નવી દિલ્હી: નેપાળમાં 26 ઓગસ્ટના રોજ આવેલી કુદરતી હોનારત જેવું જોખમ ભારત પર પણ મંડરાઇ રહ્યું છે. આ અંગે એનડીઆરએફના જણાવ્યા અનુસાર દેશમાં 40 તળાવો પર ખતરો મંડરાઈ રહ્યો છે. જેમાંથી 7 તળાવો જે નેપાળ તિબેટ સરહદે આવેલા સાત ભારતીયો તળાવો ભયજનક છે. જે કોઇ પણ ક્ષણે માનવ જીવન માટે ખતરો બની શકે તેમ છે.
40 ઉચ્ચ-જોખમી ગ્લેશિયર તળાવો ઓળખી કાઢ્યા
નેપાળમાં આવેલા વિનાશક પૂર બાદ રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે સિક્કિમમાં 40 ઉચ્ચ-જોખમી ગ્લેશિયર તળાવો ઓળખી કાઢ્યા છે. જેમાંથી સાતને ભારે જોખમી ગણાવવામાં આવ્યા છે.
મોટાભાગના તળાવો આશરે 17,000 ફૂટની ઊંચાઈ પર સ્થિત
આ 40 ઉચ્ચ જોખમી તળાવોમાંથી 16 વર્ગીકૃત કરવામાં આવ્યા છે. જ્યારે 13 અવર્ગીકૃત છે. આમાંથી સાત તળાવોને ઉચ્ચ જોખમ ધરાવતા તળાવો તરીકે ઓળખવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે 16 સંવેદનશીલ તળાવોમાંથી 13 માટે વિગતવાર વૈજ્ઞાનિક મૂલ્યાંકન હાથ ધરવામાં આવ્યું છે. આમાંથી મોટાભાગના તળાવો આશરે 17,000 ફૂટની ઊંચાઈ પર સ્થિત છે.
ઉત્તરાખંડમાં લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી! | Nainital Landslide | Rain Alert
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) September 2, 2026
ઉત્તરાખંડમાં ચોમાસાનો ભારે પ્રકોપ જોવા મળી રહ્યો છે. પહાડથી લઈને મેદાની વિસ્તારો સુધી અવિરત વરસાદના કારણે નદીઓ ઉફાન પર છે અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. નૈનીતાલના ભીમતાલ બ્લોકની અલચૌના ગ્રામસભાના પાંડેય… pic.twitter.com/SpVs8z2plh
અનેક પરિબળોની તપાસ કરવામાં આવી
નેપાળમાં જોવા મળેલી વિનાશક પૂરની સ્થિતિ ભારતમાં ન સર્જાય તે માટે નિયંત્રક પગલાં પર ભાર મૂકવામાં આવ્યો છે. સિક્કિમના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના મુખ્ય સચિવ સંદીપ તાંબેએ જણાવ્યું હતું કે તાજેતરના મૂલ્યાંકનમાં તળાવની ઊંડાઈ, પાણીનું પ્રમાણ, દરિયાઈ સ્થિરતા અને હિમપ્રપાત અને ભૂસ્ખલનથી ઉદ્ભવતા જોખમો જેવા પરિબળોની તપાસ કરવામાં આવી હતી.
Nepal Flood Tragedy: પૂરની તબાહી વચ્ચે દોઢ મહિનાના માસૂમનો જીવ બચાવતી રેસ્ક્યૂ ટીમ
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) September 2, 2026
નેપાળમાં વિનાશક પૂરે બાળકોથી લઈને વડીલો સુધી સૌને અસર કરી છે. અનેક લોકો હજુ લાપતા છે અને હજારો પરિવારો પોતાના સ્વજનોની રાહ જોઈ રહ્યા છે. આ ભયાનક તબાહી વચ્ચે રેસ્ક્યૂ ટીમે માત્ર દોઢ મહિનાના બાળકને… pic.twitter.com/Wa5ATlEiqs
ત્રણ મુખ્ય ઉપાયો દર્શાવવામાં આવ્યા
જેથી આ તળાવો કેટલા જોખમનો સામનો કરી શકે તે નક્કી કરી શકાય છે.સિક્કિમે સૌથી સંવેદનશીલ તળાવ પ્રણાલીઓ સાથે સંકળાયેલા જોખમોને ઘટાડવા માટે ત્રણ મુખ્ય ઉપાયો દર્શાવવામાં આવ્યા છે.