મુંબઈઃ યુથ માટે એવું બિલકુલ જરૂર નથી કે, પરિવારમાં ચાલી રહેલા વ્યવસાય કે બિઝનેસને ફોલો કરવો, આજનો યુવા એકલ પંથ પ્રવાસીની જેમ નવી રાહ કંડારીને માઈલસ્ટોન હાંસલ કરવામાં માને છે. આવું જ થયું છે 'કૃષ્ણાવતારમ્'ની લીડ એક્ટ્રેસ સાથે, જેના નાની ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે અને માતા આંતરપ્રિન્યોર છે. જ્યારે પિતા સમાજસેવામાં સક્રિય છે. વાત છે સંસ્કૃતિ જયનની. પોતાના ગ્લેમર અને અભિનયથી તેણે ફિલ્મની દુનિયામાં એન્ટ્રી કરી છે. સંસ્કૃતિના માતા અનાર પટેલ એક આંતરપ્રિન્યોર છે અને પિતા જયશ પટેલ સમાજસેવી માણસ છે. 'કૃષ્ણાવતાર' ફિલ્મમાં સંસ્કૃતિએ શાનદાર અભિનય કર્યો છે. સત્યભામાનું પાત્ર અદા કરવામાં તે પાત્રમાં ઢળી ગઈ હતી.
પાત્રની દમદાર પ્રશંસા
સંસ્કૃતિના પાત્રની અને અભિનયની જોરશોરથી ચર્ચા થઈ રહી છે. બોક્સ ઓફિસ પર સફળતાનો દંકો વગાડી આ ફિલ્મે વર્લ્ડવાઈડ 55 કરોડનો વકરો કર્યો છે. ભગવાન શ્રી કૃષ્ણની ત્રીજી પત્ની સત્યભામાની ફિલ્મમાં સ્ટોરી છે. સત્યભામાના અવતારમાં સંસ્કૃતિનો એક અલગ અવાતર જોવા મળ્યો છે. આ લૂકમાં તકે એકદમ કોન્ફિડન્ટ દેખાઈ રહી છે. આ પાત્રને લઈને તેણે કહ્યું હતું કે, જે દિલમાં હોય એ જ બોલી પર હોય છે.
દરેક પાત્રને હું ખૂબ જ દિલથી નિભાવું છું. ફિલ્મો પહેલો ભાગ સફળ થયા બાદ હવે લોકો બીજાભાગની રાહ જોઈ રહ્યા છે. બીજાભાગની રાહ જોઈને બેઠા છે. દર્શકોને એવી આશા છે કે, બીજાભાગમાં નવી વાર્તા અને અલગ અવતાર જોવા મળશે. સંસ્કૃતિની વાત કરવામાં આવે તો 16 વર્ષની ઉંમરે તેણે પોતાનો પહેલો ફેશન બિઝનેસ શરૂ કરી દીધો હતો. સ્લમ એરિયામાં માતા-પિતા સાથે સેવાના કામ કર્યા, આ કામની એક ઊંડી અસર એના દિમાગ પર રહી છે.

લંડનમાં અભ્યાસ કર્યો
બિઝેનસનો અભ્યાસ કરવા માટે તે લંડન ગઈ હતી.જ્યાં તેણે પોતાની જાતને સવાલ કર્યો કે, આખરે જીવનમાં શું કરવું છે?સંસ્કૃતિને હંમેશા સ્ટોરી ટેલિંગ કરવામાં રસ રહ્યો છે. ફિલ્મ મેકિંગના કોર્ષ દરમિયાન તે ટેસ્ટ શોટ માટે કેમેરા સામે આવી એ સમયે અહેસા થયો કે, એક્ટિંગ જ અસલી ટેલેન્ટ છે અને ઝનૂન પણ છે.ફિલ્મ રિલીઝ થઈ તેને એક મહિનાનો સમય વીતી ગયો છે. ફિલ્મ રિલીઝ થઈ એ પછી સૌથી બેસ્ટ પ્રતિસાદ આનંદબેન પટેલે આપ્યો છે,જેઓ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે. સંસ્કૃતિએ કહ્યું હતું કે જ્યારે ફિલ્મનો ક્લાઈમેક્સ જોયો ત્યારે નાની કેટલીક ક્ષણ માટે એકદમ શાંત થઈ ગયા હતા.છેલ્લા બે વર્ષથી આ ફિલ્મને લઈને વાત ચાલી હતી અને હું આ પાત્રને જીવી રહી હતી.આ ફિલ્મના પાત્ર માટે મેં પણ ઘણી મહેનત કરી છે.સ્ક્રિન પર ફિલ્મનો ક્લાઈમેક્સ જોઈને નાનીને મારૂ પર્ફોમન્સ અસાધારણ લાગ્યું હતું. આમ તે ખૂબ ઓછું બોલે છે પણ આ વખતે તેમણે મને કહ્યું કે, જ્યારે હું તને જોવ છું ત્યારે મને બસ સત્યાભામા અને કૃષ્ણનો પ્રેમ જોવા મળે છે.