Tue Sep 15 2026

Logo

રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાની ઉંમરમાં કેટલો છે તફાવત?

2026-02-24 21:04:33
Author: Darshana Visaria
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાની ઉંમરમાં કેટલો છે તફાવત?

છેલ્લાં કેટલાય સમયથી ફેન્સ જેની આતુરતાપૂર્વર રાહ જોઈ રહ્યા હતા એ ઘડીઓ આખરે આવી પહોંચી છે. વીરોશ (ViRash) એટલે વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાના ચાહકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ આખરે સાઉથના સુપરસ્ટાર રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ આખરે તેમના સંબંધો પર મહોર લગાવી દીધી છે. બંનેએ સત્તાવાર જાહેરાત કરી છે કે તેઓ 26મી ફેબ્રુઆરી, 2026ના રોજ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. ત્યારે ચાલો જાણીએ બંનેની ઉંમર વચ્ચે કેટલો તફાવત છે. 

નેશનલ ક્રશ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા રાજસ્થાનના ઉદયપુરમાં આવેલી વૈભવી હોટલ ધ મેમેન્ટોઝ બાય આઈટીસીમાં લગ્ન બંધનમાં બંધાશે. મળતી માહિતી અનુસાર આ લગ્ન ખૂબ જ પ્રાઈવેટ રાખવામાં આવ્યા છે, જેમાં માત્ર પરિવાર અને નજીકના મિત્રો જ હાજર રહેશે. વાત કરીએ આ ક્યુટ કપલની ઉંમર વચ્ચે કેટલો તફાવત છે. 

વાત કરીએ રશ્મિકા મંદાનાની ઉંમર 29 વર્ષ છે અને વિજય દેવરકોંડાની ઉંમર 36 વર્ષ છે.આમ બંનેની ઉંમર વચ્ચે અંદાજે 7 વર્ષનો તફાવત છે. રશ્મિકાનો જન્મ પાંચમી એપ્રિલ 1996ના રોજ થયો હતો, જ્યારે વિજયનો જન્મ 9મી મે 1989ના રોજ થયો હતો.

વાત કરીએ કપલના વેડિંગ શેડ્યુલની તો રશ્મિકા અને વિજયની લગ્નની રસમો આજથી એટલે કે 24મી ફેબ્રુઆરીથી શરૂ થઈ ગઈ છે. આજે રશ્મિકા અને વિજયની મહેંદી અને સંગીત સેરેમની છે. જ્યારે આવતીકાલે એટલે કે 25મી ફેબ્રુઆરીના રોજ હલદી અને 26મી ફેબ્રુઆરીના કપલના લગ્ન છે. 

વિજય અને રશ્મિકાના લગ્ન ભલે એક પ્રાઈવેટ સેરેમની હોય પણ ચોથી માર્ચના હૈદરાબાદની પ્રતિષ્ઠિત હોટલ 'તાજ કૃષ્ણા' માં સાંજે 7 વાગ્યાથી એક ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ટોલીવુડ અને બોલીવુડના દિગ્ગજ સિતારાઓ ઉપરાંત તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી પણ હાજરી આપે તેવી શક્યતા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રશ્મિકા અને વિજયની જોડી 2018માં આવેલી સુપરહિટ ફિલ્મ 'ગીતા ગોવિંદમ' ના સેટ પર પહેલીવાર મળી હતી. તેમની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી જોઈને ફેન્સ તેમને વાસ્તવિક જીવનમાં પણ સાથે જોવા માંગતા હતા. ત્યારબાદ 2019માં 'ડિયર કોમરેડ' માં પણ બંને સાથે જોવા મળ્યા હતા. લાંબા સમયની મિત્રતા અને અફવાઓ બાદ હવે આ સુંદર જોડી કાયમ માટે એક થવા જઈ રહી છે.