Tue Sep 08 2026

Logo

સારા ખાને બકરી ઈદ પર લોકોને આપ્યો જોરદાર મેસેજઃ દિલ સાફ રાખો...

2026-05-28 19:48:52
Author: Mumbai Samachar Team
સારા ખાને બકરી ઈદ પર લોકોને આપ્યો જોરદાર મેસેજઃ દિલ સાફ રાખો...

મુંબઈઃ જાણીતી ટીવી એક્ટ્રેસ સારા ખાને બકરી ઈદના અવસર પર પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક સરસ મેસેજ લખીને પોસ્ટ કર્યો હતો. આ મેસેજમાં તેમણે લોકોને એક સારી અપીલ કરી હતી.આ પોસ્ટ સાથે તેમણે લોકોને કહ્યું કે જરૂરિયાત હોય એવા લોકોની મદદ કરીને પણ તહેવાર મનાવી શકાય છે. બકરી ઈદના તહેવાર સારાએ પહેલા સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. એ પછી સારાએ આ તહેવારને લઈને એક સ્પિરિચ્યુઅલ મેસેજ શેર કર્યો હતો. સારા જાનવરોની બલિના વિરોધમાં છે. સારાનું એવું માનવું છે કે, ઈદ માત્ર જશ્ન અથવા રીત-રિવાજોને લઈને નથી પણ ઈમાનદારી, દયા અને સમર્પણને લઈને પણ મોટો તહેવાર છે. માત્ર સેલિબ્રેશન, કપડાં અને ફૂડ અવા રિવાજને લઈને ઈદ નથી. 

નિષ્ઠાવાન ઈરાદાની સમયાંતરે પરીક્ષા થાય

મોહમ્મદ પયગંબર ઇબ્રાહિમની વાર્તા આપણને અલ્લાહમાં સંપૂર્ણ વિશ્વાસ રાખવાનું, શુદ્ધ ઇરાદાઓ અને હૃદયની પવિત્રતા જાળવવાનું અને અલ્લાહની માટે આપણી સૌથી પ્રિય સંપત્તિનું બલિદાન આપવાની હિંમત રાખવાનું શીખવે છે. અલ્લાહને માંસ કે લોહીની કોઈ જરૂર નથી. તેના બદલે, તે આપણા આદર (તકવા), આપણી કરુણા અને તેના આદેશોનું પાલન કરવાની જરૂર છે. ઈશ્વર સમયાંતરે આપણા નિષ્ઠાવાન ઇરાદાની કસોટી કરે છે.



સારાએ લોકોની અપીલ કરતા કહ્યું કે, લોકો ઈદના દિવસે ત્યાગ અને સમર્પણ ઉપર ધ્યાન આપવાના બદલે આ તહેવાર પર દયા અને ઉદારતા દાખવે. આ બન્ને તત્ત્વો સાથે ઈદ મનાવે. ઈદ કુર્બાનીનો અર્થ દયા, દાન, કૃતજ્ઞતા અને જરૂરિયાત ધરાવતા લોકો સાથે વસ્તુઓ શેર કરવી એ પણ થાય છે. આ તહેવાર પર ભૂખ્યાઓને જમાડવા, આશરા વગરના લોકોને આશરો આપીને મદદ કરી શકાય છે. 

દિલ સાફ રાખીને પણ સેલિબ્રેશન કરી શકાય

શાંત અને સારા માણસ બનવાની ઈચ્છા સાથે પણ ઈદ મનાવી શકાય છે.  ઈગોનો ત્યાગ કરીને સાફ દિલ રાખીએ એ પણ ઈદનું સેલિબ્રેશન છે. એમની આ અપીલને લોકોનો સાથ-સહકાર મળી રહ્યો છે. ઘણા ફેન્સે એમને ઈદની શુભેચ્છાઓ પાઠવી છે. 



અભિનેત્રીએ ગયા વર્ષે અન્ય ધર્મમાં લગ્ન કરીને લાઈમલાઈટ લૂંટી હતી. કૃષ પાઠક સાથે હિન્દુ અને મુસ્લિમ રીત રિવાજ સાથે ફેરા ફરીને લગ્ન કર્યા હતા. 'સપના બાબુલ કા' નામની ટીવી સિરિયલથી તેમણે સ્ક્રિન પર એન્ટ્રી કરી હતી. એ પછી તે બિગબોસ-4માં જોવા મળી હતી.