Tue Sep 15 2026

Logo

રણવીર સિંહની નવી ફિલ્મને નહીં લાગે પ્રતિબંધનુ 'ગ્રહણ', ઓગસ્ટ મહિનામાં શરૂ કરશે શુટિંગ પ્રોજેક્ટ

2026-05-28 17:21:45
Author: Mumbai Samachar Team
રણવીર સિંહની નવી ફિલ્મને નહીં લાગે પ્રતિબંધનુ 'ગ્રહણ', ઓગસ્ટ મહિનામાં શરૂ કરશે શુટિંગ પ્રોજેક્ટ

મુંબઈઃ છેલ્લા કેટલાક દિવસથી રણવીર સિંહનું નામ બોલિવૂડની દુનિયામાં ખૂબ ચર્ચામાં છે. ફિલ્મ 'ડોન-3' કરવાનો ઈન્કાર કરી દેતા મેકર્સને નુકસાન થયું હોવાની વાત સામે કાયદાકીય એક્શન લેવામાં આવે એવો તખ્તો ઘડાઈ રહ્યો છે. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પોય (FWICE)એ રણવીર સિંહની સામે નોન-કોઑપરેશનનો આદેશ કર્યો છે. આનો અર્થ એ થયો કે, FWICEના સભ્ય, 5 લાખ કલાકારો અને ટેક્નિશિયનમાંથી કોઈ એ ફિલ્મ પર કામ નહીં કરે જેમાં રણવીર સિંહ હશે. એવામાં હવે સવાલ એ થાય છે કે, રણવીર સિંહની આવનારી ફિલ્મ પર પ્રતિબંધના આદેશની અસર થશે કે નહીં? પણ રણવીર સિંહના ફેન્સને ચિંતા કરવાની જરૂર નથી.

'પ્રલય' ફિલ્મનું શુટિંગ શરૂ થશે

રણવીર સિંહની નવી ફિલ્મ પ્રલય ફિલ્મનું શુટિંગ આગળ વધશે. આ ફિલ્મનું શૂટ એના નક્કી કરેલા સમય પ્રમાણે આગળ વધશે.આ એક ઝોંબી થ્રિલર ફિલ્મ છે. હંસલ મહેતાની ફિલ્મ 'પ્રલય'માં રણવીર સિંહ લીડ રોલ પ્લે કરી રહ્યો છે. ફેડરેશનના આદેશ બાદ આ ફિલ્મ પર અને સમગ્ર શુટિંગ પ્રોજેક્ટ પર સંકટ તોળાઈ રહ્યું હતું પણ સૂત્રોમાંથી વિગત એવી મળી રહી છે કે, આ ફિલ્મના પ્રોજેક્ટ એના નક્કી કરેલા સમય પ્રમાણે આગળ વધી રહ્યા છે. આ ફિલ્મમાં રણવીર સિંહનો એક નવો અવતાર જોવા મળશે. સૂત્રોએ ત્યાં સુધી જણાવ્યું હતું કે, બધુ નક્કી કરેલા ટાઈમટેબલ અનુસાર થઈ રહ્યું છે. ફેડરેશનના આદેશથી આ ફિલ્મને ખાસ કોઈ અસર થશે નહીં

આ ફિલ્મનું શુટિંગ ઓગસ્ટ મહિનાથી શરૂ થશે. આ માટે ફિલ્મની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે, જોકે ફિલ્મને લઈને મેકર્સે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. મેકર્સે શુટિંગના શેડ્યુલને લઈ સાર્વજનિક સ્તર પર કોઈ વાત ફિક્સ કહી નથી. રણવીર સિંહને લઈને ચાલી રહેલા વિવાદને લઈ મેકર્સે કોઈ સત્તાવાર સ્ટેટમેન્ટ જાહેર કર્યું નથી. હિન્દી સિનેમાની આ એક સૌથી અલગ ફિલ્મ રહેશે. આ ફિલ્મમાં સારા એવા વીએફએક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફિલ્મને હંસલ મહેતાના પુત્ર જય મહેતા ડાયરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મને લઈને તે ક્યા વિષયથી શરૂઆત કરે છે એના પર સૌની નજર રહેલી છે.'પ્રલય' ફિલ્મ સાથે રણવીર સિંહ કેવું પર્ફોમ કરશે એ હવે જોવાનું છે.