Thu Sep 03 2026

Logo

શિરડી સાંઈબાબા સંસ્થાનનો મોટો નિર્ણય: આત્મહત્યા કરનાર ખેડૂતોના બાળકોને મળશે મફત શિક્ષણ અને રહેવાની સુવિધા

2026-05-07 20:44:59
Author: Mumbai Samachar Team
શિરડી સાંઈબાબા સંસ્થાનનો મોટો નિર્ણય: આત્મહત્યા કરનાર ખેડૂતોના બાળકોને મળશે મફત શિક્ષણ અને રહેવાની સુવિધા

મુંબઈઃ શિરડી સાંઈબાબા સંસ્થાને ખેડૂતની આત્મહત્યાથી બરબાદ થયેલા પરિવારોના બાળકોના શિક્ષણ અંગે એક સરાહનીય નિર્ણય લીધો છે. આ બાળકોનું શિક્ષણ અધૂરું ન રહે તેના માટે સાંઈબાબા સંસ્થા આગળ આવી છે. આ યોજના હેઠળ, આવા વિદ્યાર્થીઓને મફત રહેવાની અને શિક્ષણની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.

દસમા ધોરણમાં 80 ટકાથી વધુ ગુણ મેળવનારા વિદ્યાર્થીઓને 11મા અને 12મા ધોરણ માટે મફત શિક્ષણ આપવામાં આવશે. એટલું જ નહીં, સાંઈબાબા સંસ્થાન સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મહત્વપૂર્ણ સીઇટી ની ફી પણ ચૂકવશે. 

સંસ્થાએ ભવિષ્યમાં NEET અને JEE જેવી રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓ માટે મફત માર્ગદર્શન અને સુવિધાઓ પૂરી પાડવાની તૈયારી પણ દર્શાવી છે. આ માહિતી સાંઈબાબા સંસ્થાનના સીઈઓ ગોરક્ષ ગાડિલકરે આપી હતી.