Wed Sep 02 2026

Logo

પ્રશાંત કિશોરે કહ્યું બિહારનું શાસન ગુજરાતથી ચાલશે, શાહ પાસે અત્યારથી તમામ  'કંટ્રોલ'

2026-04-15 12:46:00
Author: Mumbai Samachar Team
પ્રશાંત કિશોરે કહ્યું બિહારનું શાસન ગુજરાતથી ચાલશે, શાહ પાસે અત્યારથી તમામ  'કંટ્રોલ'

પટણાઃ બિહારના રાજકારણમાં મંગળવારે એક મોટું પરિવર્તન જોવા મળ્યું છે. બિહારના રાજકારણમાં એક ઐતિહાસિક વળાંક આવ્યો, સમ્રાટ ચૌધરીને ભાજપ ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે, જેથી બિહારના મુખ્યમંત્રી બનવાનો એમનો માર્ગ મોકળો થયો. બિહારમાં પહેલીવાર ભારતીય જનતા પાર્ટીમાંથી સમ્રાટ ચૌધરી મુખ્યમંત્રી બન્યા. આ માહોલ વચ્ચે જન સુરાજના સંસ્થાપક અને જાણીતા રાજનીતિની રણનીતિ ઘડનારા પ્રશાંત કિશોરે એક ચોંકાવનારૂ નિવેદન આપી દીધું છે. બિહારના રાજકીય ઇતિહાસમાં આ પ્રથમ વખત બનશે જ્યારે ભાજપના કોઈ નેતા રાજ્યના મુખ્યમંત્રી પદની જવાબદારી સંભાળશે.

ભાજપના નેતૃત્વ પર આક્ષેપ કર્યા
પ્રશાંત કિશોરે ભાજપ અને નવા નેતૃત્વ પર ગંભીર આક્ષેપો કર્યા છે. એમનું એવું કહેવું છે કે, હવે બિહારની સરકાર ગુજરાતથી સંચાલિત થશે. તેમણે આ ફેરફારને ભાજપ તરફથી બિહારને મળેલી 'પ્રથમ ભેટ' ગણાવીને ટોણો માર્યો હતો. આ સાથે પાર્ટીના આચરણ, ચરિત્ર અને પ્રતિષ્ઠા બનાવી રાખવા માટે થયેલા કેટલાક દાવાની ટીકા કરી. પ્રશાંતે ત્યાં સુધી કહી દીધુ કે, ઉચ્ચપદ પર નિયુક્ત થનારા આ વ્યક્તિઓની માપદંડ અનુસાર તપાસ થવી જોઈએ. આ નવી ભારતીય જનતા પાર્ટી છે. તેમણે સાબિત કરી દીધુ કે, બિહારમાં શાસન ગુજરાતથી થશે. 

રોજગારીનો મુદ્દો ઊઠાવ્યો
સમ્રાટ ચૌધરીનું નામ લીધા વગર નેતૃત્વ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, આજે જે વ્યક્તિ મુખ્યમંત્રી તરીકે આવ્યા છે એમની ચાવી અને રીમોટ કંટ્રોલ અમિત શાહ પાસે છે. શાહના હાથમાં રહેવાના છે. મોટી સંખ્યામાં બિહારના યુવાનો ઓછા વેતનદર વાળી નોકરીઓની શોધમાં ગુજરાત સહિત અન્ય રાજ્યમાં પલાયન કરતા રહેશે. ગુજરાતના લોકો કારખાનાના માલિક બની રહેશે જ્યારે બિહારના લોકો શ્રમિક જ બનીને રહેશે. હકીકત સૌની સામે છે અને લોકો જોઈ રહ્યાછે. તમારા સંતાનો ગ્રેજ્યુએટ, એમએ અને બીએની ડિગ્રી લઈને શ્રમિક બની રહેશે. 

બિહારને સુધારવાની વાત
જ્યારે ભાજપના લોકો ભલે સાતમું ધોરણ પણ નાપાસ હોય તે તમારા રાજા બનીને રહેશે. આ જ તમારા વોટની તાકાત છે. 5.5 રૂપિયા પ્રતિદિવસના આધાર પર તમે તમારો વોટ વેચી નાંખ્યો છે. માત્ર વોટ જ નહીં, સંતાનોનું ભાવિ, રોજગાર, ઘર અને સારૂ સ્વાસ્થ્ય પણ વેચી નાંખ્યું છે. તમે જે ખોટું કરો છો એનું પરિણામ પણ ખોટું જ આવે છે.કોઈ નેતા, કોઈ પાર્ટી બિહારને ત્યાં સુધી સુધારી નથી શકતી જ્યાં સુધી બિહારની પ્રજા સુધરતી નથી. સીમા પાસે રહેતા લોકો જ્યાં સુધી સુધરશે નહીં ત્યાં સુધી બિહારને કોઈ સુધારી નહીં શકે.