Sun Sep 06 2026

Logo

સરપંચ હત્યા કેસ: મુખ્ય આરોપી વાલ્મિક કરાડની તબિયત બગડી, હોસ્પિટલમાં ટેસ્ટ કરવામાં આવ્યા

2026-04-17 20:59:15
Author: Mumbai Samachar Team
સરપંચ હત્યા કેસ: મુખ્ય આરોપી વાલ્મિક કરાડની તબિયત બગડી, હોસ્પિટલમાં ટેસ્ટ કરવામાં આવ્યા

બીડ: જેલમાં કેદ સરપંચ સંતોષ દેશમુખ હત્યા કેસના મુખ્ય આરોપી વાલ્મિક કરાડએ શુક્રવારે પેટમાં દુખાવો અને તાવની ફરિયાદ કરતા  તેને સ્થાનિક સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેના ટેસ્ટ કરવામાં આવ્યા હતા એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

ડિસેમ્બર 2024માં બીડના મસ્સાજોગ ગામના સરપંચ દેશમુખનું  અપહરણ કરીને નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. તેમનો મૃતદેહ રસ્તાના કિનારે ફેંકી દેવામાં આવ્યો હતો. થોડા દિવસો પછી મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અને એનસીપી  નેતા ધનંજય મુંડેના નિકટના સાથી વાલ્મિક કરાડએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું અને આ કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી.

ડોક્ટરએ જણાવ્યું હતું કે "તાવ અને પેટમાં દુખાવાની ફરિયાદ બાદ કરાડને બીડ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ડોક્ટરોએ સીટી સ્કેન અને સોનોગ્રાફી કરી હતી. મોટા ભાગની ટેસ્ટના પરિણામ નોર્મલ છે. 
અમે તેમને એન્ટિબાયોટિક્સ આપ્યા છે અને એક અઠવાડિયા પછી ફોલો-અપ કરવા જણાવ્યું છે. હાલમાં કોઈ ગંભીર સ્વાસ્થ્ય ચિંતા નથી.'