Sat Aug 29 2026

Logo

રાજકોટ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર એલર્ટ

2026-07-23 18:30:41
Author: Devayat Khatana
રાજકોટ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર એલર્ટ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ:
ગુજરાતમાં છેલ્લા દિવસોથી ચાંદીપુરા વાયરસે ચિંતા જગાવી છે. ત્યારે હવે રાજકોટ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો એક કેસ નોંધાતા તંત્ર સજજ બન્યું છે. આ અંગે જિલ્લા કલેકટર દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ છ શંકા શંકાસ્પદ કેસ નોંધાયા છે. આ સેમ્પલની તપાસ માટે મોકલવામાં આવ્યા બાદ ચારનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, જ્યારે એક સેમ્પલ પોઝિટિવ હોવાનું નોંધાયું હતું. 

તેમણે જણાવ્યું હતું કે હાલ એક સેમ્પલના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે, જ્યારે ત્રણ દર્દી સારવાર લઈ રહ્યા છે, જે પૈકી એક વેન્ટીલેટર પર છે અને બે સ્ટેબલ છે. ચાંદીપુરાનો પોઝિટિવ કેસ મધ્યપ્રદેશથી ગોંડલના પાંચિયાવદર ગામ ખેત મજૂરી માટે આવેલા પરિવારની 3 માસની બાળકીનો આવ્યો છે.  

ત્યારબાદ પાંચિયાવદરમાં 200 થી વધુ ઘરોમાં 10,000થી 1000થી વધુ આબાદીનો સર્વે કરવામાં આવ્યો હતો. હાલ ત્યાં જેટલા પણ શંકાસ્પદ કેસ છે, ત્યાં આરોગ્ય વિભાગની પાંચથી છ ટીમો દ્વારા ઇન્ડોર રેસિડ્યુઅલ સ્પ્રેઇંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. 

આગળ તેમણે જણાવ્યું હતું કે આગામી દસ દિવસ સુધી ટીમ દ્વારા મોનિટરીંગ કરવામાં આવશે અને જરૂર જણાય હોને હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવશે. તે ઉપરાંત સેન્ડ ફ્લાયને કેપ્ચર કરીને પણ ટેસ્ટિંગ માટે ગાંધીનગર ખાતે મોકલવામાં આવશે તેમ જણાવ્યું હતું.