ચેન્નઈઃ ભારતમાં સામાન્ય રીતે ડોમેસ્ટિક મૅચ જોવા બહુ ઓછી સંખ્યામાં લોકો આવતા હોય છે, પરંતુ ચેન્નઈના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રવિવારે દુલીપ ટ્રોફી (Duleep trophy)ની મૅચ જોવા હજારોની સંખ્યામાં ક્રિકેટચાહકો ઊમટી પડ્યા હતા અને એનું સૌથી મોટું કારણ એ હતું કે તેઓ 15 વર્ષના સ્ટાર-બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશીની ફટકાબાજી જોવા આવ્યા હતા. વૈભવ મૈત્રી સ્વભાવવાળો ખેલાડી છે અને તે ચાહકોની ભાવના ખૂબ સમજે છે એટલે તેમને મળવા તે બાઉન્ડરી લાઇનની નજીક આવ્યો ત્યારે લોકોએ તેમને `વૈભવ ભાઈ, વૈભવજી, વૈભવ...' એવા નામથી બૂમો પાડી હતી.
પર્ફોર્મન્સની વાત કરીએ તો વૈભવ (Vaibhav)એ ચાહકોને સાવ નારાજ નહોતા કર્યા. ઈસ્ટ ઝોનનો આ ઓપનર સાઉથ ઝોન સામે લાંબી ઇનિંગ્સ નહોતો રમી શક્યો, પણ તેણે 37 બૉલમાં એક છગ્ગા અને પાંચ ચોગ્ગાની મદદથી 44 રન બનાવ્યા હતા અને સાથી ઓપનર અભિમન્યુ ઈશ્વરન (86 બૉલમાં 72 રન) સાથે 100 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી.
4️⃣,6️⃣,4️⃣
— BCCI Domestic (@BCCIdomestic) September 6, 2026
Vaibhav Sooryavanshi on the charge with some delightful shots 🔥
The 50-run stand also comes up between Vaibhav and Abhimanyu Easwaran 🙌
Scorecard ▶️ https://t.co/KQf5Km69nk#DuleepTrophy | #SZvEZ pic.twitter.com/0XLR4LI50R
રવિવારે દુલીપ ટ્રોફી જોવા સી, ડી અને ઈ બ્લૉકની સીટો માટે પ્રેક્ષકોને મફતમાં એન્ટ્રી હતી એટલે મોટી સંખ્યામાં લોકોએ વૈભવને જોવાની તક લઈ લીધી હતી. આ ત્રણ સ્ટૅન્ડમાં કુલ 12,000 જેટલા પ્રેક્ષકો સવારે વહેલા આવીને ગોઠવાઈ ગયા હતા.
East Zone openers Vaibhav Sooryavanshi and Abhimanyu Easwaran put on a solid 100-run stand 👌
— BCCI Domestic (@BCCIdomestic) September 6, 2026
East Zone are 133/2 at lunch with Sudip Kumar Gharami and Shikhar Mohan at the crease!
Watch 🎥 snippets of the opening partnership 🙌
Scorecard ▶️ https://t.co/KQf5Km69nk… pic.twitter.com/Pxt2beBWli
આ પહેલાં 2025ની 30મી જાન્યુઆરીએ દિલ્હીમાં રણજી મૅચ જોવા હજારો લોકો આવ્યા હતા, કારણકે ત્યારે વિરાટ કોહલી 12 વર્ષે ફરી રણજીમાં રમવા આવ્યો હતો.