CBI એ ડિજિટલ મેપ અને વર્ચ્યુઅલ વોક-થ્રૂ દ્વારા અંતિમ ક્ષણોનું રિક્રિએશન શરૂ કર્યું
નવી દિલ્હીઃ ભોપાલમાં જાણીતી અભિનેત્રી ત્વિષા શર્માના કેસમાં એક પછી એક મોટી અપડેટ મળી રહી છે, ત્યારે ટ્વિશાના કેસમાં પૂર્વ જજ અને સાસુ ગિરિબાલા સિંહના ઘરે સીબીઆઈ અચાનક પહોંચી છે. ત્રણ કલાક સુધી ગિરિબાલા સિંહની પૂછપરછ કરવામાં આવી છે, જ્યારે તેની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. મધ્ય પ્રદેશ હાઈ કોર્ટે ત્વિષા શર્મા કેસમાં પૂર્વ ન્યાયાધીશ ગિરિબાલા સિંહને મળેલા જામીન રદ કર્યા છે.
ગિરિબાલાના ઘરે સીબીઆઈએ નાખ્યા ધામા
ત્રણ કલાકથી ગિરિબાલા સિંહના ઘરે સીબીઆઈના અધિકારીઓ ઉપસ્થિત છે. ઘરની અંદર ડિજિટલ મેપ તૈયાર કરવાની સાથે ગિરિબાલા સિંહની પૂછપરછ કરવામાં આવી રહી છે. સીબીઆઈના ત્રણ અધિકારીએ સવારના 10.30 વાગ્યાથી ગિરિબાલા સિંહના ઘરે પહોંચ્યા હતા. ગિરિબાલા સિંહના વકીલ ઈનોશ જ્યોર્જ કાર્લો પણ ઘરે પહોંચ્યા છે, જ્યારે સીબીઆઈ પણ ઉપસ્થિત છે.
અંતિમ ક્ષણોને મિનિટ-ટૂ મિનિટ રિક્રિયેટ કરાશે
ત્વિષા શર્મા ડેથ કેસમાં સીબીઆઈ ફરી ટ્વિશાની અંતિમ પળોને પણ રિક્રિયેટ કરવાની યોજના બનાવી છે. એના માટે કટરા હિલ્સ સ્થિત નિવાસસ્થાને ટનલ વ્યૂ પણ તૈયાર કરવામાં આવ્યું છે. ડિજિટલ સિસ્ટમના માધ્યમથી એજન્સી ટ્વિશાની અંતિમ ક્ષણોની ગતિવિધિઓને પણ મિનિટ-ટૂ મિનિટ રિક્રિયેટ કરી રહી છે, જેથી ઘટનાના પહેલા અને પછીના ઘટનાક્રમને સ્પષ્ટ ટાઈમલાઈન ખબર પડી શકે.
સમગ્ર ઘરનું વર્ચ્યુઅલ વોક-થ્રૂ તૈયાર કરાય છે
સૂત્રોના જણાવ્યાનુસાર સીબીઆઈની તપાસ સીબીઆઈના તપાસ અધિકારી (આઈઓ) સીસીટીવી ફૂટેજ, મોબાઈલ ફોન ડેટા, વાઈ-ફાઈ લોગ, કોલ ડિટેલ રેકોર્ડ (સીડીઆર) અને કેમેરાના ફોરેન્સિક મેપિંગ સાથે ઘરનું સમગ્ર વર્ચ્યુઅલ વોકથ્રૂ તૈયાર કરી રહ્યા છે. આ મોડલ ત્રણ માળની બિલ્ડિંગના ટ્વિશાની અંતિમ પળોની ગતિવિધિઓને વિઝ્યુઅલી ટ્રેક કરવા સક્ષમ છે, જેનાથી સમગ્ર ઘટનાક્રમની ખબર પડશે.
ઘટનાક્રમની કડીઓને કનેક્ટ કરશે સીબીઆઈ
ડિજિટલ રિકન્સ્ટ્રક્શનના માધ્યમથી એ પણ વાત જાણવા મળશે કે કોઈ મહત્ત્વના પુરાવા સાથે કોઈ છેડછાડ તો કરવામાં આવી નથી કે હટાવવામાં તો આવ્યા નથી. તપાસકર્તા ટીમના અધિકારીઓએ પણ ગાયબ થયેલી લિંક અને ટાઈમ ગેપ્સને જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેથી સમગ્ર ઘટનાને સ્પષ્ટ સિક્વન્સમાં તૈયાર કરી શકાય.