Fri Sep 04 2026

Logo

મેસીને કોઈ સજા ન કરી તો પછી અમારા ખેલાડી પરનો પ્રતિબંધ શું ઠીક કહેવાય?: સાઉથ આફ્રિકા

Atlanta   2026-06-18 22:18:37
Author: Ajay Motiwala
મેસીને કોઈ સજા ન કરી તો પછી અમારા ખેલાડી પરનો પ્રતિબંધ શું ઠીક કહેવાય?: સાઉથ આફ્રિકા

Reuters


ઍટલાન્ટાઃ ફિફા વર્લ્ડ કપની સાઉથ આફ્રિકાની ટીમના કોચ આર્જેન્ટિનાના સુપરસ્ટાર લિયોનેલ મેસીનું ઉદાહરણ આપીને પોતાના મિડફીલ્ડર થેમ્બા (Themba) ઝવાને પર મૂકવામાં આવેલા ત્રણ મૅચના પ્રતિબંધ સામે અપીલ કરવા માગે છે.

ગુરુવારે વર્લ્ડ કપના પ્રથમ દિવસે યજમાન મેક્સિકોએ સાઉથ આફ્રિકાને 2-0થી જે મૅચમાં હરાવ્યું હતું એમાં રેફરીએ કુલ ત્રણ ખેલાડીને રેડ કાર્ડ બતાવ્યા હતા જેમાંનો એક ખેલાડી થેમ્બા હતો. તેણે મેક્સિકોના રોબર્ટો અલ્વારાડોને મોં પર ફટકો મારવા બદલ રેર્ડ કાર્ડ બતાવાયું હતું. સામાન્ય રીતે રેડ કાર્ડ જેને અપાય તેને પછીની એક મૅચમાં રમવાની મનાઈ કરવામાં આવે છે, પરંતુ ફિફાએ થેમ્બાનો ગુનો ખૂબ ગંભીર હતો એટલે તેના પર ત્રણ મૅચનો બૅન મૂક્યો છે.

જોકે સાઉથ આફ્રિકાના કોચ હ્યુગો બ્રૂસ કહે છે, `મંગળવારે અલ્જિરિયા સામેની મૅચમાં આર્જેન્ટિનાના લિયોનેલ મેસી (Messi)એ હરીફ ટીમના સુકાની અઇસા મૅન્ડીને પગ પર જોરદાર ધક્કો મારીને પાડ્યો હતો. જોકે મેસીને રેફરીએ કંઈ જ સજા નહોતી કરી અને મેસીએ હૅટ-ટ્રિક ગોલ કરીને ટીમને જિતાડી હતી. મેસીના આ કિસ્સામાં વીડિયો અસિસ્ટન્ટ રેફરી (વીએઆર)નો ઉપયોગ પણ નહોતો કરવામાં આવ્યો.

બૂસે કહ્યું, `મેસીએ જે ફાઉલ કર્યો એની તેને કંઈ જ સજા ન કરાઈ અને અમારા થેમ્બાને ત્રણ-ત્રણ મૅચ દૂર રાખવામાં આવશે. હું એવું નથી કહેતો કે મેસીને રેડ કાર્ડ મળવું જોઈતું હતું, કારણકે તેના જેવો મહારથી મેદાન પર હોવો જ જોઈએ. જોકે અમારા ખેલાડીની બાબતમાં કેમ આકરી સજાનો માર્ગ અપનાવાયો?'