Sun Oct 04 2026

Logo

ટોચના ટેનિસ ખેલાડીઓએ ફ્રેન્ચ ઓપનની ઈનામી રકમની ટીકા કરી

paris   2026-05-04 19:10:39
Author: વિપુલ વૈદ્ય
ટોચના ટેનિસ ખેલાડીઓએ ફ્રેન્ચ ઓપનની ઈનામી રકમની ટીકા કરી

પેરિસ: ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ આયોજકો સાથેના વિવાદ વચ્ચે, જેનિક સિનર, આર્યના સબાલેન્કા અને કોકો ગૌફ સહિતના અગ્રણી ખેલાડીઓના જૂથે ફ્રેન્ચ ઓપન (રોલેન્ડ ગેરોસ)માં ઈનામી રકમના સ્તર પર ‘તેમની ઊંડી નિરાશા’ વ્યક્ત કરી હતી. ક્લે-કોર્ટની ગ્રાં-સ્લેમ ઇવેન્ટ આ મહિનાના અંતે પેરિસમાં શરૂ થશે. ખેલાડીઓએ કહ્યું કે તેમની અન્ય માગણીઓ પણ છે જેને અધિકારીઓ દ્વારા સંબોધવામાં આવી નથી, જેમાં વધુ સારું પ્રતિનિધિત્વ, આરોગ્ય અને પેન્શનનો સમાવેશ થાય છે.

ખેલાડીઓની નારાજી ગયા મહિને ફ્રેન્ચ ઓપનના આયોજકોએ રોલેન્ડ ગેરોસની ઈનામી રકમમાં 61.7 મિલિયન યુરો (72.1 મિલિયન)ની કુલ ઈનામી રકમમાં  લગભગ 10 ટકાનો વધારો કરવાની જાહેરાત કર્યા પછી આવ્યો હતો, જેમાં કુલ રકમ ગયા વર્ષ કરતા 5.3 મિલિયન યુરો વધી છે.‘રોલેન્ડ ગેરોસ ટુર્નામેન્ટની આવકમાં ખેલાડીઓનો હિસ્સો 2024માં 15.5 ટકાથી ઘટીને 2026માં 14.9 ટકા થવાનો અંદાજ છે, એમ ખેલાડીઓના જૂથે સોમવારે એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું. 

24 મેના રોજ રોલેન્ડ ગેરોસ ખાતે રમત શરૂ થશે. પુરુષો અને મહિલા સિંગલ્સ ચેમ્પિયનને 2.8 મિલિયન યુરો અને રનર્સ-અપને 1.4 મિલિયન યુરો મળશે. સેમિફાઇનલમાં વિજેતાઓને 750,000 યુરો અને પ્રથમ રાઉન્ડમાં હારનારને 87,000 યુરો મળશે. પુરુષો અને મહિલા ડબલ્સના વિજેતાઓને 600,000 યુરો અને મિશ્ર ડબલ્સના ચેમ્પિયનને 122,000 યુરો મળશે.પરંતુ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ‘મૂળભૂત આંકડાઓ ખૂબ જ અલગ વાર્તા કહે છે,’ અને દાવો કરવામાં આવ્યો છે કે ખેલાડીઓને તેઓ જે મૂલ્ય ઉત્પન્ન કરવામાં ફાળો આપે છે તેનો ઘટતો હિસ્સો મળે છે.

રોલેન્ડ ગેરોસે 2025માં 395 મિલિયન યુરોની આવક મેળવી હતી, જે વાર્ષિક ધોરણે 14 ટકાનો વધારો દર્શાવે છે, છતાં ઇનામની રકમમાં માત્ર 5.4 ટકાનો વધારો થયો છે, જેનાથી ખેલાડીઓનો આવકનો હિસ્સો 14.3 ટકા થયો છે, એમ તેમણે જણાવ્યું હતું. આ વર્ષની ટુર્નામેન્ટ માટે અંદાજિત 400 મિલિયન યુરોથી વધુની આવક સાથે, આવકના ટકાવારી તરીકે ઇનામ રકમ હજુ પણ 15 ટકા કરતા ઓછી હોવાની શક્યતા છે,
ફ્રેન્ચ ઓપનના આયોજકોએ ટિપ્પણી માટેની વિનંતીનો તાત્કાલિક જવાબ આપ્યો ન હતો.(એપી)