Fri Oct 02 2026

Logo

અમેરિકામાં દર્દનાક ઘટના, રનવે પર લેન્ડિંગ પહેલા ક્રેશ થયું પ્લેન, 2ના મોત

California   2026-09-06 15:19:07
Author: Mumbai Samachar Team
અમેરિકામાં દર્દનાક ઘટના, રનવે પર લેન્ડિંગ પહેલા ક્રેશ થયું પ્લેન, 2ના મોત

ABC30


અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યથી વિમાન દુર્ઘટનાના એક સમાચાર આવ્યા છે. રાજ્યના ઉત્તર-પશ્ચિમ ફ્રેસ્નોમાં શનિવારે (5 સપ્ટેમ્બર) બપોરે એક લિમિટેડ સીટવાળું  વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું, જેમાં 2 લોકોના મોત થઇ ગયા છે અને 2 અન્ય ગંભીર રીતે ઘાયલ થયા છે. મીડિયા ન્યૂઝ ટાંકીને જાણકારી આપવામાં આવી છે. 

લિમિટેડ સીટવાળું વિમાન કેલિફોર્નિયાના બ્લાઇથ એવેન્યૂ સિએરા સ્કાઇ પાર્ક એરપોર્ટની પાસે દુર્ઘટનાગ્રસ્ત થયું છે, પરંતુ દુર્ઘટનાના કારણોની હજુ તપાસ થઇ રહી છે. વિભાગે જણાવ્યું કે દુર્ઘટનામાં 2 લોકોના મોત થયા છે. જ્યારે 2 અન્ય ગંભીર ઘાયલોને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે.  

ક્રેશવાળી જગ્યાએ અનેક એજન્સીઓ તૈનાત

મીડિયા રિપોર્ટ અનુસાર જેમાં ફ્રેસ્નો પોલીસ ડિપાર્ટમેન્ટ, ફ્રેસ્નો ફાયર ડિપાર્ટમેન્ટ, PG&E, ફ્રેસ્નો કાઉન્ટી શેરીફ ઓફિસ અને નોર્થ સેન્ટ્રલ ફાયર ડિપાર્ટમેન્ટ સામેલ છે. તેમણે ઘટનાસ્થળની મુલાકાત લીધી. અધિકારી એરપોર્ટની પાસે ક્રેશ સાઇટ પર કામ કરી રહ્યા છે અને હજુ વધુ જાણકારીની રાહ જોવાઇ રહી છે. 

દુ્ર્ઘટનાના કારણોનો હજુ ખુલાસો નહીં 

ક્રેશ પછી આસપાસના રહીશોની વીજળી કેટલાક સમય સુધી જતી રહી હતી. જો કે બાદમાં વીજ પુરવઠો પૂર્વવ્રત કરી દેવામાં આવ્યો. ઘટનાની તપાસ ચાલી રહી છે. વિમાન શા કારણે ક્રેશ થયું તેની પણ વિગતો બહાર નથી આવી. મહત્વનું છે કે અધિકારીઓએ હજુ સુધી પીડિતોની ઓળખ જાહેર નથી કરી અને ન તો વિમાનના મોડલની કોઇ જાણકારી આપવામાં આવી છે. અધિકારી કાટમાળ તથા સંભવિત સાક્ષીઓ પાસેથી જાણકારી એકત્ર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. 

હાલ સિએરા સ્કાઇ પાર્ક એરપોર્ટની આસપાસ સુરક્ષાદળોને તૈનાત કરવામાં આવ્યા છે. દુર્ઘટનાવાળી જગ્યાએ ફ્રેસ્નો પોલીસ, કાઉન્ટી શેરીફ ઓફીસ અને નોર્થ સેન્ટ્રલ ફાયર ડિપાર્ટમેન્ટ ઉપરાંત ઘણી એજન્સીઓ મળીને કામ કરી રહી છે.