Thu May 28 2026

Logo

OMG, જેઠાલાલના જાદુ સામે ફિક્કી પડી ગઈ ધૂરંધર રણવીર સિંહની ચમક...

2026-05-28 20:59:18
Author: Darshana Visaria
Article Image

ભારતીય ટેલિવિઝન ઈતિહાસના સૌથી લોકપ્રિય અને સદબહાર કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તેનો ક્રેઝ ક્યારેય ઓછો થઈ શકે નહીં. જે શોને આપણે સામાન્ય રીતે ટીવી પર જ સુપરહિટ માનતા હતા, તેણે હવે ઓટીટી પ્લેટફોર્મ પર પણ નવો રેકોર્ડ બનાવીને ધમાકો કર્યો છે. એક રિપોર્ટમાં સામે આવેલી માહિતી અનુસાર તારક મહેતાના શોએ બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહની મોસ્ટ અવેટેડ અને સુપરહિટ ફિલ્મ ‘ધુરંધર’ને પણ વ્યુઝની રેસમાં પાછળ છોડી દીધી છે. 

છેલ્લાં 18 વર્ષથી ટીવી સ્ક્રીન પર દર્શકોને પેટ પકડીને હસાવતો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો સોની લિવ એપ પર પણ ધૂમ મચાવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર, ઈન્ડિયન ઓટીટી સ્પેસમાં સૌથી વધુ જોવાયેલા ટોપ-10 શો અને ફિલ્મોની યાદી જાહેર કરવામાં આવી છે અને આ યાદી જોઈને તમે પણ ચોંકી ઉઠશો.

‘ધુરંધર’ ચોથા નંબરે ફેંકાઈ, તારક મહેતાએ મારી બાજી

જો આ લિસ્ટમાંથી લાઇવ સ્પોર્ટ્સ એટલે કે આઇપીએલ (IPL)ને એકબાજુ રાખવામાં આવે, તો સામાન્ય શિરીયલ અને ફિલ્મોની કેટેગરીમાં તારક મહેતાનો શો આખા દેશમાં નંબર વન બની ગયો છે-
⦁    આઈપીએલ: ક્રિકેટનો મહાકુંભ ગણાતી આઈપીએલ 184.7 મિલિયન વ્યુઝ સાથે લિસ્ટમાં પહેલા નંબરે છે.
⦁    તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા: જ્યારે બીજા સ્થાને 4.2 મિલિયન વ્યુઝ સાથે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો આવે છે.
⦁    લાફ્ટર શેફ સીઝન 3: 3.9 મિલિયન વ્યુઝ સાથે ત્રીજું સ્થાન મેળવ્યું છે.
⦁    ધુરંધર: રણવીર સિંહની આ બિગ બજેટ ફિલ્મને 3.6 મિલિયન વ્યુઝ મળ્યા છે અને તે ચોથા સ્થાને રહી ગઈ છે.

ટીવી પર 18 વર્ષ અને ઓટીટી પર પણ બાદશાહત કાયમ

વર્ષ 2008માં શરૂ થયેલો આ શો આજે 2026માં પોતાના સફળ 18 વર્ષ પૂરા કરી ચૂક્યો છે. આટલા લાંબા સમય પછી પણ બાળકોથી લઈને વડીલો સુધી દરેક વર્ગ આ શોના જૂના અને નવા એપિસોડ્સ ઓટીટી પર વારંવાર જોવાનું પસંદ કરે છે. રણવીર સિંહ જેવા મોટા સ્ટારની નવી રિલિઝ થયેલી ફિલ્મને એક જૂના ટીવી શોએ વ્યુઝની બાબતમાં હરાવી દીધી, તે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્યો છે.