Thu May 07 2026

Logo

ભિવંડીમાં દેશનો પ્રથમ 'ઓલ વેધર સબ-વે' તૈયાર થશે

2026-05-07 21:52:27
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: દરરોજ હજારો મુસાફરો સમય બચાવવા માટે શોર્ટકટનો ઉપયોગ કરતા જોવા મળે છે. જોકે, થોડી ક્ષણની આ ઉતાવળ ક્યારેક જીવલેણ સાબિત થતી હોય છે. ચોમાસા દરમિયાન આ સમસ્યા વધે છે. હવે રેલવે વહીવટીતંત્રે આ સમસ્યાનો કાયમી અને સલામત ઉકેલ શોધવા માટે અલગ પગલું ભર્યું છે.

મુંબઈમાં રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે થતા અકસ્માતો રોકવા માટે રેલવે વહીવટીતંત્રે એક નવી યોજના બનાવી છે. ટ્રેક નીચે એક સુરક્ષિત સબવે બનાવવામાં આવી રહ્યો છે. ખાસ વાત એ છે કે દેશનો પ્રથમ ઓલ-વેધર સબવે ભિવંડી વિસ્તારમાં બનાવવામાં આવી રહ્યો છે અને ચોમાસા પહેલા તેને પૂર્ણ કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

હાલમાં ઘણા રેલવે સ્ટેશનો પર ફૂટ ઓવરબ્રિજ છે. આ પુલ પાટાથી લગભગ સાતથી આઠ મીટરની ઊંચાઈએ બનાવવામાં આવ્યા છે. પરંતુ ઘણા મુસાફરો આ પુલ પર ચઢવાને બદલે પાટા ક્રોસ કરતા હોવાથી દર વર્ષે મોટી સંખ્યામાં અકસ્માત થાય છે.

આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રેલ્વે વહીવટીતંત્રે હવે પાટા નીચે લગભગ ચાર મીટરની ઊંડાઈએ ભૂગર્ભ માર્ગ બનાવવાનો નિર્ણય લીધો છે. આ માર્ગને કારણે મુસાફરોને એક બાજુથી બીજી બાજુ સુરક્ષિત રીતે જવા મળશે.

વરસાદની ઋતુ દરમિયાન ઘણા સબવેમાં પાણી ભરાઈ જવું અને અંધારું થવું જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. નવા સબવે સબવે સંપૂર્ણપણે વોટરપ્રૂફ હશે. સબવેના કનેક્ટિંગ ભાગોમાં રબર ગાસ્કેટ મુકવામાં આવશે. આને કારણે, પાણી સબવેની અંદર નહીં આવી શકે.