Thu May 07 2026

Logo

નાંદેડ પોલીસે ગોદામમાંથી 4,796 તીક્ષ્ણ હથિયારો જપ્ત કર્યાં

2026-05-07 20:01:24
Author: Yogesh D Patel
Article Image

છત્રપતિ સંભાજીનગર: નાંદેડમાં નધણિયાતા ગોદામમાંથી પોલીસે ‘ઇમ્પોર્ટ ક્વોલિટી’ના 43 લાખ રૂપિયાના 4,796 તીક્ષ્ણ હથિયારો ગુરુવારે સવારે જપ્ત કર્યાં હતાં.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે કેટલાંક હથિયાર વિધિ અને ધાર્મિક હેતુઓ માટે હોઇ શકે છે, જ્યારે બાકીનાનો ઉપયોગ ગુનાઓમાં કરી શકાય એવા છે.

નાંદેડના અબચલનગરમાં ગેરકાયદે શસ્ત્રો સંગ્રહી રાખવામાં આવ્યાં હોવાની માહિતી મળ્યા બાદ પોલીસ ટીમે એક વ્યક્તિને તાબામાં લીધી હતી, જે પોલીસને તલવાર, ખંજર, ગુપ્તી જેવા હથિયાર સુધી દોરી ગઇ હતી, એમ નાંદેડના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ અબિનાશ કુમારે કહ્યું હતું.

જપ્ત કરાયેલા હથિયારો ‘ઇમ્પોર્ટ ક્વોલિટી’ના છે અને તેનો ઉપયોગ ગુનાઓ માટે થઇ શકે છે. અમે 4,796 તીક્ષ્ણ હથિયારો ગોદામમાંથી જપ્ત કર્યાં હતાં, જે ગેરકાયદે સંગ્રહ કરી રાખવામાં આવ્યાં હતાં. પોલીસે સંદેશો આપ્યોે છે કે તેઓ આ હથિયારોના સપ્લાયર્સ સુધી પણ પહોંચી શકે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

(પીટીઆઇ)

વધુ જુઓ...