Fri Apr 17 2026

Logo

સાયન બ્રિજ ફરી ડેડલાઈન ચૂકી જશે: ૧૫ જુલાઈ સુધીમાં કામ પૂર્ણ કરવાનો નિર્દેશ

2026-04-17 09:43:00
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સાયન રેલવે ઓવર બ્રિજ માટે પહેલો ગર્ડર લોન્ચ કરવામાં ૧૫ દિવસનો વિલંબ થયો હોવા છતાં પાલિકા કમિશનર અશ્ર્વિની ભીડેએ રેલવે અધિકારીઓને કામ ઝડપી બનાવવા અને ૩૧મેની સમયમર્યાદા પૂર્ણ કરવા જણાવ્યું છે. તેમણે પાલિકાના બ્રિજ ડિપાર્ટમેન્ટને ૧૫ જુલાઈ સુધીમાં કામ પૂર્ણ કરવા માટે રેલવે સાથે સંકલન કરવાનો નિર્દેશ આપ્યો છે.

ઑગસ્ટ ૨૦૨૪માં સાયન બ્રિજને વાહવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા બાદ તેને તોડી પાડવામાં આવ્યો હતો. ગુરુવારે કમિશનરે અધિકારીઓ ક્ધસ્ટ્રકશન સાઈટ પર ઈન્સ્પેકશન કર્યું હતું એ દરમ્યાન નોંધવામાં આવ્યું હતું કે સ્ટીલ ગર્ડર બેસાડવામાં ૧૫ દિવસનો વિલંબ થયો છે. શરૂઆતમાં આ કામ ૩૦ એપ્રિલ સુધી પૂણર્ર્ થવાનું હતું તે કામ હવે ૧૫ મે માટે ફરીથી શેડ્યુલ કરવામાં આવ્યું છે.

પહેલા ગર્ડરને બેસાડવામાં વિલંબ થયો હોવાથી કમિશનરે તમામ સંબંધિત કામ ઝડપી કરવાની અને  બંને ગર્ડર બેસાડવાનું કામ ૩૧ મે સુધીમાં પૂર્ણ કરવાની સૂચના આપી હતી. તેમ જ પાલિકાના બ્રિજ વિભાગ અને રેલવેને ૧૫ જુલાઈ સુધીમાં પુલના તમામ કામ પૂરા કરવા એકબીજા સાથે સંકલન કરવાની સૂચના આપી હતી.

ચુનાભટ્ટી સ્ટેશન પૂરમુક્ત થશે
હાર્બર લાઈનના ચૂનાભટ્ટી રેલવે સ્ટેશન પર ૨૦૨૪ની સાલમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા બાદ પાલિકાએ અમલમાં મૂકેલી ઉપાયયોજના બાદ ૧૯ ઑગસ્ટ, ૨૦૨૫ સિવાય એક પણ દિવસ ચોમાસામાં પાણી ભરાયા નથી. હાઈવે સોસાયટીના નીચાણવાળા વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીનો નિકાલ કરવા સોમૈયા નાળામાં કરવામાં આવે છે. તો રેલવે હદમાં ઊભી કરેલી વોટર સ્ટોરેજ ટેન્કમાં જમા થયેલા પાણીનો નિકાલ બાજુમાં રહેલા રહેજા પ્લોટની બાજુમાં વરસાદી પાણીની લાઈનમાં કરવામાં આવે છે. સાવચેતીના પગલારૂપે ચુનાભટ્ટી રેલવે સ્ટેશનની બાજુમાં કેન્દ્રીય શ્રમ મંત્રાલયની સંસ્થા છે, તેની હદમાંથી વરસાદી પાણીની પાઈપલાઈન નાખવાની મંજૂરી લેવા માટે આવશ્યક પગલા લેવાની સૂચના પણ કમિશનરે આપી હતી.