કોરોના બાદ દુનિયા સામે હન્ટાવાયરસનું નવું જોખમ ઉભું થયું છે, પશ્ચિમ આફ્રિકા પાસે એટલાન્ટીક મહાસાગરમાં આવેલા ટાપુ દેશ કેપ વર્દે પર લાંગરવામાં આવેલા એમવી હોન્ડિયસ ક્રુઝ પરના મુસાફરોમાં હન્ટાવાયરસ ફાટી નીકળતા ખળભળાટ મચી ગયો છે. મેડિકલ ઇવેક્યુએશન ટીમોએ સંપૂર્ણ હેઝમેટ ગિયરમાં હન્ટાવાયરસ દર્દીઓને સ્થાનાંતરિત કર્યા છે.
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વિડિઓઝ અને ફોટોઝમાં જોવા મળે છે કે મેડીકલ ઓફિસર્સ રેસ્પિરેટર, ગાઉન અને ફેસ શિલ્ડ પહેરીને સ્ટ્રેચર પર દર્દીઓને એર એમ્બ્યુલન્સમાં લઈ જઈ રહ્યા છે. શિફોલ એરપોર્ટ પરના કેટલાક ફોટોગ્રાફ્સમાં દર્દીઓને પ્રોટેકટીવ શૂટમાં એર એમ્બ્યુલન્સમાં ખસેડતા જોવા મળે છે.દર્દીઓને નેધરલેન્ડ અને જર્મનીની સ્પેશીયલ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. ગંભીર લક્ષણો દેખાતા જહાજના ડૉક્ટર અને બે ક્રૂ મેમ્બર્સને જહાજમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.
Three suspected #hantavirus case patients have just been evacuated from the ship and are on their way to receive medical care in the Netherlands in coordination with @WHO, the ship’s operator and national authorities from Cabo Verde, the United Kingdom, Spain and the Netherlands.… pic.twitter.com/olQBk6tdGk
— Tedros Adhanom Ghebreyesus (@DrTedros) May 6, 2026
હેલ્થ ઈમરજન્સી લાગુ થઇ શકે છે:
અહેવાલ મુજબ ડચ-ફ્લેગ વાળા જહાજ પર મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સહીત લગભગ 150 થી વધુ લોકો સવાર છે, ત્રણ મુસાફરોના મૃત્યુ થઈ ચુક્યા છે. ઓછામાં ઓછા આઠ લોકોને વાયરસનો ચેપ લાગ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO) એ જણાવ્યું કે જહાજ પર ફાટી નીકળેલો એન્ડીઝ સ્ટ્રેન મનુષ્ય થી મનુષ્યમાં ફેલાતો હન્ટાવાયરસનો એક માત્ર સ્ટ્રેન છે. આ સ્ટ્રેન ફેલાય તો ઇન્ટરનેશનલ હેલ્થ ઈમરજન્સી લાગુ થઇ શકે છે.
Three passengers with symptoms of hantavirus were evacuated from the MV Hondius cruise ship where an outbreak of the disease has killed three people and sickened five others since April 11. pic.twitter.com/uYzDFYOxBL
— Kigali City News (@williamkalinda6) May 7, 2026
ઇન્ટરનેશનલ ઓફિસર્સ હન્ટાવાયરસનાં એન્ડીઝ સ્ટ્રેનના પ્રકોપને ફેલાતો રોકવા માટે તમામ પ્રયસો કરી રહ્યા છે. એમવી હોન્ડિયસ ક્રુઝ જહાજ કેપ વર્દેથી રવાના થઇ ચુક્યું છે અને સ્પેનના કેનેરી ટાપુઓ તરફ આગળ વધી રહ્યું છે.
યુરોપ, દક્ષિણ આફ્રિકા અને આર્જેન્ટિનાના મેડીકલ ઓફિસર્સ કોન્ટેક્ટ ટ્રેસિંગ, ક્વોરેન્ટાઇન પ્લાનિંગ અને લેબ ટેસ્ટીંગ હાથ ધરી રહ્યા છે. એમવી હોન્ડિયસ ક્રુઝ જહાજ પર વાયરસની ટ્રાન્સમિશન ચેઇન હજુ અસ્પષ્ટ છે