Thu Sep 03 2026

Logo
IPL 2026:

કોણ બીજી વખત જીતશે આઇપીએલનું ટાઇટલ?

2026-05-28 21:55:33
Author: Ajay Motiwala
કોણ બીજી વખત જીતશે આઇપીએલનું ટાઇટલ?

શુક્રવારે રાજસ્થાન-ગુજરાત વચ્ચે ક્વૉલિફાયર-ટૂઃ પાર્થિવ કહે છે, `રાજસ્થાન કરતાં ખાસ તો વૈભવ માટે સ્પેશ્યલ પ્લાન બનાવ્યો છે'

ન્યૂ ચંડીગઢઃ આઇપીએલની 19મી સીઝનનો અંત નજીક આવી ગયો છે અને એમાં બાકી બચેલી ત્રણ વચ્ચે એક મોટી સામ્યતા એ છે કે શુક્રવારે (સાંજે 7.30 વાગ્યાથી) ક્વૉલિફાયર-ટૂમાં રમનાર રાજસ્થાન-ગુજરાતની ટીમ અગાઉ એક જ વખત (અનુક્રમે 2008 અને 2022માં) આઇપીએલનું ટાઇટલ જીતી હતી.

ફાઇનલમાં પહોંચીને ગુજરાત-રાજસ્થાનની વિજેતા ટીમની રાહ જોઈ રહેલું બેંગ્લૂરુ (2025) પાસે પણ એક જ ટાઇટલ છે. આજની મૅચમાં ગુજરાતે રાજસ્થાનની સમગ્ર ટીમ કરતાં ખાસ કરીને વૈભવ સૂર્યવંશીને કાબૂમાં રાખવા અને તેની વિકેટ વહેલી લઈ લેવા પ્લાન બનાવ્યો હોવાનું ગુજરાતની ટીમના સહાયક કોચ પાર્થિવ પટેલે ગુરુવારે પત્રકારોને કહ્યું હતું.

બન્ને ટીમ વચ્ચે કુલ 10 મૅચ રમાઈ છે જેમાંથી સાત ગુજરાતે અને માત્ર ત્રણ રાજસ્થાને જીતી છે. જોકે પ્લે-ઑફની વાત જુદી જ હોય છે અને એમાં રાજસ્થાન વૈભવ સૂર્યવંશીના અને અન્ય સ્ટાર ખેલાડીઓના જોરે જીતવા આશાવાદી છે.

બન્નેની સંભવિત ટીમઃ

ગુજરાતઃ ગિલ (કૅપ્ટન), બટલર (વિકેટકીપર), સુદર્શન, નિશાંત સિંધુ, સુંદર, તેવાટિયા, હોલ્ડર, રાશીદ ખાન, રબાડા, માનવ સુથાર/સાઇ કિશોર, સિરાજ અને ક્રિષ્ના (12મો પ્લેયર).

રાજસ્થાનઃ રિયાન (કૅપ્ટન), વૈભવ, યશસ્વી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), ફરેરા, શનાકા, જાડેજા, જોફ્રા આર્ચર, બર્ગર, સુશાંત મિશ્રા, બ્રિજેશ અને યશ રાજ પુન્જા (12મો પ્લેયર).