Mon Sep 07 2026

Logo

ઈન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટતા 6 એરપોર્ટ બંધ, 300થી વધુ ફ્લાઈટ્સ રદ્દ, હજારો પ્રવાસીઓ અટવાયા

Jakarta   2026-09-06 16:56:56
Author: Mumbai Samachar Team
ઈન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટતા 6 એરપોર્ટ બંધ, 300થી વધુ ફ્લાઈટ્સ રદ્દ, હજારો પ્રવાસીઓ અટવાયા

અનાક ક્રાકાટોઆ જ્વાળામુખીના ભયાનક વિસ્ફોટ બાદ આકાશમાં રાખના વાદળો છવાયા; જાકાર્તા સહિતના મુખ્ય એરપોર્ટ પર હવાઈ સેવાઓ ઠપ

જાકાર્તાઃ ઈન્ડોનેશિયામાં જ્વાળામુખી પછી ભયાનક વિસ્ફોટ થયા હતા. વિસ્ફોટ પછી જ્વાળામુખીની રાખ પશ્ચિમી ઈન્ડોનેશિયાના અનેક હિસ્સામાં ફેલાઈ હતી. એને કારણે પાટનગર જાકાર્તાના સુકર્ણો-હટ્ટા ઈન્ટરનેશનલ એરપોર્ટ પરની તમામ ફ્લાઈટ્સને રદ કરવામાં આવી હતી. સરકારી એજન્સીના અહેવાલ અનુસાર જાવા અને સુમાત્રાના મુખ્ય ટાપુની વચ્ચેના સુંડા સ્ટ્રેટમાં શનિવારથી જ્વાળામુખીની ગતિવિધિઓના સંકેત મળ્યા હતા, જ્યારે રવિવારે વહેલી સવારના 3.53 વાગ્યાના સુમારે જ્વાળામુખી લગભગ સેકન્ડ સુધી ફાટ્યો હતો.

જ્વાળામુખીની રાખ સુમાત્રા ટાપુથી લઈ લામપુંગ સુધી પહોંચી
જ્વાળામુખી પછી થયેલા વિસ્ફોટને કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ સુરક્ષાના ભાગરુપે અગમચેતીના પગલા ભરવામાં આવ્યા હતા. જ્વાળામુખીના સૌથી નજીક લગભગ 16 કિલોમીટરમાં રહેવાસી વિસ્તાર છે. જોકે, જ્વાળામુખીથી ત્રણ કિલોમીટર દૂર રહેવાની ચેતવણી આપી હતી. જ્વાળામુખીથી નીકળતી રાખ પાટનગર જાકાર્તા અને સુમુત્રા ટાપુની સાથે સાથે દક્ષિણ દિશા સ્થિત લામપુંગ પ્રાંતના અનેક હિસ્સા સુધી પહોંચી છે.

ફ્લાઈટ્સની સર્વિસ રદ્ કરવાની સાથે રિફંડની વ્યવસ્થા શરુ કરી
આ મુદ્દે સરકારે જણાવ્યું છે કે માઉન્ટ અનાક ક્રાકાટોઆ પર વધેલી જ્વાળામુખી સંબંધિત ગતિવિધિને કારણે સુકર્ણો-હટ્ટા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સવારના સાડાપાંચ વાગ્યાથી સાડા નવ વાગ્યા સુધી હવાઈ સેવા સ્થગિત કરવામાં આવી હતી. દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટ પર પ્રવાસીઓને રિફંડ પણ પૂરું પાડવામાં આવ્યું હતું, જ્યારે પોતાના ચેક-ઈન સામાન પણ પરત કરવામાં આવ્યો હતો, જ્યારે ત્યાર પછી હવાઈ સેવા નિરંતર રદ્દ પર કરવામાં આવી રહી છે.

ઈન્ડોનેશિયાના એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું છે કે જ્વાળામુખીના વિસ્ફોટને કારણે હવાઈ સેવા પર ગંભીર અસર પડી છે. એની સાથે એરપોર્ટ, હવાઈ સેવા અને હવામાન વિભાગની સાથે સમન્વય કરવામાં આવી રહ્યો છે. ઓથોરિટીએ જણાવ્યું છે કે સુકર્ણો-હટ્ટા એરપોર્ટ પર રાતથી લગભગ 170 વિમાન હજુ પણ પાર્ક કરવામાં આવેલા છે. 

કેટલી ફ્લાઈટ્સને અસર થઈ
રવિવારે બપોરે એરપોર્ટ અને ફ્લાઈટ્સ બંધ હોવાને કારણે કુલ 500થી વધુ ફ્લાઈટ્સને અસર થઈ છે, જ્યારે એકલા જાકાર્તાના સોએકાર્નો-હત્તા એરપોર્ટની 200થી વધુ સર્વિસનો સમાવેશ થાય છે, જેને લઈ 22,000થી વધુ પ્રવાસીનો સમાવેશ થાય છે. જાકાર્તાના હલીમ પરદાનાકુસુમા એરપોર્ટ સિવાય લાંપુંગના રાદિન ઈન્તેન સેકન્ડ એરપોર્ટ સહિત ચાર એરપોર્ટના સમાવેશ થાય છે.

રાખને કારણે કેટલું મોટું જોખમ
ઈન્ડોનેશિયાની જ્વાળામુખી એજન્સી અને ડાર્વિન જ્વાળામુખી કેન્દ્રની સેટેલાઈટ તસવીરો મારફત રાખના બે વાદળોને જોયા હતા, જેમાં એક રાખનું વાદળ લગભગ 20,000 ફૂટ એટલે 6,100 મીટરની ઊંચાઈ સુધી પહોંચી હતી, જ્યારે બીજું વાદળ પણ 50,000 ફૂટ એટલે 15,200 મીટર સુધી પહોંચ્યું હતું. સૌથી મોટું જોખમ જ્વાળામુખીની રાખ, ઝેરી ગેસ અને ગરમ પથ્થરો બહાર આવવાનું છે.

ક્રાકાટોઆનો ઈતિહાસ સૌથી વધુ ડરામણો
અનક ક્રાકાટોઓનો અર્થ ક્રાકાટોઓના બચ્ચા છે, જે જાણીતા ક્રાકાટોઆ જ્વાળામુખી સંબંધિત છે, જે 1883ના મોટા વિસ્ફોટે દુનિયાના હવામાન પર અસર થઈ હતી. 2018માં અનક ક્રાકાટોઆના ગતિવિધિને કારણે સુનામી આવી હતી, જેમાં સુમાત્રા અને જાવામાં ઓછામાં ઓછા 430થી વધુ લોકોના મોત થયા હતા. સંશોધકોનો દાવો છે કે જ્વાળામુખીની ગતિવિધિને કારણે દરિયાના પેટાળમાં ભૂસ્ખલન થયું હતું અને અનક ક્રાકાટોઆનો દક્ષિણ-પશ્ચિમી હિસ્સો તૂટી પડ્યો હતો, જેને લઈ સુનામીનું નિર્માણ થયું હતું.