મુંબઈઃ 'બટવારા 1947'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે.જેમાં રમખાણો,પલાયન અને વિખૂટા પડતા પરિવારોની એક અલગ કહાની જોવા મળવાની છે. ખાસ કરીને પંજાબ અને તેની આસપાસના વિસ્તારના પરિવારની વિશેષ વાત આ ફિલ્મ થકી જોવા જાણવા મળશે. એક લાંબા સમય બાદ આ ફિલ્મ થકી સુપરહિટ જોડી જોવા મળશે. સની પાજ્જી અને પ્રીતિ ઝિન્ટાની જોડી સ્ક્રિન પર દેખાશે. સની દેઓલ અને પ્રીતિ ઝિન્ટાની ફિલ્મમાં દેખાયું ભાગલાનું દર્દ જોવા મળ્યું છે. ભારત-પાકિસ્તાનના ભાગલા આ ફિલ્મમાં એ સમયની હૃદયસ્પર્શી વાર્તાથી શરૂ થાય છે.ફિલ્મ 14 ઓગસ્ટ 2026 ના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મના ટિઝરમાંથી જાણી શકાય છે કે ફિલ્મની વાર્તા કેટલી દેશવાસીઓને સ્પર્શી જાય છે.
દેશભક્તિનો વધુ એક ફિલ્મ
આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મ પૈકીની એક 'બટવારા 1947' છે. મેકર્સે હાલમાં જ તેના શાનદાર મોશન પોસ્ટર-પાત્રોના લૂકને લઈને કેટલીક જાહેરાત કરી દીધી છે. ટિઝરમાં સની દેઓલનો એક અલગ અંદાજ જોવા મળે છે. આ ફિલ્મમાં ભારત અને પાકિસ્તાન એમ બે દેશો અલગ થવાની દર્દનાક વાર્તાની સાથે એ સમયે કેટલીક એવી ઘટના બની હતી જેને દેશવાસીઓને રડાવી દીધા હતા એની વાત છે. તે સમયની પરિસ્થિતિઓને સિનેસ્ક્રિન પર લાવવા માટે જોરદાર મહેનત કરવામાં આવી છે.ટિઝર દર્શકોને એ દાયકામાં લઈ જાય છે જ્યારે ભાગલા પડ્યા હતા. ખાસ કરીને પંજાબની જે સ્થિતિ એના પર ફિલ્મનું ફોક્સ વધારે હોય એવું લાગે છે. રસપ્રદ ઇતિહાસની એ ક્ષણો જેને બે દેશના કરોડો લોકોની જિંદગી હંમેશા માટે બદલી નાખી.
દમદાર ડાયલોગ્સ
દમદાર સંવાદો અને હૃદયને સ્પર્શી જાય તેવા બેકગ્રાઉન્ડ મ્યુઝિકથી ટિઝર અલગ ફીલ આપી જાય છે. કપરા સમયમાં પણ આ ટીઝર એક આશા અને હિંમતની વાત કરે છે.કેન્દ્રમાં એક એવો હીરો છે જે વાર્તાના ડરથી ઉપર ઉઠીને અસાધારણ બહાદુરીનું ઉદાહરણ બની જાય છે. ભાગલા સમયના વિઝ્યુઅલ્સ સાથે જે વાત શરૂ થાય છે એમાંથી આખરે કિસ્સા કયા છે એ સ્પષ્ટ થતું નથી. "હિન્દુસ્તાન જેને મોટા સંઘર્ષ અને કુરબાનીઓ આપ્યા બાદ 200 વર્ષની ગુલામીમાંથી આઝાદી તો મળી, પરંતુ અફસોસ દેશના ભાગલા પડી ગયા. મઝહબના નામે માનવતાની હત્યા થઈ હતી."
ભાગલાનું દર્દ સ્ક્રિન પર
લોકોની પીડા દર્શાવવામાં આવી છે જેમણે આ ભાગલાનું દર્દ સહન હતું.ફિલ્મમાં શબાના આઝમી, કરણ દેઓલ, અલી ફઝલ અને અભિમન્યુ સિંહ જેવા શાનદાર કલાકારો લીડ રોલ પ્લે કરી રહ્યા છે. આ ફિલ્મ દ્વારા જાણીતા નિર્દેશક રાજકુમાર સંતોષી અને અભિનેતા સની દેઓલ લગભગ ત્રણ દાયકા પછી સાથે કામ કરી રહ્યા છે, જે ચાહકો માટે ખૂબ જ અલગ સ્ટોરીને લઈને આવ્યા છે. 'આમિર ખાન પ્રોડક્શન્સ' ના બેનર હેઠળ બનેલી આ ફિલ્મનું સંગીત ઓસ્કાર વિજેતા એ.આર. રહેમાને આપ્યું છે અને ગીતો જાવેદ અખ્તરે લખ્યા છે.