Tue Jul 28 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ : 30 April 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-04-30 08:01:00
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-04-30 19:41:54

જબલપુરમાં મોટી દુર્ઘટના, ક્રૂઝ ડૂબ્યું

જબલપુરના બરગી ડેમમાં પર્યટકથી ભરેલ ક્રૂઝ ડૂબ્યું. ભારે પવન ફૂંકાતા નર્મદા નદીના બેકવોટરમાં મોટી દુર્ઘટના ઘટી. ચાર લોકોનાં મોત, જ્યારે અનેક લોકો ગુમ. પ્રશાસન દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરાઈ.

2026-04-30 19:40:48

ગુજરાત ટોસ જીત્યું, બેટિંગમાં આવી આરસીબી

ગુજરાત ટાઈટન્સ (GT) અને રોયલ ચેલેન્જર્સ (RCB) વચ્ચેની આજની મેચમાં ગુજરાતે ટોસ જીતીને બોલિંગ લીધી, જ્યારે બેટિંગમાં આરસીબી આવ્યું. આરસીબીએ આ વખતે પણ શાનદાર પ્રદર્શન કરતા રજત પાટીદારની ટીમે આઠ મેચમાં છ જીત મેળવી, જ્યારે ગુજરાત ટાઈટન્સએ ચાર મેચ જીત્યું છે. પહેલી ઓવરમાં બેંગલુરુએ બે ઓવરમાં 27 રન કર્યાં.

2026-04-30 19:10:14

લખનઊ એરપોર્ટ પર હોનારત ટળી

લખનઊ એરપોર્ટ પર ઉડાન ભર્યા પહેલા રનવે પર અચાનક વાનર આવી જવાને કારણે ઈન્ડિગો ફલાઈટના પાઈલટે ઈમરજન્સી બ્રેક લગાવતા સેંકડો પ્રવાસીનો બચી ગયો જીવ. પાઈલટની સૂઝબૂઝને કારણે મોટી હોનારત ટળી ગઈ.

2026-04-30 18:35:15

રાજકોટમાં લૂ લાગતા મનપાના કર્મચારીનું મોત

રાજકોટમાં લૂ લાગવાથી મનપાના કર્મચારીનું મોત થયું હતું. 54 વર્ષીય કલ્પેશ વ્યાસને બે દિવસ પહેલા ઝાડા-ઉલટી બાદ આજે બેભાન થઈ ગયા હતા. જે બાદ તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા.

2026-04-30 16:49:19

દિલ્હી-એનસીઆરમાં વરસાદ

દિલ્હી-એનસીઆરમાં પવન ફૂંકાયા પછી ગાઢ અંધારું છવાયું. ભરબપોરે હવામાનમાં આવ્યો પલટો. ભીષણ ગરમીમાં લોકોને મળી રાહત.

2026-04-30 14:42:13

રિયાન પરાગને પડ્યો ફટકો

રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગને ડ્રેસિંગ રુમમાં ઈ-સિગારેટ પીવાનું આખરે ભારે પડ્યું. પંજાબ સામેની મેચમાં રિયાન પરાગનો ઈ-સિગારેટ સ્મોક કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી બીસીસીઆઈએ મેચ ફીના 25 ટકાનો દંડ લગાવ્યો છે.

2026-04-30 12:41:13

ટ્રમ્પે ઈરાન સાથે વાતચીતની શરતો સ્પષ્ટ કરી

અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને ઓછો કરવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસો વચ્ચે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કડક વલણ અપનાવ્યું છે. તેમણે પાકિસ્તાનનો પ્રવાસ રદ કરતા ન માત્ર યાત્રા પર કટાક્ષ કર્યો, પરંતુ ઈરાન સાથેની વાતચીત માટે પોતાની શરતો પણ સ્પષ્ટ કરી દીધી છે. ટ્રમ્પે કટાક્ષ કરતા કહ્યું કે, અમેરિકા માત્ર કાગળના એક ટુકડાને જોવા માટે 18 કલાકની લાંબી યાત્રા કરીને પાકિસ્તાન નહીં જાય.

2026-04-30 10:54:29

પુણેના કોંઢવામાં ક્લોરિન ગેસ લીક

પુણેના કોંઢવામાં ક્લોરિન ગેસ લીક થયો હોવાની માહિતી મળી રહી છે. જેના કારણે 24 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

2026-04-30 08:18:49

ક્રૂડ ઓઈલની કિંમત 120 ડોલર પ્રતિ બેરલ પહોંચતા પેટ્રોલના ભાવ વધવાની શક્યતા


મિડિલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ક્રૂડ ઓઈલની કિંમત 120 ડોલર પ્રતિ બેરલને સ્પર્શી ગઈ છે. આ 4 વર્ષમાં સૌથી વધુ છે. તાજા આંકડા મુજબ બ્રન્ટ ક્રૂડની કિંમત લગભગ 119.76 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ છે. જે જૂન 2022 પછીનું સૌથી ઊંચું સ્તર છે. જેના કારણે ભારતમાં પેટ્રોલના ભાવમાં ભડકો થવાની શક્યા છે.

2026-04-30 08:03:16

અમેરિકાએ અત્યાર સુધી ઈરાન સામેના યુદ્ધમાં 25 અબજ ડોલર ખર્ચ્યા

ઈરાન-અમેરિકા યુદ્ધ ક્યારે પૂરું થશે તેની કોઈ ખબર નથી. આ દરમિયાન સામે આવેલા એક રિપોર્ટ પ્રમાણે, ઈરાન સામેના યુદ્ધમાં અત્યાર સુધીમાં અમેરિકા 25 અબજ ડોલર ખર્ચ કરી ચૂક્યું છે. જો યુદ્ધ વધુ લંબાશે તો રકમ પણ ઘણી મોટી થઈ શકે છે.