Fri Sep 04 2026

Logo

શરદ પવાર જૂથને મોટો ઝટકો: દિગ્ગજ નેતા ભાજપમાં જોડાય તેવી શક્યતા

2026-04-21 21:10:25
Author: Mumbai Samachar Team
શરદ પવાર જૂથને મોટો ઝટકો: દિગ્ગજ નેતા ભાજપમાં જોડાય તેવી શક્યતા

મુંબઈ: રાષ્ટ્રવાદી શરદ પવાર જૂથને વધુ એક મોટો ફટકો પડવાની શક્યતા છે. એક દિગ્ગજ નેતા ભાજપમાં પ્રવેશ કરશે તેવી જોરદાર ચર્ચા ચાલી રહી છે અને રાજકીય વર્તુળોમાં હિલચાલ તેજ બની છે.વિધાનસભા ચૂંટણી બાદ મહાવિકાસ આઘાડીને એક પછી એક આંચકા લાગી રહ્યા છે. શિવસેના ઠાકરે જૂથ અને રાષ્ટ્રવાદી શરદ પવાર જૂથના અનેક દિગ્ગજ નેતાઓ મહાયુતિમાં જોડાયા છે. 

રાષ્ટ્રવાદી શરદ પવાર જૂથના કેટલાક નેતાઓએ અજિત પવાર જૂથમાં પ્રવેશ કર્યો છે, તો કેટલાક ભાજપમાં જોડાયા છે. વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિને મોટી સફળતા મળી હતી, ત્યાર બાદ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં પણ મહાયુતિનો ભવ્ય વિજય થયો હતો. ત્યારબાદ હવે ફરી એકવાર રાષ્ટ્રવાદી શરદ પવાર જૂથને વધુ એક મોટો ફટકો પડવાની શક્યતા છે. એક દિગ્ગજ નેતા શરદ પવારનો સાથ છોડશે તેવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. 

રાજ્યના બે વિધાનસભા મતવિસ્તારોમાં ૨૩ એપ્રિલે પેટાચૂંટણી માટે મતદાન થશે. આમાં બારામતી અને રાહુરી વિધાનસભા મતવિસ્તારનો સમાવેશ થાય છે. મહાયુતિ દ્વારા આ મતવિસ્તારમાંથી અક્ષય કર્ડીલેને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. રાષ્ટ્રવાદી શરદ પવાર જૂથના નેતા પ્રાજક્તા તાનપુરેએ પણ આ મતવિસ્તારમાં ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ તેમણે આ ચૂંટણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. ત્યારથી, એવી ચર્ચાઓ ચાલી રહી છે કે પ્રાજક્તા તાનપુરે ભાજપમાં જોડાશે.