Thu May 07 2026

Logo

ચીનમાં ભ્રષ્ટાચાર મામલે પૂર્વ રક્ષામંત્રીઓને મોતની સજા: સંપત્તિ પણ જપ્ત

Beijing   2026-05-07 19:56:34
Author: Mumbai Samachar Team
Article Image

બેઈજિંગઃ ભ્રષ્ટાચારમાં સામેલ પૂર્વ રક્ષામંત્રીઓને મોતની સજા ફટકારવામાં આવી છે. આ કિસ્સો પાડોશી રાષ્ટ્ર ચીનમાં બન્યો છે. ચીનના સરકારી મીડિયાના રિપોર્ટ અનુસાર, રક્ષા મંત્રી વેઈ ફેંહગે અને લી શાંગફૂને બે વર્ષના જેલવાસ સાથે મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. આનો અર્થ એ થયો કે,બે વર્ષ બાદ એમની મોતની સજા આજીવન કારાવાસમાં ફેરવાશે.ખાસવાત એ છે કે, આ કેસમાં પેરોલ કે સજામાં ઘટાડાની કોઈ જોગવાઈ કામ નહીં કરે.

સંપત્તિ પણ જપ્ત કરી લેવાઈ
લાંચના કેસમાં આ બન્ને મંત્રીઓ ગુનેગાર સાબિત થયા હતા.બન્નેની વ્યક્તિગત સંપત્તિઓ પણ જપ્ત કરી લેવામાં આવી છે. ચીનમાં કેટલાક મોટા પદે રહેલા અધિકારીઓને જે તે પદમાંથી હટાવી દેવામાં આવ્યા બાદ આ જાહેરાત કરવામાં આવી હતી.ચીનમાં ભ્રષ્ટાચાર સામે ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.આ બન્ને કોમ્યુનિસ્ટ નેતા શી જિનપિંગની સાથે કામ કરી રહ્યા હતા.વર્ષ 2018-2023માં વેઈએ રક્ષામંત્રી તરીકે કામ કર્યું હતું.માર્ચ 2023માં એમના સ્થાને લી ની નિયુક્તિ કરવામાં આવી. લીનો કાર્યકાળ રક્ષામંત્રી તરીકે વેઈ કરતા ઘણો નાનો રહ્યો છે. ઑક્ટોબર 2023માં એમને પદ પરથી દૂર કરાયા બાદ તે સાર્વજનિક જીવનમાં અચાનક ગાયબ થઈ ગયા હતા. 

Defense Minister Wei Fenghe and Li Shangfu

પાર્ટીમાંથી પણ કાઢી મૂકાયા
આ પછી એમના પર અનેક પ્રકારની વાતો વહેતી થઈ હતી. બન્નેને લાંચ લેવાના કેસમાં દોષિત જાહેર કરવામાં આવ્યા હતા.લીને લાંચ લેવાના કેસમાં દોષિત જાહેર કરાયા જ્યારે વેઈ લાંચના કેશમાં સામેલ હતા. જિનપિંગની દેખરેખમાં આ બન્નેને કામ સોંપવામાં આવતા હતા. બન્ને જિનપિંગની દેખરેખમાં કામ પણ કરતા હતા. વર્ષ 2024માં સત્તાધારી કોમ્યુનીસ્ટ પાર્ટીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.વે તો રાષ્ટ્રપતિ શીની અધ્યક્ષતા વાળા કેન્દ્રીય સૈન્ય આયોગના પૂર્વ સભ્ય પણ રહ્યા હતા. બન્ને નેતાઓએ પિપલ્સ લિબરેશન આર્મીના મહત્ત્વના રોકેટ ફોર્સની કમાન સંભાળી હતી. આ ફોર્સ 2015માં સૈન્યના કેટલાક સુધારા માટે તૈયાર કરવામાં આવી હતી. 

ફોર્સમાં પણ ચહલપહલ મચી
લી ને રક્ષા વિભાગનામાં સૌથી મોટા પદ માટે ખુદ શીએ પસંદ કર્યા હતા.લીને પદમાંથી દૂર કર્યા બાદ ફોર્સમાં રહેલા કેટલાક મોટા અધિકારીઓને પણ દૂર કરી દેવામાં આવ્યા હતા. એમના પ ભ્રષ્ટાચારના આરોપ સાબિત થઈ ગયા હતા. દસ અધિકારીઓને દૂર કરી દેવાતા સૈન્યમાં પણ ચહલપહલ શરૂ થઈ ગઈ હતી. રાષ્ટ્રપતિ જિનપિંગે સત્તા સંભાળ્યા બાદ ભ્રષ્ટાચાર અંતર્ગત આશરે દસ લાખ કર્મચારી અધિકારીઓને સજા ફટકરાવામાં આવી છે. એન્ટિ કરપ્શન ડ્રાઈવ અંતર્ગત શરૂ કરેલું અભિયાન સૈન્ય સુધી લંબાવી દેવાયું હતું. કેટલાક નિષ્ણાંતોનું એવું પણ કહેવું છે કે, કેટલાક રાજકીય વિરોધીઓને દૂર કરવા માટે પણ આ અભિયાનનો ઉપયોગ કરાયો છે.