Tue Oct 20 2026

Logo
Todays horoscope

આજનું રાશિફળ (07-09-2026): ગજકેસરી યોગને કારણે આજે પાંચ રાશિના જાતકોને મળશે ગુડ ન્યૂઝ, જાણો તમને ફાયદો થશે કે નહીં

2026-09-07 00:01:00
Author: Mumbai Samachar Team
આજનું રાશિફળ (07-09-2026): ગજકેસરી યોગને કારણે આજે પાંચ રાશિના જાતકોને મળશે ગુડ ન્યૂઝ, જાણો તમને ફાયદો થશે કે નહીં

મેષ 

બિનજરૂરી કાર્યોમાં સમય જશે. કોઈ ચોક્કસ બાબતને લઈને પરિવારમાં તણાવ ઊભો થવાની શક્યતા છે. કોઈ પણ એવું કામ કરશો નહીં, જેનાથી તમારી ઈમેજ ખરાબ થાય. અજાણ્યા લોકોની વાત પર તરત વિશ્વાસ ન કરો અને છૂપા શત્રુઓથી સાવધ રહો. બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંબંધ જાળવી રાખો. વાહન ચલાવતી વખતે સાવચેતી રાખો, કારણ કે ઈજા થવાનું જોખમ છે. 

વૃષભ

તમને ભૂતકાળના કોઈ સોદાથી લાભ થઈ શકે છે. કંઈક નવું શીખવાની અને તમારી કુશળતા વધારવાની તકો મળશે. કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાની યોજના બની શકે છે. તમને સુખ-સુવિધાઓ અને વૈભવી વસ્તુઓ પાછળ ખર્ચ કરવાની તક મળશે. લાંબા સમયથી ચાલી આવતી કોઈ સમસ્યાનો ઉકેલ આવી શકે છે. તહેવારની સિઝન હોવાથી ફાયદો થવાની તકો ઊભી થશે.

મિથુન

આજે તમને તમારી સખત મહેનતનું ફળ જોવા મળી શકે છે. નવી નોકરી શરૂ કરવા માટે આ સમય અનુકૂળ છે. સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં તમારી રુચિ વધશે. તમારી આવકમાં વધારો થઈ શકે છે. મશીનરી કે ઈલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ કરતી વખતે સાવચેતી રાખો. માર્કેટમાં પેમેન્ટ સંબંધી થોડી મહેનત કરવી પડે. બપોર પછી આળસને કારણે કોઈ ડીલ હાથમાં જાય નહીં એનું પણ ખાસ ધ્યાન રાખજો.

કર્ક 

તમારા ભાઈ-બહેનો સાથેનો પ્રેમ અને નિકટતાનો સંબંધ વધુ મજબૂત બનશે. સરકારી કામકાજમાં તમારે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. અન્ય લોકોના ઝઘડામાં પડવાનું ટાળો. ધાર્મિક બાબતોમાં કોઈ પણ વાત પર આંધળો વિશ્વાસ ન કરવો હિતાવહ રહેશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. ગજકેસરી અને સિદ્ધિયોગને કારણે અટકેલા કામ ઉકેલાઈ શકે છે.

સિંહ 

તમે કાર્યસ્થળ પર અચાનક કેટલાક ફેરફારો જોઈ શકો છો. કોઈ કાર્ય પૂર્ણ કરવું અપેક્ષા કરતાં વધુ મુશ્કેલ સાબિત થઈ શકે છે. હાલ પૂરતું તમારા વ્યવસાયમાં કોઈ મોટા ફેરફારો કરવાનું ટાળો. પેટને લગતી સમસ્યાઓને કારણે પગમાં દુખાવો કે અસ્વસ્થતા થઈ શકે છે. જોખમી કાર્યો કરવાનું ટાળજો, કારણ કે લાભની સાથે નુકસાન પણ થઈ શકે છે.

કન્યા 

તમને તમારા વ્યવસાયમાં મિત્રોનો સહયોગ મળશે. નોકરીમાં ઇચ્છિત લાભ મળવાની શક્યતા છે. કાર્યસ્થળ પર તમારી કાર્યક્ષમતા અને કામની પ્રશંસા થશે. કેટલાક સહકર્મીઓ તમારી પીઠ પાછળ વાતો કરી શકે છે. ઘરના ખર્ચને વ્યવસ્થિત ચલાવવા માટે તમારે તમારા બજેટ પર ધ્યાન આપવાની જરૂર છે. દાંપત્ય જીવનમાં સહયોગાત્મક વાતાવરણ ઊભું થશે. ફિટનેસ સારી રહેશે, જ્યારે ખેલાડી લોકોને પોતાની પ્રતિભા ટ્રેક પર લાવવાની પણ તક મળશે.

તુલા

તમારા બાકી રહેલા કામોને પતાવવા માટે આજનો દિવસ સારો છે. રાજકારણ સાથે સંકળાયેલા લોકોની પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે. કોઈપણ કાર્યમાં ઉતાવળ ન કરો, કારણ કે તેનાથી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. વાહન ચલાવતી વખતે સાવચેતી રાખો. માર્કેટમાંથી અચાનક ખુશખબર મળશે, જ્યારે દિવસભરની દિનચર્યા પણ સકારાત્મક રહેશે.

વૃશ્ચિક

આજે ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે. વ્યવસાયમાં તમને તમારી અપેક્ષા મુજબના પરિણામો મળી શકે છે. નવા વ્યવસાય શરુ કર્યા પૂર્વે તપાસ પૂરી કરવી. ફક્ત કામગીરી જ નહીં, પણ પ્રગતિના પરિબળોનું પણ ધ્યાન રાખો. તમારી અગાઉની કાર્ય-યોજનાની ફરી એકવાર સમીક્ષા કરવી ફાયદાકારક રહેશે. તમારું મન સર્જનાત્મક પ્રવૃત્તિઓ તરફ વળશે; જોકે, વધતી જતી જવાબદારીઓને કારણે થોડો તણાવ અનુભવાઈ શકે છે.

ધન 

તમે ઘરની જરૂરિયાતોની ખરીદી પાછળ નાણાં ખર્ચ કરી શકો છો. કોઈ બાબતને લઈને પરિવારમાં તણાવપૂર્ણ વાતાવરણ સર્જાઈ શકે છે. તમને અસુરક્ષાની લાગણી થઈ શકે છે. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ધરાવતા લોકોએ સાવચેત રહેવું જોઈએ. કોઈની સાથે દલીલબાજીમાં ઉતરવાનું ટાળો. મોટી સંખ્યામાં પૈસાની લેવડદેવડ કરવાનું ટાળજો. ઓફિસની ગુપ્ત વાતો એકબીજાને કહેવાનું ટાળો, જેનાથી ફાયદામાં રહેશો.

મકર

કારકિર્દીમાં પ્રગતિ માટે તમને તમારા જીવનસાથીનો સહયોગ મળશે. વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની આવકમાં વધારો થશે. સંતાનોના લગ્ન સંબંધિત અવરોધો દૂર થવાની શક્યતા છે. આજે તમારે કેટલાક મહત્વપૂર્ણ અને કઠિન નિર્ણયો લેવા પડશે. તમે બિનજરૂરી બાબતો પાછળ મોટી રકમ ખર્ચ કરી શકો છો. ડિજિટલ માર્કેટિંગ અથવા નવી ટેક્નોલોજી સંબંધિત કારોબારમાં વૃદ્ધિ રહેશે. માતાપિતા અને અનુભવી લોકોની સલાહથી ફાયદો થઈ શકે.

કુંભ 

આજે તમે ખૂબ વ્યસ્ત રહેશો. સારું સ્વાસ્થ્ય તમને તમારા કાર્યો સરળતાથી પાર પાડવામાં મદદરૂપ થશે. તમને કોઈ સામાજિક કાર્યક્રમમાં હાજરી આપવાની તક મળશે અને કદાચ તમારી કોઈ સુષુપ્ત પ્રતિભાને નિખારવાની તક પણ મળી શકે છે. આજે તમને તમારા સંતાનો વિશે કોઈ સારા સમાચાર પણ મળી શકે છે. આગામી દિવસો તહેવારોના હોવાથી તમારા જુનિયર લોકોને યોગ્ય માર્ગદર્શન આપો. તમારી મહેનત પણ બીજા માટે પ્રેરણા બનશે.

મીન

ટીમવર્ક દ્વારા તમે મોટી સમસ્યાઓના ઉકેલ શોધી શકો છો. તમારા કામની ગુણવત્તા સુધરશે અને નવા લોકો સાથેના તમારા સંપર્કનું નેટવર્ક વિસ્તરશે. બાળકોની પ્રવૃત્તિઓ પર નજર રાખવી મહત્વપૂર્ણ રહેશે. કામકાજને લગતી બાબતોમાં તમારી ક્ષમતાઓ સ્પષ્ટપણે જોવા મળશે. વિદેશ વેપાર સંબંધી મનપસંદ ફાયદો થઈ શકે છે. સંબંધીઓના મારફત નવા બિઝનેસમાં પણ ફાયદો થઈ શકે છે, જ્યારે નોકરીના સ્થળે સિનિયર્સ અને અધિકારીઓની મદદથી આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે.