Thu Sep 03 2026

Logo

અમદાવાદના નવા વાડજ સર્કલ ખાતે ભવ્ય ભારત માતા સ્કલ્પચરનું શાહના હસ્તે અનાવરણ થયું

2026-05-28 22:54:14
Author: Mumbai Samachar Team
અમદાવાદના નવા વાડજ સર્કલ ખાતે ભવ્ય ભારત માતા સ્કલ્પચરનું શાહના હસ્તે અનાવરણ થયું

અમદાવાદઃ મહાનગર અમદાવાદના નવા વાડજ સર્કલ પાસે ₹50 લાખના ખર્ચે નિર્માણ પામેલા 5000 કિલોગ્રામ વજન અને 15 ફૂટ ઊંચાઈ ધરાવતી ભવ્ય 'ભારત માતા'ની પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ બ્રોન્ઝ પ્રતિમાનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વરદહસ્તે કરવામાં આવ્યું હતું.આ સ્કલ્પચર નગરજનોની દેશભક્તિના પ્રતીક તરીકે સ્થાપિત કરવામાં આવ્યું છે.આને અમદાવાદનું સૌથી મોટું ભારત માતાનું સ્ક્લ્પચર માનવામાં આવે છે. આ મૂર્તિનો વજન 3500 કિલો છે.સ્કલ્પચર 6 મહિનામાં તૈયાર કરવામાં આવ્યું છે. 

અનેક મંત્રીઓની હાજરીમાં અનાવરણ



નવા વાડજ સર્કલ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરાયેલ 'ભારત માતા સ્કલ્પચર'નું અનાવરણ કરાયું હતું. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ભારત માતા સ્કલ્પચરનું અનાવરણ કરી નમન કર્યા હતા. ઉપસ્થિત સૌએ ભારત માતાના જયઘોષનો નારો લગાવ્યો હતો.સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પશ્રિમ ઝોનના નવા વાડજ સર્કલ પાસે અંદાજિત 18 ફૂટ ઊંચાઈનું 'ભારત માતા સ્કલ્પચર'નું નિર્માણ કરાયું છે.આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી દર્શના વાઘેલા, શહેરના મેયર હિતેશ બારોટ, ડેપ્યુટી મેયર અંજુ શાહ,સ્થાનિક સંસદસભ્યઓ તથા ધારાસભ્યઓ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ સહિતના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.