હાનોઈઃ મિસવર્લ્ડ 2026 બ્યૂટ કોન્ટેસ્ટનું આ વર્ષે વિયેતનામમાં આયોજન કરવામાં આવ્યું હતું. મિસ વર્લ્ડ 2026નો ખિતાબ ડોમિનિકન રીપબ્લિકની જોહેરી મોલ ડેમિંગ્વેઝે જીતી લીધો છે. દુનિયાને આ વર્ષની મિસ વર્લ્ડ બ્યૂટી મળી ગઈ છે. આ ઈવેન્ટમાં દુનિયાભરની સુંદરીઓએ ભાગ લીધો હતો. પણ જોહેરીએ મેદાન મારી લીધુ હતું. તે વિયેતનામના નહા ત્રાંગમાં યોજાઈ હતી.
નવી મિસવર્લ્ડે ગ્રાન્ડ ફિનાલેમાં વિશ્વભરના અસંખ્ય સુંદર સ્પર્ધકોને પાછળ છોડીને આ માઈલસ્ટોન હાંસલ કર્યો છે. 24 વર્ષની જોહેરી મોલા ફક્ત સુંદરતાના આધારે આ તબક્કે પહોંચી ન હતી. પણ તેની મહેનત અને આત્મવિશ્વાસએ આ ખિતાબ મેળવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
માત્ર બ્યૂટી જ કામ નથી આવતી
મોડેલનો ઉલ્લેખ ઘણીવાર ફોટોગ્રાફ્સ, ફેશન અને ગ્લેમરની દુનિયાની છબીઓ ઉજાગર કરે છે. જો કે, ડોમિનિકન રિપબ્લિકના જોહેરી મોલા ડોમિંગ્યુઝની વાર્તા એક નવો દ્રષ્ટિકોણ આપે છે જે આ પરંપરાગત વિચારસરણીને પડકારે છે. મોટાભાગના કેસમાં એવું માનવામાં આવે છે કે, આવા બ્યૂટી કોન્ટેસ્ટમાં માત્ર બ્યૂટીને જ મહત્ત્વ આપવામાં આવે છે પણ એવું નથી હોતું. એવી વિશ્વકક્ષાની સ્પર્ધામાં યુવતીના વિચાર, અભિગમ, નૉલેજ, વર્તણૂક અને બોલવાના ઢંગની પણ ગણતરી થતી હોય છે. આવી સ્પર્ધામાં તે દરેક માપદંડમાં ખરી ઊતરી હતી. એની પર્સનાલિટીથી જજ પણ મોહિત થયા હતા.
સૌથી મોટી અને ચોંકાવનારી વાત એ છે કે, ટીચર્સ ડે નિમિત્તે જ આ ટીચરને વૈશ્વિક સન્માન મળ્યું હતું. જોહેરી મૂળ સોશિયલ સ્ટડિઝ વિષયની ટીચર રહી ચૂકી છે. ન્યૂઝ કોરસ્પોન્ડન્ટ તરીકે કામ કર્યું એટલે તે દેશ-દુનિયાની સ્ટોરીને સારી રીતે સમજે છે. એટલું જ નહીં કેટલાય સમાજ સેવાના કામ પણ કરે છે.
ખૂબ મહત્ત્વની વાત કરી
એક વિશાળ સમુદાય સુધી સારી એવી સ્ટોરીઓને પોતાની એક આગવી શૈલીઓમાં રજૂ કરીને તે લાખો લોકોના સમુદાય સુધી પહોંચાડે છે. બ્યૂટી કોન્ટેસ્ટ ક્ષેત્રે વૈશ્વિક મંચ સુધી પહોંચવાના રસ્તા સરળ નથી હોતા અને દરેકને નથી મળતા. બીજા ઈરાદાઓ કરતા એ હેતુ મહત્ત્વનો હોય છે જે લોકોને એકબીજા સાથે ક્નેક્ટ કરીને રાખે. એના આ વિચારની અને શૈલીના વખાણ વૈશ્વિક મંચ પર થયા છે. જોહેરીએ યુનિવર્સિડેડ ઇબેરોઅમેરિકાનામાં બિઝનેસ મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કર્યો છે. આ શૈક્ષણિક તેમના સામાજિક કાર્યકર તરીકેના કાર્ય સાથે અસંબંધિત લાગે છે.

જોકે લાંબા ગાળે સામાજિક પહેલને ટકાવી રાખવા માટે માત્ર એક દ્રષ્ટિકોણ જ નહીં, પણ સખત મહેનત અને આયોજનની સમજ પણ જરૂરી છે. એટલા માટે તેમની શૈક્ષણિક યાત્રાને ફક્ત ડિગ્રી પ્રાપ્ત કરવા તરીકે જોવી યોગ્ય નથી. તે વોઈસ ઓફ ટુમોરોવ નામની એક સંસ્થા પણ ચલાવે છે. જેમાંથી તે સમાજ સેવાના કામ કરે છે. ખાસ કરીને વંચિત સમુદાયને પ્રાથમિક એવી જરૂરિયાત પૂરી પાડે છે. બાળકો અને યુવાનોને ઈંગ્લીશ એજ્યુકેશન આપીને પગભર કરે છે. આ પ્રયાસ સતત ચાલુ રહ્યો છે.
આ ઉમદા કાર્ય છે
એમની સંસ્થામાં અંગ્રેજી શબ્દ માત્ર શબ્દ અને વ્યાકરણનો બનતો નથી. એમાં એક વિઝન, વિચાર, અવસર, ડાયલોગ્સ અને કોન્ફિડન્સનું માધ્યમ કેવી રીતે બનાવી શકાય એ માટેની ખાસ તાલિમ આપવામાં આવે છે. કોઈ બાળક માટે અન્ય કોઈ ભાષા શીખવવી એક તેને પોતાના સ્થાનિક વિસ્તારમાંથી એક અલગ દુનિયામાં લઈ જવા બરોબર છે. વોઈસ ઓફ ટુમોરોવ નામ આ જ વિચારથી નક્કી કરવામાં આવ્યું છે. મિસ વર્લ્ડ સુધીની જર્નીમાં તે સામાજિક કાર્યકર્તા, પત્રકાર, ટીચર અને ફેશનના કેટલાક તબક્કામાંથી પસાર થઈ છે.
અલગ અલગ ઝોનમાંથી પસાર થયા બાદ તેને આ વૈશ્વિક મંચ મળ્યં હતું. આ બધામાંથી પસાર થવું એના જીવનનો એક મહત્ત્વનો ભાગ છે. લોકો સુધી પહોંચવું અને એમને એમના અવાજ માટે એક મંચ આપવો, કેમેરા સામે બોલવું, મહિલા તરીકે મંચ આપવું એક મોટી વાત છે. ટીચરમાંથી સામાજિક કાર્યકર્તાની ઈમેજ સુધી પહોંચનાર આ સુંદરની સફર એ શીખવાડે છે કે, સારા હેતુથી કરેલું કામ હંમેશા સારુ પરિણામ આપે છે. પબ્લિક ઈમેજને ત્યારે જ મજબૂતી મળે છે જ્યારેમાં સારો ઈરાદો ભળે છે, એનો ઉપયોગ સારા કામ માટે થવો જોઈએ. આ નવી મિસવર્લ્ડના વિચાર છે.