Thu Jul 23 2026

Logo

કોમનવેલ્થ ગેમ્સમાં ઓલિમ્પિયન પ્રણતિ નાયક સહિત 8 જિમ્નાસ્ટની ભારતીય ટીમ ભાગ લેશે

2026-07-23 11:44:00
Author: Mayur Patel
Article Image

ગ્લાસગોઃ  ભારતનું કોમનવેલ્થ અભિયાન આજથી શરૂ થશે. કોમનવેલ્થ ગેમ્સમાં ઓલિમ્પિયન પ્રણતિ નાયક સહિત 8 જિમ્નાસ્ટની ભારતીય ટીમ ભાગ લેશે. કોમનવેલ્થ ગેમ્સમાં ઓલિમ્પિયન પ્રણતિ નાયક સહિત નિષ્કા અગ્રવાલ, એશિતા સુનીલ રેવાલે, પ્રતિષ્ઠા સામંતા, તપન મોહંતી, તાપેશ્વરનાથ દાસ, કૈથેરી પુથલથ સ્વાથિશ તથા સત્યજિત મંડલની ટીમ ભાગ લશે.

ઓરિસ્સા એએમ/એનએસ ઈન્ડિયા જિમ્નાસ્ટિક્સ હાઇ પર્ફોર્મન્સ સેન્ટર (ઓરિસ્સા એએમ/એનએસ જીએચપીસી)ના ત્રણ એથ્લેટ્સ સ્કોટલેન્ડના ગ્લાસગોમાં 23 જુલાઇ – 02 ઓગસ્ટ, 2026 દરમિયાન યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતનું પ્રતિનિધિત્ત્વ કરશે. આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સ કેટેગરીમાં આઠ એથ્લેટ્સમાંથી ત્રણ એથ્લેટ્સ – તપન મોહંતી, તપેશ્વરનાથ દાસ અને ઓલમ્પિયન પ્રણતિ નાયક ઓરિસ્સા એએમ/એનએસ જીએચપીસીનો હિસ્સો છે.

તપન મોહંતી અને તપેશ્વરનાથ દાસ મેન્સ આર્ટિસ્ટિક જિમ્નેસ્ટિક્સ (એમએજી) કેટેગરીમાં ભારતની પુરુષની ટીમનો ભાગ છે. ઓલમ્પિયન પ્રણતિ નાયક વિમેન્સ આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સ (ડબ્લ્યુએજી) કેટેગરીમાં ભારતની મહિલા ટીમનો ભાગ છે. આ સિદ્ધિ ઓરિસ્સા એએમ/એનએસ જીએચપીસી ખાતે એથ્લેટ્સનું સમર્પણ અને સખત મહેનત, તેમ જ વિશ્વકક્ષાની તાલીમ અને સર્વાંગી વિકાસ પર પ્રકાશ પાડે છે, જે ભારતમાં યુવા પ્રતિભાને પોષવા અને ભારતમાં જિમ્નાસ્ટિક્સને આગળ વધરાવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.

તપન મોહંતી, તપેશ્વરનાથ દાસ અને ઓલમ્પિયન પ્રણતિ નાયક ઓરિસ્સા એએમ/એનએસ જીએચપીસીમાં પ્રાપ્ત કરેલી તાલિમની શ્રેષ્ઠતા, શિસ્ત અને સ્થિસ્થાપકતાનું ઉદાહરણ આપે છે. તેમની સિદ્ધિ ઓરિસ્સામાં અમે નિર્માણ કરેલી વિશ્વકક્ષાની તાલિમ અને સર્વાંગી વિકાસ ઇકોસિસ્ટમને પ્રતિબિંબિત કરે છે. એએમ/એનએસ ઈન્ડિયાના પક્ષે, હું તેમને હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને વૈશ્વિક મંચ પર તેમની પ્રતિભાને પ્રદર્શિત કરવા માટે તેમને શુભેચ્છાઓ પાઠવું છું.

ઓરિસ્સા એએમ/એનએસ જીએચપીસીના એથ્લેટ્સ વિવિધ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય મંચો જેવા કે ઇન્ટરનેશનલ કોન્ટિનેન્ટલ કપ 2026, લિસ્બન, આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સ એશિયન ચેમ્પિયનશીપ 2025, તુર્કીના અન્તાલ્યામાં એફઆઇજી વર્લ્ડ કપ 2025, આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સ નેશનલ ચેમ્પિયનશીપ્સ 2026-2026 વગેરેમાં ખ્યાતિ પ્રાપ્ત કરી રહ્યા છે.