Mon Oct 05 2026

Logo

અમદાવાદ 2008 બ્લાસ્ટ કેસના આરોપીની ફાંસીની સજા પર સુપ્રીમ કોર્ટની રોક

2026-10-01 15:48:01
Author: Chandrakant Kanoja
અમદાવાદ 2008 બ્લાસ્ટ કેસના આરોપીની ફાંસીની સજા પર સુપ્રીમ કોર્ટની રોક

નવી દિલ્હી: વર્ષ 2008ના અમદાવાદ બ્લાસ્ટ કેસમાં હાઇકોર્ટે આરોપી અહેમદ બાવાને ફાંસીની સજા ફટકારી હતી. જેની પણ સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. તેમજ સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના રેકોર્ડની માંગણી કરી છે. 

સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં 58 લોકોના મોત

અમદાવાદમાં વર્ષ 2008ના સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં 58 લોકોના મોત થયા હતા. સુપ્રીમ કોર્ટની બેન્ચે ઇન્ડિયન મુજાહિદ્દીનના આતંકી અહમદ બાવા ઉર્ફે
અબુ બકર બરલેવી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના સંદર્ભમાં ગુજરાત સરકારને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. બરલેવીએ ટ્રાયલ કોર્ટ દ્વારા તેમને ફટકારવામાં આવેલી ફાંસીની સજાને માન્ય રાખતા ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને પડકાર્યો છે. 

હાઇકોર્ટે ઈન્ડિયન મુજાહિદ્દીનના 38  સભ્યોને  ફાંસીની સજા યથાવત રાખી 

ગુજરાત હાઈકોર્ટે 7 જુલાઈના અમદાવાદ 2008 સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં 'ઈન્ડિયન મુજાહિદ્દીન'ના 38  સભ્યોને ફટકારવામાં આવેલી ફાંસીની સજાને યથાવત રાખી હતી. કોર્ટે તેમને મોટા પાયે જાનહાનિ સર્જવા, હુમલાનું કાવતરું રચવા અને આતંક ફેલાવવા બદલ દોષિત ઠેરવીને ફાંસીની સજા સંભળાવી હતી. 

11 દોષિતોને  આજીવન કેદની સજાને પણ યથાવત રાખી

હાઈકોર્ટે અન્ય 11 દોષિતોને ફટકારવામાં આવેલી આજીવન કેદની સજાને પણ યથાવત રાખી હતી. કોર્ટે જણાવ્યું હતું કે, સરકારી પક્ષે ગુજરાત અને કેરલમમાં આવેલા આતંકવાદી તાલીમ શિબિરોમાં તેમની ભૂમિકાઓ તેમજ કાવતરા માટે લોજિસ્ટિકલ સહાય પૂરી પાડવાની બાબત સાબિત કરી દીધી હતી.