Fri Aug 21 2026

Logo

કુર્લામાં ક્રેન રેલવે વાયર અને ઘરો પર તૂટી પડતાં ૧૦ જખમી કૉન્ટ્રેક્ટરને ૨૫ લાખ રૂપિયાનો દંડ

2026-08-21 18:40:19
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કુર્લા (પૂર્વ)માં એક નિર્માણાધીન ઇમારતમાં હાઇડ્રોલિક ક્રેનનો એક ભાગ હાઇ-ટેન્શન રેલવે ઓવરહેડ વાયર, નજીકના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આવેલા ઝૂંપડાઓ અને રસ્તા પર તૂટી પડતાં બે બાળકો સહિત ઓછામાં ઓછા ૧૦ લોકો જખમી થયા હતા, જેના કારણે અનેક માળખા અને વાહનોને નુકસાન થયું હતું. જખમીમાં ત્રણ મહિનાના બાળકનો પણ સમાવેશ થાય છે. આ દુર્ઘટના બાદ એમએમઆરડીએ દ્વારા કૉન્ટ્રેક્ટર વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરીને તને ૨૫ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.  તેમ જ તપાસ બાદ તેની સામે આગળની કાર્યવાહી ધરવામાં આવશે એવી સ્પષ્ટતા પણ એમએમઆરડીએ કરી હતી.

આ ઘટના શુક્રવારે વહેલી સવારના ત્રણ વાગે બની હતી, જેમાં ઈંદિરા નગરમાં આવેલી એક નિર્માણાધીન ૧૭ માળની ઇમારતના ડિમોલિશન કામ દરમ્યાન હાઇડ્રોલિક ક્રેન  પોકલેન મશીન ઉપાડી રહ્યું હતું ત્યારે તેનો એક ભાગ પડી ગયો હતો, જેના કારણે કુરેશી નગરમાં ઓવરહેડ રેલવે વાયર અને નજીકના ઘરો તેમજ સમ્રાટ અશોક નગરમાં રસ્તાને નુકસાન થયું હતું. એ સાથે જ નજીક આવેલી મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (મ્હાડા) ની ઇમારતની કમ્પાઉન્ડ વોલ અને તેના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલા ત્રણ ફોર-વ્હીલરને પણ નુકસાન થયું  હતું. રેલવે વાયર તૂટી પડવાને કારણે વહેલી સવારના મધ્ય રેલવેના કુર્લા-ટ્રોમ્બે રૂટ પરની ગુડ્સ ટ્રેનના રેલ વ્યવહારને પણ ફટકો પડ્યો હતો. 

ચુનાભટ્ટી પોલીસે જણાવ્યું હતું કે તેમને સવારે ચાર વાગ્યે માહિતી મળી હતી કે ક્રેનનો એક ભાગ તૂટી પડ્યો છે. તેથી તેઓએ ઘટનાસ્થળે પહોંચીને અનેક લોકોને બચાવ્યા હતા. 
મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી(એમએમઆરડીએ)ના અધિકારીના જણવ્યા મુજબ કુર્લામાં બિલ્િંડગ એકને તોડી પાડવાના કામ માટે તૈયારી ચાલી રહી હતી અને તે માટે સાઈટ પર ક્રેનને લાવવામાં આવી હતી અને જયાં ક્રેન રાખવામાં આવી હતી, તે સાઈટની જગ્યા નરમ હોવાથી ક્રેન સંતુલન જાળવી શકી નહોતી અને કામગીરી દરમ્યાન ક્રેનનો એક ભાગ પડી ગયો, જેના કારણે કુરેશી નગરમાં ઓવરહેડ રેલવે વાયર અને નજીકના માળખાને તેમજ સમ્રાટ અશોક નગરમાં રસ્તાને નુકસાન થયું હતું.

 આ દુર્ઘટનામાં ત્રણ મહિનાના બાળક અને ૧૦ વર્ષના બાળક સહિત આઠ લોકો જખમી થયા હતા. આઠ જખમી લોકો પર પાલિકા સંચાલિત સાયન હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તો ૩૫ વર્ષીય રાજુ ગૌડ અને ૩૦ વર્ષીય આરતી ગૌડને કુર્લાની ભાભા હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હૉસ્પિટલના જણાવ્યા મુજબ તમામ જખમીની તબિયત સ્થિર છે.જખમીઓમાં ૬૩ વર્ષનો જુગરુર્લા નબી મોહમ્મદ ખાન, ત્રણ મહિનાનો અહેમદ નિયાઝ અહેમ, ૬૦ વર્ષના અતિકુમાર રેમાન, ૩૬ વર્ષનકો હકુમ શેખ, ૨૧ વર્ષનો નૌમન ખાન, ૧૯ વર્ષનો રહેમાન ખાન, ૧૦ વર્ષનો સુરજ ગૌર, ૪૦ વર્ષીય અકબરનો સમાવેશ થાય છે. 

કૉન્ટ્રેક્ટરને ૨૫ લાખનો દંડ
એમએમઆરડીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે કુર્લામાં ૨૦૦૫માં સ્લમ રિહેબિટિલેશન ઓથોરિટીએ (એસઆરએ) બાંધી હતી. ગ્રાઉન્ડ પ્લસ ૧૬ માળની આ બિલ્િંડગમાં છ વિંગ અને લગભગ ૫૦૦ ઘર છે. આ પ્રોજેક્ટમાં કામ અધૂરા રહ્યા હતા એ બિલ્િંડગ રહેવા માટે ઉપલબ્ધ નહોતી. આ બિલ્ડિંબ બાંધનારો બિલ્ડર દિવાળીયો થયા બાદ અપૂર્ણ હાલતમાં હોવાથી જેવી હતી તેવી હાલતમાં તેને એમએમઆરડીએને હસ્તાંતર કરવામાં આવી હતી. બિલ્િંડગની હાલતને જોતા એમએમઆરડીએ તેને ૨૦૨૧માં સ્ટ્રક્ચર ઓડિટ કરાવી હતી, જેમાં તે રહેવાને લાયક ન હોવાનું જણાઈ આવ્યું હતું.

તેથી સુરક્ષાની દૃષ્ટિએ  આવશ્યક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમ મુજબ તેને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તે મુજબ ટેન્ડર બહાર પાડીને તેને તોડી પાડવાનું કામ મેસર્સ. ટોટલ ક્ધસ્ટ્રકશન પ્રાઈવેટ લિમિટેડ નામની દિલ્હીની કંપનીને આપવામાં આવી હતી. આ કામ મેન્યુલ પદ્ધતિએ કરવાનું અપેક્ષિત હતું. આ કામ માટે તૈયારી ચાલી રહી હતી. આ દુર્ઘટના બાદ સંબંધિત કૉન્ટ્રેક્ટને નુકસાન થયેલા ઝૂપડાંઓ અને વાહનોના સમારકામ અથવા નુકસાન ભરપાઈનો ખર્ચ ઉપાડવાનો આદેશ આપવામાં આવ્યો છે. સાથે જ કૉન્ટ્રેક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરીને તેને ૨૫ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. સંબંધિત કૉન્ટ્રેક્ટર વિરુદ્ધ તપાસ બાદ યોગ્ય કાર્યવાહીનો પણ આદેશ આપવામાં આવ્યો હતો.