Sat Sep 12 2026

Logo

રામમંદિર દાન ચોરી મુદ્દે સંતોની બેઠકમાં હંગામો, નિષ્પક્ષ તપાસની માંગ સાથે આંદોલનની જાહેરાત

2026-08-25 15:48:41
Author: Chandrakant Kanoja
રામમંદિર દાન ચોરી મુદ્દે સંતોની બેઠકમાં હંગામો, નિષ્પક્ષ તપાસની માંગ સાથે આંદોલનની જાહેરાત

અયોધ્યા:અયોધ્યામાં રામમંદિર દાન ચોરી મુદ્દે નિષ્પક્ષ તપાસની માંગ સાથે એક લાખ સંતો આંદોલન કરશે તેવી જાહેરાત કરવામાં આવી છે. જેમાં આજે  અયોધ્યામાં રામમંદિર દાન ચોરી મુદ્દે સંતોની બેઠકમાં હંગામો થયો હતો. જેમાં કોમ્પ્યુટર બાબા સહિતના સંતોએ બેઠક રોકવાનો આરોપ લગાવ્યો હતો.

અયોધ્યા પોલીસ અને ઇન્ટેલિજન્સ  કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા

આ અંગે મળતી માહિતી મુજબ  અયોધ્યા રામ મંદિર દાન ચોરી અંગે સંત સમાજ  ની એક બેઠક ચાલી રહી હતી. ત્યારે  અયોધ્યા પોલીસ અને ઇન્ટેલિજન્સ  કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. જેની બાદ  સંતોએ આરોપ લગાવ્યો હતો કે  તેમને બેઠક યોજતા અટકાવવામાં આવ્યા હતા. 

તેમજ મીડિયા કર્મચારીઓને સ્થળ પરથી દૂર કરવાને લઈને સંતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસ અને સ્થાનિક ગુપ્તચર એકમ (LIU) ના કર્મચારીઓની તૈનાતીએ સંતોના રોષને વધુ વેગ આપ્યો હતો. 

તપાસ  સીબીઆઈને સોંપવાની માંગ કરી 

જેમાં કોમ્પ્યુટર બાબાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં સાધુઓએ રામ મંદિરમાં દાન ચોરીની ઉચ્ચ સ્તરીય તપાસ  સીબીઆઈને સોંપવાની માંગ કરી હતી. તેમણે ચંપત રાય, ડૉ. અનિલ મિશ્રા અને ગોપાલ રાવ સામે કાર્યવાહીની માંગ કરી હતી. સંતોનો આરોપ છે કે એસઆઈટી તપાસમાં નાના આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ મુખ્ય વ્યક્તિઓ બાકાત રહ્યા છે. 

એક લાખ સંતો સાથે અયોધ્યા કૂચ કરશે

આ બેઠક બાદ  કોમ્પ્યુટર બાબાએ જણાવ્યું હતું કે સંત સમુદાય મંદિરના દાન ચોરી  અંગે નિષ્પક્ષ તપાસ અને દોષિતો સામે કાર્યવાહીની માંગણી સાથે એક મોટું આંદોલન શરૂ કરશે. તેમણે જાહેરાત કરી હતી કે, જો જરૂરી હોય તો તેઓ વિરોધ પ્રદર્શન કરવા માટે એક લાખ સંતો સાથે અયોધ્યા કૂચ કરશે.