મુંબઈઃ સ્વરા ભાસ્કર પોતના બેબાક અંદાજ માટે જાણીતી છે. એક્ટ્રેસે ફિલ્મી કેરિયર નથી બનાવી એટલી વિવાદની વણઝારી ઊભી કરી છે. હવે ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત'માં દર્શાવવામાં આવેલા 'જૌહર' સિક્વન્સને લઈ એક ઈવેન્ટમાં વાત કરતા વિવાદીત નિવેદન આપી દીધું.જેના કારણે તો સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે.
એક્ટ્રેસે ફિલ્મમાં દીપિકા પાદુકોણ સાથે અન્ય મહિલાઓના આત્મદાહની તુલના કુકર્મના આરોપી સાથે કરી નાંખીને વિવાદીત વાત કરી હતી. હવે આ વિવાદ વચ્ચે સ્વરાનું એવું કહેવું છે કે, રાણી પદ્માવત અને અન્ય મહિલાઓ કાયર નથી. પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કરીને તેણે કહ્યું કે, મારી એક ક્લિપ વાયરલ થઈ રહી છે.
ભાષા ન સમજાય તો પૂછી લો
મને પૂછવામાં આવ્યું હતું કે, શું મેં સંજય લીલા ભણસાલીને ઓપન લેટર લખ્યો હતો કે, તે શા માટે લખવામાં આવ્યો હતો? મેં જવાબ આપ્યો કે,મારી મુશ્કેલી શું હતી,મેં આવું શા માટે કહ્યું,આને ખોટું બોલીને, અનુવાદ કરીને ફેલાવવામાં આવી રહ્યું છે. એ વાત ખોટી રીતે ફેલાવવામાં આવી રહી છે કે, રાણી પદ્માવત અને એની સાથે જે અન્ય મહિલાઓએ જૌહર કર્યું હતું એ કાયર છે.
હું સ્પષ્ટતા કરવા માગુ છું કે, મેં બિલકુલ આવું કહ્યું નથી કે રાણી પદ્માવત કાયર હતા. એ મહિલાઓ પણ કાયર ન હતા જે એમની સાથે જૌહરમાં જોડાયા હતા.જ્યારે ભાષા સમજાતી ન હોય તો પૂછી લેવું જોઈએ. મનફાવે એવી સ્ટોરીઓ બનાવીને લોકોને ઉશ્કેરવા ન જોઈએ. જે લોકો મને ગાળો દેવા માગે છે તે આપી શકે છે પણ સાચી વસ્તુઓ પર. મેં કહ્યું હતું કે, જ્યારે હું ક્લાઈમેક્સ જોઈ રહી હતી, તો મને લાગ્યું કે ભગવાન ન કરે કે હું એક દુષ્કર્મ પીડિતા હોત. હું મારી જાતને કાયર મહેસુસ કરતી કે, મેં મારો જીવન ન લીધો. સીધી વાત એ છે કે, હું એવું મહેસુસ કરૂ છું કે,જો કુકર્મ બાદ હું બચી ગઈ તો હું કાયર હતી.
મુદ્દો અહીંયાથી શરૂ થયો
સ્વરાએ એ પણ સ્પષ્ટ કર્યું કે, આખરે તેણે આવું શા માટે કહ્યું, આપણો સમાજ એક એવો સમાજ છે, જેમાં દુષ્કર્મ એક મહામારીની જેમ ફેલાયું છે. આપણે રેપ કલ્ચરની વચ્ચે જીવી રહ્યા છીએ. દિલ્હીમાં ખૂબ હિંસક અને ક્રૂર દુષ્કર્મની ઘટના બની છે. જ્યાં 46 કિમી સુધી એક યુવતી સાથે ગૅંગરેપ થયો. આ જ હકીકત છે આપણા દેશની.
શું આપણે એવી ફિલ્મો બનાવવી જોઈએ જે એવો સંદેશ આપે કે સ્ત્રીની શારીરિક શુદ્ધતા તેના જીવન કરતાં વધુ મૂલ્યવાન છે? શું આપણે બળાત્કાર પીડિતોને કહેવું જોઈએ કે જો તેઓએ પોતાનો જીવ ગુમાવ્યો હોત તો સારું થાત.કે બચી જવું ખરાબ બાબત છે? મારો પ્રશ્ન એ છે કે: શું સ્ત્રીનું જીવન અસરકારક રીતે બળાત્કાર સાથે સમાપ્ત થવું જોઈએ? આ વાતચીતમાં, તેણીએ નિર્ભયા પર લાદવામાં આવેલી ક્રૂરતા વિશે પણ વાત કરી, જેણે તેને ત્રાસ આપનારાઓ સામે અંત સુધી લડત આપી હતી.