Wed Apr 29 2026

Logo

‘જો અમે ન હોત તો તમે ફ્રેન્ચ બોલતા હોત!’ વ્હાઇટ હાઉસમાં કિંગ ચાર્લ્સે અમેરિકનોની ઉડાવી મજાક

Wasington D.C.   2026-04-29 11:45:00
Author: Savan Zalariya
Article Image

વોશિંગ્ટન ડી સી: યુનાઇટેડ કિંગડમના રાજા ચાર્લ્સ ત્રીજા યુનાઇટેડ સ્ટેટ્સની ચાર દિવસીય મુલાકાતે પહોંચ્યા છે, રાજા ચાર્લ્સસે મંગળવારે રાત્રે (સ્થાનિક સમય મુજબ) વ્હાઇટ હાઉસમાં સ્ટેટ ડીનરમાં હાજરી આપી હતી. આ દરમિયાન રાજા ચાર્લ્સે સંબોધન દરમિયાન અમેરિકન્સ અંગે મજાક કરી હતી. તેમણે કહ્યું હતું કે જો યુનાઇટેડ કિંગડમ ન હોત તો આજે અમેરિકનો "ફ્રેન્ચ બોલતા" હોત. 

રાજા ચાર્લ્સે સંબોધન દરમિયાન યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડનો ઉલ્લેખ કરતા કહ્યું."શ્રીમાન રાષ્ટ્રપતિ, તમે તાજેતરમાં ટિપ્પણી કરી હતી કે જો યુનાઇટેડ સ્ટેટ્સ ન હોત, તો યુરોપિયન દેશો જર્મન બોલતા હોત. હું એમ કહેવા ઈચ્છું છું, જો અમે ના હોત તો, તો તમે ફ્રેન્ચ બોલતા હોત."

રાજા ચાર્લ્સે કહ્યું, "અલબત્ત, બંને દેશોના લોકો આપણા ફ્રેન્ચ ભાઈઓને ખૂબ પ્રેમ કરીએ છીએ." 

શું છે મજાક પાછળનો ઈતિહાસ?
યુકે, ફ્રાંસ અને યુએસ ત્રણેય દેશો સાથે જોડાયેલા લાંબા ઈતિહાસ અંગે રાજા ચાર્લ્સે આ મજાક કરી હતી. યુએસ દેશ અસ્તિત્વમાં આવ્યો એ પહેલા ઉત્તર અમેરિકા ખંડના મોટા ભાગના પ્રદેશ પર ફ્રાન્સનો કબજો હતો, જેને "ન્યુ ફ્રાન્સ" તરીકે ઓળખવામાં આવતું હતું, જ્યારે કેટલાક પ્રદેશો પર બ્રિટનનો કબજો જતો.

અમેરિકાએ 1776 માં બ્રિટન પાસેથી સ્વતંત્રતા જાહેરાત કરી હતી, ત્યારે યુએસ સ્વાતંત્ર્ય સેનાને ફ્રાન્સનું લશ્કરી પીઠબળ મળ્યું હતું. બ્રિટને આ બળવાને દબાવવા પ્રયસો કર્યા, પણ ફ્રાન્સની મદદથી યુએસ સ્વાતંત્ર્ય સેના સતત આગળ વધતી રહી.

એ સમયે બે સામ્રાજ્યવાદી શક્તિઓ બ્રિટન અને ફ્રાંસ વચ્ચે દાયકાઓથી સંઘર્ષ ચાલી રહ્યો હતો, આખરે 1812માં ફ્રાંસ અને બ્રિટન વચ્ચે સીધું યુદ્ધ છેડાયું. આ સંઘર્ષ દરમિયાન જ બ્રિટિશ દળોએ વોશિંગ્ટન ડીસી પર કબજો કર્યો અને 1814 માં વ્હાઇટ હાઉસમાં આગ લગાવી દીધી.

નેપોલિયનના પતન બાદ ડિસેમ્બર 1814માં ઘેન્ટની સંધિમાં શાંતિની શરતો પર સંમતિ સધાઈ હતી, પરંતુ ફેબ્રુઆરી 1815ના રોજ યુનાઇટેડ સ્ટેટ્સ કોંગ્રેસ અને બ્રિટીશ પાર્લામેન્ટે શાંતિ સંધિને મંજુરી આપી હતી, ત્યારે યુદ્ધ સત્તાવાર  સમાપ્ત થયું હતું. સંધીમાં યુએસ સાથે ફ્રાન્સના વેપારીક સંબંધો પર પ્રતિબંધો મુકવામાં આવ્યા.

યુએસ પર વધુ એક મજાક:
બ્રિટના રાજા ચાર્લ્સે સ્ટેટ ડીનર દરમિયાન પોતાના ભાષણમાં આ પ્રકરણને બ્રિટનનો "રિયલ એસ્ટેટ રીડેવલોપમેન્ટસ" પ્રોજેક્ટ ગણાવ્યો. તેમણે ટ્રમ્પ દ્વારા વ્હાઇટ હાઉસના રીનોવેશન વિશે મજાક કરી.

ચાર્લ્સે કહ્યું, "શ્રીમાન રાષ્ટ્રપતિ, ઇસ્ટ વિંગમાં થયેલા રીનોવેશન પર મારું ધ્યાન ગયું. મને એ કહેતા દુઃખ થાય છે કે અમે બ્રિટિશ લોકોએ 1814 માં વ્હાઇટ હાઉસના રિયલ એસ્ટેટ રીડેવલોપમેન્ટસ માટે અમારા પોતાના પ્રયાસ કર્યા હતા.”

ત્યારબાદ ચાર્લ્સે યુકે અને યુએસ વચ્ચેના સ્થાયી ખાસ સંબંધોનાં વખાણ કર્યા.