીય પગલાં લેવાય એ પ્રકારનું એક્શન લેવાવું જોઈએ. 

લોકોએ કર્યા સવાલ
એક યુઝરે કહ્યું કે, આ એક કર્મશિયલ છે અને ક્રિતીના કપડાં કોઈ રીતે વાંધાજનક ન હતા. બીજાના આઉટફિટને જજ કરવાનું બંધ કરવું જોઈએ. આ પહેલા તે ફિલ્મ કોકટેલમાં તેના લૂકને લઈને ચર્ચામાં હતી. એ સમયે એના બિકિની અવતાર પર ફેન્સ દિલ ખોલીને કોમેન્ટ કરી રહ્યા હતા. આ વિવાદ પર હવે મિશ્ર પ્રતિક્રિયા આવી રહી છે. ફિલ્મ હિટ ગયા બાદ ક્રિતીને આ એડ મળી હોવાનું જાણવા મળ્યું છે. આ વીડિયોમાં કૃતિ સેનન રક્ષાબંધનનો તહેવાર ઉજવી રહી છે. જોકે, પૂજા થાળી  ક્યાંય દેખાતી નથી. આના પર ટિપ્પણી કરતા એક યુઝરે લખ્યું,  કૃતિ સેનન,  પૂજા થાળી ક્યાં છે? તમે તમારા ભાઈની સામે બ્રા કેમ પહેરી છે? શું આ રક્ષા બંધન છે?

કંગના રણૌતે વાંધો ઊઠાવ્યો

બોલિવૂડ એક્ટ્રેસ અને સાંસદ કંગના રણૌતે પોતાની વાત ઉમેરતા કહ્યું હતું કે, કેમ તમે તમારા ભાઈને બિકિની કે અંડરગાર્મેટ પહેરીને રાખડી બાંધી? આ એક અજીબ પ્રકારની એડ છે. જોકે માત્ર કંગના જ નહીં અનેક એવા લોકો આ એડ સામે વાંધો ઊઠાવી રહ્યા છે. ખાસ કરીને કંગનાના નિવેદન બાદ મામલો ગરમાયો છે.