Sat Oct 10 2026

Logo

આઇપીઓનો વરસાદ: ત્રણ દિવસમાં ૧૧ કંપની મૂડીબજારમાં પ્રવેશ કરશે

2026-09-06 19:31:00
Author: Nilesh Waghela
આઇપીઓનો વરસાદ: ત્રણ દિવસમાં ૧૧ કંપની મૂડીબજારમાં પ્રવેશ કરશે

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:  આ સપ્તાહે પ્રાઇમરી માર્કેટમાં નવા જાહેર ભરણાંનો વરસાદ થવાનો છે. એમાંથી આઠમીમી નવમ્બરે એકસાથે ત્રણ ભરણા અને નવમી સપ્ટેમ્બરેે તો એકસાથે છ ભરણાં એક જ દિવસે બજારમાં પ્રવેશ કરી રહ્યા છે. આ રીતે આગમી ત્રણ જ દિવસમાં ૧૧ જાહેર ભરણાં બજારમાં પ્રવેશ કરશે.આ આવનારા આઇપીઓ ઘણાં અલગ ઓદ્યોગિક ક્ષેત્રોની કંપનીના છે, જેમાં સ્પેશિયાલિટી કેમિકલ્સ, રિયલ એસ્ટેટ, ઔદ્યોગિક ગેસ, ફિનટેક, ઓનલાઈન રેન્ટલ, ઇલેક્ટ્રિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય જેવા વિવિધ ક્ષેત્રોનો સમાવેશ છે.

આ સંજોગોમાં રોકાણકારો માટે ક્યા ભરણાંમાં રોકાણ કરવું તે નક્કી કરવું મુશ્કેલ બનશે. આમ પણ નવા લિસ્ટિંગ થઇ રહેલા શેરોના પ્રીમિયમ અને ડિસ્કાઉન્ટને કારણે રોકાણકારો મુંઝવણમાં છે. આપણે આવનારા આઇપીઓની બેઝિક વિગતો પર નજર ફેરવીએ.એલસીસી પ્રોજેક્ટ્સનો રૂ. ૪૨૭.૧૪ કરોડનો બુક બિલ્ડ ઇશ્યૂ નવમી સપ્ટેમ્બરના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને ૧૧ સપ્ટેમ્બરે બંધ થશે. શેરની ફાળવણી ૧૫ સપ્ટેમ્બરે અને એનએસઇ તથા બીએસઇ પર લિસ્ટિંગ તારીખ ૧૭ સપ્ટેમ્બરે થશે. ઇશ્યૂ પ્રાઇસ બેન્ડ રૂ.૧૩૯થી રૂ. ૧૪૬ પ્રતિ શેર છે. અરજી માટે લોટ સાઈઝ ૧૦૨ શેર છે.

રેન્ટોમોજો લિમિટેડ નવમી સપ્ટેમ્બરે રૂ. ૧૨૫૬ કરોડનો આઇપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે, જેનું સબ્સ્ક્રિપ્શન ૧૧મી સપ્ટેમ્બરના રોજ બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર્સ માટે બિડિંગ આઠમી સપ્ટેમ્બરે ખુલશે. ઇશ્યૂ પ્રાઇસ બેન્ડ રૂ. ૩૮૪થી રૂ. ૪૦૪ છે અને એનએસઇ તથા બીએસઇ પર શેરોનું લિસ્ટિંગ ૧૭મી સપ્ટેમ્બરે થશે.મનિપાલ પેમેન્ટ એન્ડ આઇડેન્ટિટી સોલ્યુશન્સનો રૂ. ૮૦૫ કરોડનો બુક બિલ્ડ ઇશ્યૂ નવમી સપ્ટેમ્બરે સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને ૧૧ સપ્ટેમ્બરે બંધ થશે. શેરની ફાળવણી ૧૫ સપ્ટેમ્બરે અને એનએસઇ તથા બીએસઇ પર લિસ્ટિંગ તારીખ ૧૭ સપ્ટેમ્બરે થશે.

ઇશ્યૂ પ્રાઇસ બેન્ડ રૂ.૩૨૨થી રૂ. ૩૩૯ પ્રતિ શેર છે. અરજી માટે લોટ સાઈઝ ૪૪ શેર છે. સ્ટીમહાઉસ ઇન્ડિયાનો આઇપીઓ પણ નવમી સપ્ટેમ્બરે ખૂલીને ૧૧મી સપ્ટેમ્બરે બંધ થઇ રહ્યો છે.
કરમતારા એન્જિનિયરિંગનો રૂ. ૮૭૫ કરોડનો બુક બિલ્ડ ઇશ્યૂ નવમી સપ્ટેમ્બરે સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને ૧૧ સપ્ટેમ્બરે બંધ થશે. શેરની ફાળવણી ૧૫ સપ્ટેમ્બરે અને એનએસઇ તથા બીએસઇ પર લિસ્ટિંગ તારીખ ૧૭ સપ્ટેમ્બરે થશે. ઇશ્યૂ પ્રાઇસ બેન્ડ રૂ.૨૪૧થી રૂ. ૨૫૪ પ્રતિ શેર છે. અરજી માટે લોટ સાઈઝ ૪૪ શેર છે. કર્ણાટક એન્જિનિયરિંગની ઇશ્યૂ ડેટ પણ નવથી અગિયાર છે.

પ્રાસોલ કેમિકલ્સનો રૂ. ૫૦૦ કરોડનો બુક બિલ્ડ ઇશ્યૂ આઠમી સપ્ટેમ્બર ખુલશે અને ૧૦ સપ્ટેમ્બર બંધ થશે. કનોહર ઇલેક્ટ્રિકલ્સનો રૂ. ૧,૦૫.૭૪ રોરોનો બિલ્ડ ઇશ્યૂ આઠમી સપ્ટેમ્બરે ખુલશે અને ૧૦ સપ્ટેમ્બરે બંધ થશે. પ્રણવ ક્ધસ્ટ્રક્શન્સનો રૂ. ૩૫૧.૦૩ કરોડનો આઇપીઓ સાતમી સપ્ટેમ્બરે ખુલશે અને નવમી સપ્ટેમ્બરે બંધ થશે. એસેટ રિક્ધસ્ટ્રક્શન કંપની (આર્સિલ)નો રૂ. ૭૩૨.૯૭ કરોડનો બુક બિલ્ડ ઇશ્યુ નવમી સપ્ટેમ્બર ખુલશે અને ૧૧ સપ્ટેમ્બર બંધ થશે. ગ્લાસ વોલ સિસ્ટમ્સનો રૂ. ૪૨૭.૮૯ કરોડનો બુક બિલ્ડ ઇશ્યુ આઠમી સપ્ટેમ્બરે ખુલશે અને ૧૦ સપ્ટેમ્બર બંધ થશે.  

પ્રાઇમરી માર્કેટમાં સપ્તાહ દરમિયાન નવા લિસ્ટિંગમાં મિશ્ર અથવા વિરોધાભાસી વલણ જોવા મળ્યું હતું. કેટલાક નવા શેર જોરદાર પ્રીમિયમ સાથે અને કેટલાક ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટેડ થયા હતા. સ્કાય એકર સર્વિસના ડિસ્કાઉન્ટ લિસ્ટિંગ બાદ બુધવારે અન્નું પ્રોજેકટના શેર બુધવારે તેના ઇશ્યુ ભાવ સામે ૨૭ ટકાના ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટેડ થયા હતા. જોકે, ગુરુવારે લ્યુમિનો ઇન્ડસ્ટ્રીઝનો શેર ૩૪ ટકા પ્રીમિયમ સાથે લિસ્ટેડ થયો હતો.  

ઇએસડીએસ સોફ્ટવેર સોલ્યુશન્સના શેર શુક્રવારે ૭૬ ટકાના પ્રીમિયમ સાથે લિસ્ટેડ થયા હતા અને સત્ર દરમિયાન ૧૧૧.૭૫ ટકા સુધી ઊંચે જઇને અપર સર્કિટમાં અથડાયા હતા. પ્રાયોરિટી જ્વેલ્સના શેર શુક્રવારે ૧૫ ટકાના પ્રીમિયમે લિસ્ટેડ થઇ સત્ર દરમિયાન ૨૦.૭૫ ટકા સુધી વધ્યા બાદ અપર સર્કિટ લાગી હતી.
-----------