મુંબઈઃ મધ્ય રેલવે સ્ટેશનના પુનર્વિકાસ પ્રોજેક્ટના ભાગરૂપે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)ના પ્લેટફોર્મ 16 અને 17 પર ચાલી રહેલા ટ્રાફિક અને પાવર બ્લોકને 13 જૂન, 2026 સુધી લંબાવ્યો છે.
એક સત્તાવાર નિવેદન મુજબ રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (આરએલડીએ) દ્વારા પુનઃવિકાસનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. રેલ્વે અધિકારીઓએ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત પ્લેટફોર્મ પર પાયાના કામ અને અન્ય માળખાકીય કામો પૂર્ણ કરવા માટે બ્લોક જરૂરી છે.
આ બ્લોક 1 ફેબ્રુઆરી, 2026 ના રોજ શરૂ થયો હતો અને શરૂઆતમાં 26 એપ્રિલ સુધી ચાલુ રહેવાનો હતો. બાદમાં તેને 19 મે સુધી લંબાવવામાં આવ્યો હતો અને હવે તેને 13 જૂન સુધી લંબાવવામાં આવ્યો છે. ચાલુ કામકાજને કારણે ઘણી મેઇલ અને એક્સપ્રેસ ટ્રેનો સીએસએમટીને બદલે દાદર અને થાણે સુધી ટુંકાવવામાં આવશે.
રેલવે દ્વારા મુસાફરોને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. મુસાફરોને મુસાફરી કરતા પહેલા ટ્રેનનું સમયપત્રક તપાસવાની અને અગાઉથી યોગ્ય વ્યવસ્થા કરવાની અપીલ કરી છે.
13 જૂન, 2026 સુધી નીચેની ટ્રેનો દાદર રેલ્વે સ્ટેશન સુધી ટુંકાવવામાં આવી છે:
- ટ્રેન નં. 12112 અમરાવતી - સીએસએમટી એક્સપ્રેસ
- ટ્રેન નં. 11002 બલ્લારશાહ - સીએસએમટી નંદીગ્રામ એક્સપ્રેસ
- ટ્રેન નં. 12810 હાવડા - સીએસએમટી એક્સપ્રેસ
- ટ્રેન નં. 11020 ભુવનેશ્વર - સીએસએમટી કોણાર્ક એક્સપ્રેસ
- ટ્રેન નં. 22144 બિદર - સીએસએમટી એક્સપ્રેસ
- ટ્રેન નં. 22108 લાતુર - સીએસએમટી એક્સપ્રેસ
- ટ્રેન નં. 22120 મડગાંવ - સીએસએમટી તેજસ એક્સપ્રેસ
નીચેની ટ્રેન થાણે સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે:
- ટ્રેન નં. 12134 મેંગલુરુ - સીએસએમટી એક્સપ્રેસ