Tue Oct 20 2026

Logo

રાજપાલ યાદવને સુપ્રીમ કોર્ટથી મોટી રાહત, 2 અઠવાડિયામાં જમા કરાવવાના રહેશે આટલા કરોડ

2026-09-15 19:11:16
Author: Mumbai Samachar Team
રાજપાલ યાદવને સુપ્રીમ કોર્ટથી મોટી રાહત, 2 અઠવાડિયામાં જમા કરાવવાના રહેશે આટલા કરોડ

મુંબઈઃ બોલિવૂડના કોમેડી એક્ટર સાથે રીયલ લાઈફમાં ખરેખર ટ્રેજડી થઈ રહી છે. રાજપાલ યાદવની ચેકબાઉન્સ કેસમાં સમય મર્યાદા ખતમ થતા પહેલા દિલ્હી હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. તા.10 જુલાઈના રોજ દિલ્હી હાઈકોર્ટે આ કેસમાં સુનાવણી કરતા રાજપાલ યાદવને 3 મહિનાની સજા ફટાકરી હતી. આ પછી એક્ટરની સરેન્ડર સીમા ખતમ થાય એ પહેલા જ હાઈકોર્ટના આદેશને સુપ્રીમકોર્ટમાં પડાકરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે તા.8 સપ્ટેમ્બર પર આ કેસમાં સુનાવણી કરતા અભિનેતાને સુપ્રીમ કોર્ટ રજીસ્ટ્રીમાં રૂ.5 કરોડ જમા કરાવવા અને સરેન્ડ પર મુક્ત થવા માટે કહ્યું હતું. હવે તા.15 સપ્ટેમ્બરના રોજ રાજપાલની અરજી પર ફરીથી સુનાવણી થઈ હતી. જેમાં અભિનેતાને કોર્ટ તરફથી રાહત આપવામાં આવી છે. 

ખાસ મુલાકાતમાં કહી મોટી વાત
સુપ્રીમ કોર્ટે રાજપાલને પૈસા જમા કરાવવા માટે 2 અઠવાડિયાનો સમય આપ્યો હતો. આ સાથે કોર્ટે કહ્યું હતું કે, આ એમને માટે છેલ્લો ચાન્સ છે. આ અંગે સુપ્રીમ કોર્ટ તા.5 ઑક્ટોબરના રોજ આગામી સુનાવણી કરશે. કોર્ટને અભિનેતાને ઓછામાં ઓછા 2 કરોડ જમા કરાવવાનો આદેશ આપ્યો છે. આ સાથે કોર્ટે રાજપાલ યાદવને પોતાનો પાસપોર્ટ જમા કરાવવા માટે પણ આદેશ આપ્યો છે. આ પહેલા કોર્ટે તા.8 સપ્ટેમ્બરના રોજ એક્ટરની અરજી પર સુનાવણી કરી હતી.

આ દરમિયાન સુપ્રીમ કોર્ટે એક્ટરને રજીસ્ટ્રીમાં 5 કરોડ રૂપિયા જમા કરાવવા માટેના આદેશ આપ્યા હતા. આ પછી તે મુક્ત થયો હતો. પછી 9 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, ચેકબાઉન્સના કેસમાં રાહત ત્યારે જ મળશે જ્યારે તે પૈસા જમા કરાવશે અન્યથા તેણે જેલમાં જવું પડશે. રાજપાલ યાદવે થોડા સમય પહેલા એક ખાસ મુલાકાતમાં કહ્યું હતું કે, આ વિવાદને લઈ હું દિલ ખોલીને વાત કરૂ છું. 

પૈસાનો મુદ્દો નથી
પત્રકારે જ્યારે તેને સવાલ કર્યો કે, આટલી ફિલ્મોમાં કામ કરવા છતાં પણ તે પાંચ કરોડ જેટલી રકમ કેમ ચૂક્તે કરી શકતા નથી? એના જવાબમાં એક્ટરે કહ્યું કે, આ જ તો વાત છે, આ જ અસલી સવાલ છે. જે દિવસે લોકોને એ વાત સમજાશે તેઓ મારો સમગ્ર કેસ સમજી જશે. આ પૈસાનો મુદ્દો નથી. આ સિદ્ધાંતનો મુદ્દો છે. જો આ પૈસાનો મુદ્દો હોત તો મામલો વર્ષ 2012માં જ પતી ગયો હોત. સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળ્યા બાદ એક્ટરે ખાસ કોઈ પ્રતિક્રિયા આપી નથી. બની શકે છે કે,આગામી સુનાવણી બાદ એકટર કોઈ મોટું નિવેદન આપી શકે છે.