મુંબઈ: બોલીવુડની જાણીતી અભિનેત્રી આલિયા ભટ્ટ ટૂંક સમયમાં જ ફિલ્મ 'આલ્ફા'માં જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર જબરદસ્ત છે, જ્યારે તેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં આલિયાએ જોરદાર એકશન સિક્વન્સ ભજવ્યા છે. જોકે, સૌથી મહત્ત્વની વાત એ છે કે આલિયા ભટ્ટે એક ઈન્ટરવ્યૂમાં ચોંકાવનારી વાતો કરી હતી, જેમાં તેણે કહ્યું હતું કે હું પોતે નસીબદાર હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ આલિયાએ પોતાના સંઘર્ષો વિશે પણ દિલ ખોલીને વાતચીત કરી હતી.
આલિયા ભટ્ટ ફિલ્મજગતના જાણીતા એક સફળ ફિલ્મી પરિવારમાંથી આવે છે. પ્રખ્યાત દિગ્દર્શક મહેશ ભટ્ટની દીકરી હોવાને કારણે તેને વારંવાર નેપો કિડ્સ તરીકે બોલાવવામાં આવે છે, જ્યારે ટ્રોલ પણ કરવામાં આવે છે. વધુમાં તેની કારકિર્દીની શરૂઆતથી જ તેને બોલીવુડના શ્રેષ્ઠ ફિલ્મ નિર્માતાઓમાંના એક કરણ જોહરનો સાથ અને માર્ગદર્શન પણ મળ્યું છે. આલિયાની પ્રથમ ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર'થી શરુઆત કરી ત્યાર પછી અનેક સફળ ફિલ્મો આપી, પરંતુ મોટા ભાગના લોકોનું માનવું છે કે તે ફિલ્મી પરિવારની હોવાથી તેને તરત જ ફિલ્મોમાં કામ કરવાની તકો મળી જાય છે.
'બાળપણથી જ એકટિંગ કરું છું- આલિયા ભટ્ટ
ઇન્ટરવ્યૂ દરમિયાન આલિયાએ જણાવ્યું હતું કે નાની ઉંમરથી જ તેનું સપનું હતું કે તે ફક્ત એક અભિનેત્રી બનવા માંગે છે. તેણે કહ્યું કે, 'સાચું કહું તો બાળપણથી જ હું મિરર સામે બેસીને એકટિંગ કરું છું. મારું પણ એક જ સપનું હતું કે હું પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરીશ.' બાળપણથી જ આલિયા, ગોવિંદા અને કરિશ્મા કપૂરના ગીતોને રસપૂર્વક જોતી હતી. ફિલ્મોની જાદુઈ દુનિયા હંમેશાથી તેને આકર્ષિત કરતી હતી. તેણે કહ્યું કે ત્યારથી જ તેને લાગતું હતું કે તેનું ભાગ્ય કેમેરા સામે જ છે અને તે અભિનેત્રી બનવા માટે જ જન્મી છે.
નસીબદાર હોવા અંગે શું કહ્યું આલિયાએ
આલિયાએ સ્વીકાર્યું હતું કે તે ભાગ્યશાળી છે. તેની સફર બીજા કરતા જુદી છે અને તેને ઘણી વિશેષ તકો પણ મળી છે. આલિયાએ કહ્યું કે નસીબદાર હોવાનો અર્થ એ નથી કે વ્યક્તિ જીવનની મુશ્કેલીઓ અથવા ખરાબ દિવસોથી મુક્ત છે. આલિયાએ કહ્યું તેણે પણ સંઘર્ષોનો સામનો કર્યો છે. એવા સમયમાં ખૂદને એ યાદ અપાવવું જોઈએ કે દરેક વ્યક્તિને સ્વપ્ન જોવાનો અને પોતાની ક્ષમતાઓ પર વિશ્વાસ કરવાનો અધિકાર છે.
ફિલ્મ 'આલ્ફા' વિશે
ફિલ્મ 'આલ્ફા'ની વાત કરીએ તો આલિયા ભટ્ટ પહેલી વાર યશ રાજ ફિલ્મ્સના બેનર સાથે જોડાઈ છે. આલિયા ભટ્ટ શર્વરી વાઘ સાથે દમદાર ભૂમિકામાં જોવા મળશે. આલિયા ભટ્ટ ઉપરાંત આ ફિલ્મમાં અનિલ કપૂર, શર્વરી વાઘ અને બોબી દેઓલ પણ છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે. 'આલ્ફા' 3 જુલાઈએ સિનેમાઘરોમાં જોવા મળશે.