Mon Aug 31 2026

Logo

મહારાષ્ટ્રમાં આવતીકાલે SSCનું પરિણામ જાહેર થશે, કઈ રીતે જોશો રિઝલ્ટ

2026-05-07 21:07:31
Author: Vipul Vaidya
મહારાષ્ટ્રમાં આવતીકાલે SSCનું પરિણામ જાહેર થશે, કઈ રીતે જોશો રિઝલ્ટ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મહારાષ્ટ્ર એસએસસી બોર્ડનું ધોરણ 10નું પરિણામ મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (MSBSHSE) દ્વારા આવતીકાલે આઠમી મે, બપોરે 1 વાગ્યે એસએસસી એટલે કે ધોરણ 10નું 2026નું પરિણામ જાહેર કરશે. જાહેરાત થયા પછી, વિદ્યાર્થીઓ  mahahsscboard.in પર સત્તાવાર વેબસાઇટ્સ દ્વારા તેમના પરિણામો ચકાસી અને ડાઉનલોડ કરી શકશે.

છેલ્લા અનેક વર્ષોમાં પહેલી વખત આટલું વહેલું એસએસસીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. 

મહારાષ્ટ્ર જજઈનું પરિણામ 2026 જોવા માટે, વિદ્યાર્થીઓએ તેમના માતાના પહેલાના નામ સાથે તેમનો રોલ નંબર અથવા સીટ નંબર દાખલ કરવો પડશે.

સત્તાવાર વેબસાઇટ્સ ઉપરાંત, વિદ્યાર્થીઓ ડિજિટલોકર અને SMS સેવાઓ દ્વારા તેમની ડિજિટલ માર્કશીટ પણ ઍક્સેસ કરી શકશે.

માર્કશીટ કેવી રીતે ડાઉનલોડ કરવી 
વિદ્યાર્થીઓ ઓનલાઈન તેમના પરિણામો જોવા માટે આ પગલાં અનુસરી શકે છે:
mahahsscboard.in પર સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો

  • હોમપેજ પર ઉપલબ્ધ એસએસસી પરિણામ 2026 લિંક પર ક્લિક કરો
  • રોલ નંબર અથવા સીટ નંબર દાખલ કરો
  • માતાનું લગ્ન પહેલાનું નામ દાખલ કરો
  • વિગતો સબમિટ કરો
  • પરિણામ સ્ક્રીન પર દેખાશે
  • ભવિષ્યના સંદર્ભ માટે માર્કશીટ ડાઉનલોડ કરો અને પ્રિન્ટ કરો

પાછલા વર્ષોના મહારાષ્ટ્ર એસએસસીના પરિણામો

ગયા વર્ષે, મહારાષ્ટ્ર એસએસસીના પરિણામો 13 મેના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. કુલ 16,10,908 વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે નોંધણી કરાવી હતી, જેમાંથી 15,98,553 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 14,87,399 પાસ થયા હતા. કુલ પાસ ટકાવારી 93.04 ટકા હતી.
2024માં, ધોરણ 10ના પરિણામો 27મી મેના રોજ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં કુલ પાસ ટકાવારી 95.81 ટકા હતી. 

2023માં મહારાષ્ટ્ર એસએસસીનાં પરિણામો બીજી જૂનના રોજ જાહેર કરવામાં આવ્યા હતા અને તેમાં કુલ પાસ થવાની ટકાવારી 93.83 ટકા નોંધાઈ હતી.