Sun Aug 23 2026

Logo

ગૂગલે વિદ્યાર્થીઓને આપી ભેટ: 31 ડિસેમ્બર સુધી રજિસ્ટ્રેશન કરીને મેળવો 1 વર્ષ માટે ફ્રી 'Gemini Advanced' એક્સેસ

2026-08-21 19:48:01
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ ગૂગલ ભારતમાં કોલેજના વિદ્યાર્થીઓને એક વર્ષ માટે સંપૂર્ણપણે મફતમાં AI પ્લસ પ્રીમિયમ પ્લાન ઓફર કરી રહ્યું છે.એક એવી ઓફર જેનો વિદ્યાર્થીઓ સરળતાથી દાવો કરી શકે છે.આનાથી અભ્યાસમાં મોટી સરળતા ઊભી થશે એવું કંપનીઓનું માનવું છે. નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થતાની સાથે જ ગૂગલ આ જેમિની ટુલ્સને લઈ વિદ્યાર્થીઓ માટે ઓફર શરૂ કરી શકે છે. 
કંપનીએ એલાન કર્યું છે કે, જે તે યોગ્ય કૉલેજ સ્ટુડન્ટ હવે આખું વર્ષ જેમિનીનો પેઈડ પ્લાન સંપૂર્ણ રીતે ફ્રીમાં ઉપયોગ કરી શકશે. આ માટે 19 ઓગસ્ટ 2026થી આ ઓફરને શરૂ કરી દેવામાં આવી છે.આ સાથે જેમિની એપમાં એક સ્ટુડન્ટ ફીચર પણ રોલ આઉટ કરવામાં આવ્યું છે. આ એક પ્રીમિયમ પ્લાન છે જે વિદ્યાર્થીઓને ફ્રીમાં આપવામાં આવે છે. 

શું છે ખાસ આ પ્લાનમાં?
અન્ય યુઝર્સ જ્યાં આવા પ્રીમિયમ માટે ચાર્જ ચૂકવે છે એમાં હવે વિદ્યાર્થીઓને આ પ્લાન એક વર્ષ માટે ફ્રીમાં મળવાનો છે. આ ફ્રી પ્લાનમાં વિદ્યાર્થીઓ માત્ર કોઈ ચેટબોટનો જ નહીં પણ અભ્યાસના સંદર્ભે જે તે ફીચરનો ઉપયોગ ડાયરેક્ટ કરી શકશે. આ માટે વિદ્યાર્થીઓને હાઈક્વોલિટી વીડિયો, ઈમેજ, ગ્રાફિક્સ, ઈન્ફોગ્રાફિક્સ બનાવવા માટે પણ સરળતા રહેશે. સામાન્ય યુઝર્સને ફ્રીમાં મળતા એકાઉન્ટ કરતા આ એકાઉન્ટમાં વિદ્યાર્થીઓને બમણો ફાયદો થશે. આ માટે યુઝેજ લિમિટ, પ્રોજેક્ટ ફીચર અને ટુલ્સને લઈને ખાસ પ્રોગ્રામ નક્કી કરાયા છે. 

સૌથી મોટી અને ખાસ વાત એ છે કે, ટુલ્સ વારંવાર બંધ નહીં થાય અને વારંવાર લોગઈન પણ કરવું નહીં પડે. આ સિવાય ગૂગલ ડ્રાઈવ, જીમેઈલ, ફોટોમાં પણ 400 જીબીનું સ્ટોરેજ મળી રહેશે. જેમાં AI સ્ટડીનો પણ સમાવેશ થાય છે. આ ફીચરમાં વિદ્યાર્થીઓ 3ડી મોડલ, ફિઝિક્સના મોડલ, મેથ્સની થિયરી અથવા ટિપ્સ, ટ્રીક્સ સરળતાથી સમજી શકશે. આ સાથે ડૉક્યુમેન્ટમાં સેવ પણ સરળતાથી કરી શકશે. ફીચર્સ નોટ બનાવી શકશે. અસાઈમેન્ટ તૈયાર કરી શકશે. આ ઓફરનો લાભ લેવા માટે 31 ડિસેમ્બર સુધીમાં વિદ્યાર્થીએ પહેલા પોતાને વેરિફાઈ કરાવવા પડશે. 

કેન્સલ પણ કરી શકાશે
આ માટે વિદ્યાર્થીઓએGoogle Gemini for Students Official Page અથવા ગૂગલ દ્વારા શોર્ટ લીંક જે આપવામાં આવી છે એના પર જવાનું રહેશે. કૉલેજ આઈડી અથવા ઓફિશિયલ કૉલેજ આઈડીની મદદથી પોતાની ઓળખ આપવી પડશે. આ ડેટા ગૂગલ પાસે સિક્યોર રહેશે. વેરિફિકેશન થયા બાદ એકાઉન્ડ પર 12 મહિનાનો સમય સેટ થઈ જશે. આ એક ઓટોમેટિક પ્રક્રિયા છે. આ પછી ગૂગલનો એઆઈ પ્લાન એક્ટિવ થઈ જશે. 
ગૂગલે સ્પષ્ટતા કરી છે કે, એક વર્ષ થયા બાદ આ પ્લાન ઓટોમેટિક પ્રીમિયમ પ્લાનમાં ફેરવાઈ જશે. જ્યાં સુધી વિદ્યાર્થી એને કેન્સલ નથી કરતા. જે વિદ્યાર્થીઓ આગળ અભ્યાસ માટે આ સર્વિસ પૈસા આપીને ચાલુ રાખવા નથી માગતા તેઓ વર્ષ પૂરુ થતા પહેલા પ્રીમિયમ પ્લાન કેન્સલ કરી શકે છે. આવું સબસ્ક્રિનશ પૂર્ણ થાય એ પહેલા કરવું પડશે. અન્યથા ઓટોમેટિક પૈસા કટ થઈ જશે. 

ગૂગલે આ પગલું એવા સમયે ઊઠાવ્યું છે જ્યારે થોડા મહિના પહેલા જ જેમિનીના માસિક યુઝર્સની સંખ્યા 1 અબજને પાર પહોંચી ગઈ હતી. કંપનીનો એવો પ્રયાસ છે કે, બેક ટુ સ્કૂલ સીઝનમાં વધુને વધુ વિદ્યાર્થીઓ આ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ક્નેક્ટ થાય અને પોતાનું ભવિષ્ય બનાવે.