Tue Jul 28 2026

Logo

શ્રદ્ધા કપૂરનો વીડિયો જોવા સોશિયલ મીડિયા પર યુઝર્સનું આવ્યું ઘોડાપુર, જુઓ કિલર અંદાજ

2026-05-28 22:06:18
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર સમયાંતરે પોતાના ડાન્સ વીડિયોને લઈને ચર્ચામાં રહે છે. આ પહેલા તેને નોરા ફતેહી સાથે ડાન્સમુવ કરતો વીડિયો શૅર કર્યો હતો. હવે એના ઘરે ડાન્સ કરી રહી છે એવો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. આ વખતેના વીડિયોમાં એક ફન સાથે એનર્જેટિક ડાન્સ તે કરી રહી છે. પાછળ અંગ્રેજી ગીત વાગી રહ્યું છે. એક-એક બીટ પર એના મુવ્ઝ દમદાર લાગી રહ્યા છે. બુધવારે એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કર્યો હતો. માઈકલ જેક્સનના ગીત ટ્રેક બેડ પર તે ડાન્સ કરી રહી છે. આરામ દાયક લેંઘો અને બ્લેક કલરના ટી-શર્ટમાં આ વીડિયો એના ઘરનો હોય એવું માનવામાં આવે છે. 

કેપ્શનની ચર્ચા

આ વીડિયોમાં તેણે લખ્યું છે કે, 'કોઈ ઐસા ઢૂંઢો જો આપકા ઐસા ડાન્સ વીડિયો નિકાલ પાયે'આ કેપ્શનમાં તેણે ડાયરેક્ટ કોઈનું નામ સ્પષ્ટ કર્યું નથી. પણ આ પોસ્ટમાં તેણે રાહુલ મોડીને ટેગ કર્યું છે. એક યુઝર્સને પ્રતિક્રિયા આપતા શ્રદ્ધાએ એવી હિન્ટ આપી દીધી કે, આ વીડિયો રાહુલે જ રેકોર્ડ કર્યો છે. અગાઉ એવી ચર્ચા હતી કે, વર્ષ 2024માં રાહુલ અને શ્રદ્ધા રિલેશનશીપમાં છે.બન્ને વ્યક્તિઓ જ્યારે મુંબઈમાં એકસાથે જોવા મળ્યા એ સમયે આ વાત વહેતી થઈ હતી. પછી આ વાત અફવા સાબિત થઈ કે, બન્ને વચ્ચે રિલેશનશીપ છે. હકીકત એ પણ છે કે, પાપારાઝીના કેમેરામાં બન્ને ઘણીવાર ક્લિક થઈ ચૂક્યા છે. અનંત અંબાણી અને રાધિકા અંબાણીના પ્રિ-વેડિંગ સેલિબ્રેશનમાં પણ તેઓ જોવા મળ્યા હતા. એ પછી ગત વર્ષે શ્રદ્ધાએ રાહુલ સાથેનો સેલ્ફિ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. આ ફોટો પર કેપ્શન હતું કે, 'દિલ રખલે, નીંદ તો વાપસ દે દે યાર'. એ સમયે શ્રદ્ધા પાસે આર લખેલું એક પેડેન્ટ પણ હતું. 

મોટા બજેટની ફિલ્મમાં જોવા મળશે

વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો શ્રદ્ધા પાસે ઘણા ફિલ્મી પ્રોજેક્ટ છે, મરાઠી ફોક આર્ટિસ્ટ વિઠાબાઈ નારાયંગાવકરની બાયોપિકમાં તે જોવા મળી શકે છે. આ સિવાય સ્ત્રી 3 પણ લાઈનમાં આવી શકે છે. છેલ્લે એની સ્ત્રી ફિલ્મની સીરિઝ આવી હતી. એ પછી ખાસ કોઈ ફિલ્મી પ્રોજેક્ટમાં તે જોવા મળી નથી. હાલ તો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરશોરથી શૅર થઈ રહ્યો છે અને ફેન્સ આ વીડિયોની ચર્ચા કરી રહ્યા છે.