જ્યોતિષશાસ્ત્રમાં સુખ, સંપત્તિ અને વૈભવના કારક ગણાતા શુક્ર 48 કલાક બાદ એટલે કે 26મી માર્ચ, 2026ના રોજ મેષ રાશિમાં ગોચર કરી રહ્યા છે. મેષ એ ગ્રહોના સેનાપતિ મંગળની રાશિ છે, અને શુક્રનું આ ગોચર મેષથી મીન રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયી રહેવાનું છે, પરંતુ કેટલીક એવી રાશિઓ છે કે જેમના માટે શુક્રનું આ ગોચર વિશેષ શુભ અને શુકનિયાળ સાબિત થઈ રહ્યું છે. પાંચ રાશિના જાતકો માટે શુક્રનું આ રાશિ પરિવર્તન ભાગ્યના દરવાજા ખોલનારું અને આર્થિક લાભ કરાવનારું સાબિત થવાનું છે. ચાલો જોઈએ કઈ છે પાંચ ભાગ્યશાળી રાશિઓ...
સિંહઃ
સિંહ રાશિના જાતકો માટે આ ગોચર કરિયરમાં નવી ઊંચાઈઓ લાવશે. નોકરી કરી રહેલાં જાતકોને આ સમયે કામના સ્થળે તમારા કામની પ્રશંસા થશે અને પ્રમોશનની તકો મળશે. લાંબા સમયથી અટકેલા કામો પૂરા થતા માનસિક શાંતિ મળશે અને ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે.
મિથુનઃ
મિથુન રાશિના જાતકો માટે શુક્રનું ગોચર અંગત જીવનમાં મધુરતા લાવશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સારા પરિણામો મળશે. અપરિણીત લોકોના સંબંધો લગ્ન સુધી પહોંચી શકે છે. પરિણીત યુગલો વચ્ચે નિકટતા વધશે. ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કુંવારા લોકોની મુલાકાત આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે થઈ શકે છે.
મીનઃ
પૈસાની બાબતમાં મીન રાશિના જાતકોને મોટી રાહત મળવાની છે. આ સમયે તમારા પૈસા જો કોઈ જગ્યાએ અટવાઈ ગયા હશો તો પૈસા પાછા મળી રહ્યા છે. પ્રોપર્ટી કે જમીન સંબંધિત સોદાઓમાં મોટો નફો થવાની પૂરેપૂરી સંભાવના છે. જીવનસાથી સાથે કોઈ જગ્યાએ ફરવા જવાની યોજના બનાવશો.
મકરઃ
મકર રાશિના જાતકો માટે શુક્ર ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થઈ રહ્યો છે. જો તમે નવું મકાન કે પછી લક્ઝરી કાર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તમારી આ યોજના પણ આ સમયે સફળ થઈ રહી છે. જમીન કે મિલકતને લગતા જૂના કોર્ટ-કચેરીના મામલાઓ તમારા પક્ષમાં ઉકેલાઈ શકે છે.
કર્કઃ
કર્ક રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ લાભદાયી રહેવાનો છે. બિઝનેસ કરી રહેલાં લોકો બિઝનેસની દ્રષ્ટિએ આ સમયગાળો અનુકૂળ રહેવાનો છે. આ સમયે વેપારીઓને મોટો આર્થિક નફો થશે અને સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. જે લોકો વિદેશમાં નોકરી કે અભ્યાસ માટે પ્રયત્ન કરી રહ્યા છે, તેમને ૨૬ માર્ચ પછી સારા સમાચાર મળી શકે છે.