Thu Nov 19 2026

Logo

નારાયણ સાંઈએ હાઇકોર્ટમાં વચગાળાના જામીન માંગ્યા, ૨૭ નવેમ્બરના રોજ સુનાવણી

2026-11-03 17:05:35
Author: Chandrakant Kanoja
નારાયણ સાંઈએ હાઇકોર્ટમાં વચગાળાના જામીન માંગ્યા, ૨૭ નવેમ્બરના રોજ સુનાવણી

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટેમાં નારાયણ સાંઈ દ્વારા બીમાર માતાને મળવા માટે વચગાળાની જામીન માંગતી અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં હાઇકોર્ટે રાજ્ય સરકારને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે. તેમજ કેસની સુનાવણી કરતી ખંડપીઠ દ્વારા વધુ સુનાવણી ૨૭ નવેમ્બરના રોજ હાથ ધરાશે.  

અરજીની વહેલી સુનાવણીની માંગ કરી હતી

જોકે, સુનાવણી દરમિયાન નારાયણ  સાંઈના વકીલે માતાની તબિયત અને પોતે અનેક બીમારીઓથી પીડાતો હોવાનો ઉલ્લેખ કરીને અરજીની વહેલી સુનાવણીની માંગ કરી હતી. ખંડપીઠે રાજ્ય સરકારને નોટિસ આપીને સ્થિતિ અહેવાલ રજૂ કરવા કહ્યું.

નારાયણ સાંઇ ડિસેમ્બર 2013થી જેલમાં

હાઇકોર્ટમાં નારાયણ સાંઇએ  સુરતની સેશન્સ કોર્ટના 2019ના ચુકાદા સામેની અપીલ સાથે આ અરજી કરી હતી. સેશન્સ કોર્ટે 30 એપ્રિલ, 2019ના રોજ તેને દુષ્કર્મ સહિતના ગુનાઓમાં દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી. તેમજ ડિસેમ્બર 2013થી જેલમાં છે. હાલની અરજીમાં તેણે માતાને મળવા માટે વચગાળાની જામીન માગી છે. આ અપીલમાં દોષિત ઠરાવ અને સજાને પડકારવામાં આવ્યા છે.

સુપ્રીમ કોર્ટે સજા સ્થગિત કરવાનો ઇનકાર કર્યો હતો

આ પૂર્વે મે મહિનામાં હાઈકોર્ટની બીજી ખંડપીઠે સાંઈની આજીવન સજા સ્થગિત કરવાની અરજી ફગાવી હતી.ઓગસ્ટમાં સુપ્રીમ કોર્ટે સજા સ્થગિત કરવાનો ઇનકાર કર્યો હતો અને ગુજરાત હાઈકોર્ટને મુખ્ય અપીલનો ત્રણ મહિનામાં નિકાલ કરવા જણાવ્યું હતું.