નવી દિલ્હીઃ પાટનગર દિલ્હી-એનસીઆર અને ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં સાંજ પછી અચાનક વાતાવરણમાં પલટો આવ્યા છે, જ્યારે અનેક રાજ્યને આંધી-તોફાનને લઈ એલર્ટ કરવામાં આવ્યા છે. દિલ્હી સહિત અનેક શહેરોમાં વરસાદનું આગમન થયું છે, જેનાથી સ્થાનિકોએ પણ હવામાનમાં થયેલા પલટાની નોંધ લીધી છે. વાતાવરણમાં અચાનક આવેલા પલટા અને વરસાદને કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે, જ્યારે ગરમીથી પણ મુક્તિ મળી છે.
ભારતીય હવામાન વિભાગની કચેરી દ્વારા જાહેર કરવામાં આવેલા એક રાષ્ટ્રીય રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, પંજાબ, દિલ્હી, ચંડીગઢ, દિલ્હી-NCR અને પશ્ચિમ ઉત્તર પ્રદેશા જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે. ગાજવીજ અને ભારે પવનના જોર સાથે વરસાદની શરૂઆત થશે. આ કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળશે.30 મે સુધી વાતાવરણમાં ચોમાસું માહોલ અનુભવાશે. એ પછી વિધિવત રીતે ચોમાસું શરૂ થશે.
કલાકના 70 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાશે
વિભાગના હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ઉત્તર પાકિસ્તાન પર બની રહેલા વેસ્ટર્ન ડિસ્ટબન્સ તથા દેશમાં વહેતા પવનો એકસાથે ફૂંકાતા એક સિસ્ટમ એક્ટિવ થઈ છે, જે હરિયાણા અને રાજસ્થાનના બોર્ડર વિસ્તારમાં વરસાદ પાડી શકે છે. ગાજવીજ સાથે વરસાદ થતા ભારે પવન ફૂંકાશે. આ કારણે તાપમાનમાં ઘટાડો થશે અને વાતાવરણમાં ઠંડક થશે. 70 કિમી/કલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. ખાસ દિલ્હી-NCR, રાજસ્થાન અને હરિયાણા રાજ્યના બોર્ડરના વિસ્તારો માટે એલર્ટ આપવામાં આવ્યું છે. નવી દિલ્હીના બાકીના વિસ્તારમાં 70થી 80 કિમી/ કલાકની ગતિથી પવન ફૂંકાતા ધુળની ડમરી જોવા મળી શકે છે. આની સીધી અસર જનજીવન પર થશે.
Heat relief is here.. Intense storms lashing Gurgaon and other parts of Delhi NCR right now ⚡️
— Weatherman Navdeep Dahiya (@navdeepdahiya55) May 28, 2026
Rains with varied intensity will continue atleast till 12am.
This marks the beginning of prolonged spell of rains and storms that will continue until first week of June.#DelhiRains pic.twitter.com/Re3tjZqs4c
નૌતપાની આગાહીને હવા નીકળી ગઈ
દિલ્હી-NCRમાં ગુરૂવાર સાંજે વાતાવરણમાં પલટો આવ્યો છે, જ્યારે પંજાબ-હરિયાણાના અનેક વિસ્તારમાં વરસાદ પડી શકે છે. ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં ભારે પવનનું જોર વર્તાશે જ્યારે ચંડીગઢમાં વાતાવરણ પલટાય એ શક્યતા વધારે છે. હવામાન વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર સમગ્ર દિલ્હીમાં ધૂળની ડમરી ઊડી શકે છે. આ કારણે વિઝિબિલિટીમાં પણ ફેરફાર થઈ શકે છે. વૃક્ષો જમીનદોસ્ત થાય એટલી ગતિ સાથે પવન ફૂંકાઈ શકે છે. પાકિસ્તાન પર સક્રિય થયેલી સિસ્ટમ એક નેચરલ સિસ્ટમ છે જે ઉનાળામાં ભારે પવન સાથે એક્ટિવ થાય છે જ્યારે શિયાળુ સિઝનમાં હિમવર્ષા માટે જવાબદાર બને છે. નૌતપાની ગરમીની અહેવાલ વચ્ચે અચાનક આવેલા વરસાદને આગાહીની હવા કાઢી નાખી છે.
એલર્ટ આપવામાં આવશે
આ પ્રાથમિક અનુમાન છે, એકવાર સિસ્ટમ સક્રિય થયા બાદ સ્થિતિ ગંભીર થઈ તો એલર્ટ આપવામાં આવી શકે છે. જેની શરૂઆત દિલ્હી સિટીથી થશે. 30 મે સુધી આ સિસ્ટમ સક્રિય રહેશે. એ પછી એનું જોર ઘટી જશે.એ પછી થોડા સમય માટે હવામાન સ્વચ્છ રહેશે અને પછી વિધિવત રીતે ચોમાસું બેસી જશે.
છેલ્લા 20 દિવસથી ગરમીનો માર સહન કરી રહેલા રાજધાનીના નાગરિકો માટે આ તબક્કો રાહતનો રહેશે તાપમાન નીચું ઊતરતા રાત્રીનો સમય પણ ઠંડક અને ભેજવાળો રહી શકે છે. સતત વાદળછાયા વાતાવરણ વચ્ચે સવારના સમયે ઠંડક વર્તાશે જ્યારે બપોરે ફરી અકળાવી નાંખે એવો બફારો થશે. પણ સાંજનો સમય ઠંડી હવાથી શરૂ થતા રાત્રીના સમયનું તાપમાન પણ નીચું આવી શકે છે.