કલ્યાણ-ડોંબિવલી-ભિવંડીના રહેવાસીઓ માટે ફાયદાની વાત, મુસાફરીનો સમય 50 ટકા સુધી બચશે અને કનેક્ટિવિટી વધશે
મુંબઈઃ મુંબઈ મેટ્રોપોલિટન ક્ષેત્રમાં આવતા મેટ્રોલાઈન પાંચના કોરિડોરને લંબાવવામાં આવશે, જેમાં પહેલા તબક્કાને CMRSના નિરીક્ષણની મંજૂરી મળી ગઈ છે. આ પ્રોજેક્ટથી પ્રવાસીઓનો મુસાફરીનો 40થી 50 ટકા જેટલો સમય બચશે, જેમાં થાણે, ભિવંડી, કલ્યાણ, ઉલ્હાસનગર અને ડોંબિવલીના પ્રવાસીઓને પરિવહનની ડાયરેક્ટ કનેક્ટિવિટી મળશે. પ્રસ્તાવિત પ્રોજેક્ટના પહેલા તબક્કાનું કામ આ વર્ષના અંતમાં શરૂ થઈ જશે, જ્યારે તેનો કુલ ખર્ચ લગભગ 18,130 કરોડ જેટલો થશે.
મુંબઈ મેટ્રો પોલિટન રિજન (MMR) દ્વારા મેટ્રો લાઈન 5ના કોરિડોરનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે, જે રોજિંદા મુસાફરી કરનારા પ્રવાસીઓ માટે ફાયદાકારક નીવડશે. આ મેટ્રો લાઈન 34.21 કિલોમીટર વચ્ચે ચાલશે, જે થાણે, ભિવંડી, કલ્યાણ, ઉલ્હાસનગર અને ડોંબિવલી વચ્ચે ચાલશે.
બીજી તરફ ફેજ 1 પ્રોજેક્ટની કામગીરી CMRS (કમિશનર ઓફ રેલવે કમિશનર)ના નિરીક્ષણ હેઠળ રેલવેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. અગાઉ લાઈન 5 ફક્ત 22.38 કિમી જેટલી હતી, પણ હવે લાઈન 5A કોરિડોરનું અંતર 11.83 જેટલું વધારવામાં આવતા કુલ અંતર 34.21 કિમી જેટલું વધ્યું છે.
મેટ્રો લાઈન 5ના કોરિડોરને વિસ્તારવામાં કુલ 18,130 કરોડ જેટલો ખર્ચ થશે. પહેલા તબક્કાનું કામકાજ આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થઇ જશે. પહેલા તબક્કાનું કામકાજ પૂરું થવાથી પણ પરિવહન માટે પ્રવાસીઓને ફાયદો થશે.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે મેટ્રો લાઈન 5એ મુંબઈ મેટ્રોપોલિટન ક્ષેત્ર માટે જટિલ છે, તેમાંય ભિવંડી અને કલ્યાણ-ડોંબિવલીના આર્થિક સ્તરે ખૂબ જ મહત્વના ક્ષેત્રો છે. જોકે, આ કોરિડોર આ બંને વિકાસકર્તા ક્ષેત્રો સબર્બન રેલવે અને હાઈ-વે સાથે જોડવામાં આવશે, જેનાથી લખો પ્રવાસીઓને ઝડપી, સુરક્ષિત મુસાફરી કરવાની તક મળશે. અમને આશા છે કે ફેઝ 1 પણ આ વર્ષના અંત સુધીમાં લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે.
નાયબ પ્રધાન એકનાથ શિંદે કહ્યું હતું કે મેટ્રો લાઈન 5એ MMRનો સૌથી લાંબો કોરિડોર બનશે, જે કલ્યાણ, ભિવંડી, થાણે અને ઉલ્હાસનગરના પ્રવાસીઓને પરિવહન માટે લાભકારી નીવડશે. ભિવંડી સમગ્ર એશિયાનું ટેક્સટાઇલ અને વખાર માટેનું હબ છે. એ જ રીતે કલ્યાણ-ડોંબિવલી પણ 35 લાખ જેટલી વસ્તી ધરાવે છે, જેનાથી લાખો કામદારો, વેપારીઓ અને નાગરિકોને ઝડપી પરિવહન સરળતાથી મળશે અને અર્થવ્યવસ્થા સુધરો થશે.
મેટ્રો લાઈન 5 રહેઠાણ, ઉદ્યોગ અને વાણિજ્યના હબ એવા ભિવંડી, થાણે, કલ્યાણ, ઉલ્હાસનગર અને ડોંબિવલી જેવા વિસ્તારોનું જોડાણ સરળ બનાવશે. પહેલા તબક્કામાં MMRનો સૌથી વિશાળ પ્રોજેક્ટ છે. આ કોરિડોર મેટ્રો લાઈન 5 દ્વારા પરિવહન વધશે. મિનિટોમાં થતું પરિવહન પ્રવાસીઓ માટે ખૂબ લાભદાયી બનશે.
રૂટનો લંબાવવમાં આવેલો વિસ્તાર
. ફેઝ 1: થાણેથી ધામણકર નાકા
. લંબાઈ: 11.9 કિમી
. સ્ટેશન: 6
. સ્ટેશનના નામ: બાલખુમ, કશેલી, કાલ્હેર, પૂર્ણા, અંજુરફાટા, ધામણકર નાકા
. અંદાજિત ખર્ચ: 6,741 કરોડ
. બીજો તબક્કોઃ ધામણકર નાકાથી દુર્ઘડી
. લંબાઈઃ 10.48 કિલોમીટર
. સ્ટેશનઃ છ (પાંચ અંડરગ્રાઉન્ડ, પાંચ એલિવેટેડ)
. સ્ટેશનના નામઃ ભિવંડી (અંડરગ્રાઉન્ડ), ટેમઘર, રાજનોલી, ગોવગાંવ, કોનગાંવ, કોનગાંવ પશ્ચિમ
. અંદાજિત ખર્ચઃ રુ. 7,326 કરોડ