Sun Sep 06 2026

Logo

દેશમાં પેકેજ્ડ ફૂડ અને સોફ્ટ ડ્રિંક્સ પર આરોગ્ય ચેતવણી સરકારનો યુ-ટર્ન, સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી

2026-08-25 16:48:51
Author: Chandrakant Kanoja
દેશમાં પેકેજ્ડ ફૂડ અને સોફ્ટ ડ્રિંક્સ પર આરોગ્ય ચેતવણી સરકારનો યુ-ટર્ન, સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી

નવી દિલ્હી: દેશમાં પેકેજ્ડ ફૂડથી લઈને સોફ્ટ ડ્રિંક્સ સુધીના ઉત્પાદનો પર આરોગ્ય સંબંધિત લેબલિંગ અંગે કંપનીઓના વિરોધ બાદ FSSAI દ્વારા પીછેહઠ કરવામાં આવી છે. જેની બાદ આ મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. તેમજ સુપ્રીમ કોર્ટે FSSAIને ફટકાર લગાવી હતી

FSSAI નિર્ણયને પડકારવામાં આવ્યો

આ કેસમાં  FSSAI નિર્ણયને પડકારવામાં આવ્યો છે. જેમાં દલીલ કરવામાં આવી  છે કે ગ્રાહકોને પેકેજ્ડ ખોરાકમાં ખાંડ, મીઠું અને ચરબીના ઉચ્ચ સ્તર અંગે સરળતાથી સમજી શકાય તેવી માહિતી મળવી જોઈએ.

ભારત તેમના નાગરિકોના આરોગ્ય માટે ગંભીર

આ અંગે સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી માસમા નિયામકને લેબલ અંગે વિચારણા કરવા જણાવ્યું હતું. જોકે, માર્ચ માસમાં ઉદ્યોગો સાથેની બેઠક બાદ FSSAIએ  ઓગષ્ટ માસમાં સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે આ અંગે નિયમ બનાવવા મુશ્કેલ છે. ત્યારે સુપ્રીમ કોર્ટે FSSAI ને ફટકાર લગાવી હતી. તેમજ કહ્યું કે વિશ્વને ખબર પડવી જોઇએ કે ભારત તેમના નાગરિકોના આરોગ્ય માટે ગંભીર છે. 

FSSAIએ પીછેહઠ કરી હતી 

આ પૂર્વે ભારતમાં પેકેજ્ડ ફૂડ અને સોફ્ટ ડ્રિંક્સ પર ખાંડ, મીઠું અને ચરબીના ઉચ્ચ સ્તર અંગે સ્પષ્ટ ચેતવણીઓ ફરજિયાત કરવાના પ્રયાસોને મોટો ફટકો પડ્યો હતો.જેમાં ખાદ્ય ઉદ્યોગના વિરોધને પગલે ભારતના ફૂડ સેફ્ટી રેગ્યુલેટર (FSSAI) એ પેકેજોના આગળના ભાગમાં રંગ-કોડેડ ચેતવણી લેબલ લગાવવાની યોજના અંગે  પીછેહઠ કરી છે.

ભારત અને યુકેમાં વેચાતી ફેન્ટાની તુલના કરવામાં આવી

આ અંગેના રિપોર્ટમાં ભારત અને યુકેમાં વેચાતી ફેન્ટાની તુલના કરવામાં આવી છે. યુકેમાં વેચાતા ફેન્ટાના એક કેનમાં લગભગ 63 કેલરી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે ભારતમાં વેચાતા તે જ બ્રાન્ડના પીણામાં લગભગ ત્રણ ગણી ખાંડ હોવાનો દાવો કરવામાં આવે છે.

ભારતમાં કૃત્રિમ રંગનો ઉપયોગ

આ ઉપરાંત  ભારતમાં કૃત્રિમ રંગનો ઉપયોગ થાય છે. યુરોપમાં ચોક્કસ ખાદ્ય ઉત્પાદનોમાં આવા રંગોની હાજરી માટે મુખ્ય આરોગ્ય ચેતવણીની જરૂર પડે છે, જ્યારે ભારતમાં આ માહિતી પેકેજની પાછળ નાના અક્ષરોમાં આપવામાં આવે છે. આ વિસંગતતા ભારતમાં પેકેજ્ડ ખોરાક અને પીણાં માટેના લેબલિંગ નિયમો અંગે ચાલી રહેલી ચર્ચાને વધુ તીવ્ર બનાવી છે.